National

સહારનપુરનો આ કુખ્યાત આતંકવાદી લખનવમાં સ્પોટ થયો: UP ATSએ કરી તેની ધરપકડ

નવી દિલ્હી : યુપી ATSએ (UP ATS) રાજ્યની રાજધાની લખનઉમાંથી (Lucknow) શંકાસ્પદ આતંકવાદી (Terrorist) અઝહરુદ્દીનની (Azharuddin) ધરપકડ (Arrest) કરી છે. તે સહારનપુરનો રહેવાસી છે અને જેહાદના નામે યુવકોને ફસાવતો હતો. એટીએસ તેની પૂછપરછ કરી રહી છે. ઘણા મોટા ખુલાસા પણ થાય તેવી શક્યતા છે.આ કુખ્યાત આતંકી અંગે એટીએસ સ્કોડના અધિકારીઓને ગુપ્ત માહિતી મળી હતી કે તે લખનઉમાં ફરી રહ્યો છે.જેને આધારે ટીમે રેકી કર્યા બાદ તેની તાત્કાલિક ધરપકડ કરી હતી.

26 સપ્ટેમ્બરના રોજ તેના નેટવર્કનો ખુલાસો થયો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે 26 સપ્ટેમ્બરના રોજ યુપી એટીએસએ અલ કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) અને ન્યૂ-જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB) મોડ્યુલના લુકમાનની ધરપકડ કરી હતી. આ સાથે આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ થયો હતો.જેને લઇને તેની હરકતો અને કૃત્ય ઉપર સતત નજર રાખવામાં આવી હતી.અને ત્યારબાદ તે લખનવમાં સ્પોટ કરવામાં આવ્યો હતો.

ATS તેની સતત શોધી રહી હતી
ઉલ્લખનીય છે કે ATSએ લુકમાન સાથે જોડાયેલા અન્ય 10 લોકોની ધરપકડ કરી હતી અને પૂછપરછ દરમિયાન અઝહરુદ્દીનનું નામ પણ સામે આવ્યું હતું. અને ત્યારબાદ એટીએસની ટીમ સતત તેને શોધી રહી હતી. તેથી જ તે લખનવમાં છુપાયો હોવાની માહિતી મળી હતી. પોલીસે પહેલા તેની રેકી કરી હતી અને ત્યારબાદ માહિતીની ચોકસાઈ કરીને ટીમે તેને ઝડપી લીધો હતો.

ભારતમાં શરિયા કાયદો લાગુ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો
આતંકવાદીની મોડેસ ઓપરેંટી પણ એટીએસને જાણવા મળી હતી.તે ભારતમાં શરિયા કાયદો લાગુ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો તેવું રિપોર્ટમાં સામે આવ્યું હતું. વધુમાં તેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે શંકાસ્પદ આતંકવાદી અઝહરુદ્દીન જેહાદ ફેલાવવાના નામે યુવાનોને વીડિયો અને અન્ય સામગ્રી આપતો હતો. અઝહરુદ્દીન અને તેના માર્ગદર્શક લુકમાનનું નેટવર્ક ભારતમાં શરિયા કાયદો લાગુ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતુ હોવાના પણ ચોંકાવનારા ખુલાસાઓ કરવામાં આવી રહ્યા છે.

સૈયદ કાઝી અરશદ નવેમ્બરમાં પકડાયો હતો
આથી અગાઉ નવેમ્બરમાં યુપી એટીએસએ પચાસ હજારના ઈનામ સાથે સૈયદ કાઝી અરશદ નામના એક બદમાશની ધરપકડ કરી હતી. ATS તેને ગેરકાયદેસર હથિયારોની તસ્કરીના કેસમાં શોધી રહી હતી. 28 ઓક્ટોબરે તેના સાથી આફતાબ આલમ મૈનુદ્દીન શેખ સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકો પાસેથી મોટી માત્રામાં ગેરકાયદેસર હથિયાર અને જીવતા કારતુસ મળી આવ્યા હતા. સૈયદ કાઝી અરશદ ગેરકાયદેસર હથિયાર અને કારતુસના ઉત્પાદન અને દાણચોરીમાં સામેલ હતો. એટીએસ દ્વારા ઓક્ટોબરમાં કરાયેલી કાર્યવાહીમાં આરોપીઓ પકડાઈ શક્યા નથી. આ પછી ફરાર સૈયદ કાઝી અરશદ પર પચાસ હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top