લખનૌ : અલ્હાબાદ હાઈકોર્ટની (Allahabad High Court) લખનૌ (Lucknow) બેંચમાં દાખલ કરાયેલી અરજીમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ને આગ્રામાં તાજમહેલની (Tajmahal) અંદર 20 ઓરડાઓ ખોલવા માટે નિર્દેશોની (directions) માંગ કરવામાં આવી છે જેથી તે ખાતરી કરી શકાય કે ત્યાં હિંદુ મૂર્તિઓ અને શિલાલેખો છુપાયેલા છે કે કેમ. જો કે તાજમહલના ઇતિહાસથી બધા જ વાકેફ છે.
ડૉ. રજનીશ સિંહે અરજી દાખલ કરી
ભારતીય જનતા પાર્ટી (BJP) અયોધ્યા જિલ્લાના મીડિયા પ્રભારી ડૉ. રજનીશ સિંહે અરજી દાખલ કરી છે જેની સુનાવણી હજુ બાકી છે. કોર્ટમાં અરજદારનું પ્રતિનિધિત્વ એડવોકેટ રુદ્ર વિક્રમ સિંહ કરી રહ્યા છે. ડૉ રજનીશ સિંહે કહ્યું કે તાજમહેલ સાથે જોડાયેલો જૂનો વિવાદ છે. તાજમહેલના લગભગ 20 રૂમને તાળાં છે અને કોઈને અંદર જવાની પરવાનગી નથી. એવું માનવામાં આવે છે કે આ રૂમોમાં હિંદુ દેવતાઓ અને શાસ્ત્રોની મૂર્તિઓ છે. તેમણે વધુમાં જણાવ્યુ કે મેં હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે જેમાં ASI ને તથ્યોની ખાતરી કરવા માટે આ રૂમો ખોલવાના નિર્દેશોની માંગ કરવામાં આવી છે. આ રૂમો ખોલવામાં અને તમામ વિવાદોને દૂર કરવામાં આ રૂમોને કોઈ નુકસાન નથી.
એક સમિતિની રચના કરવા માટે નિર્દેશોની માંગ
મળતી માહિતી મુજબ અરજીમાં કોર્ટ પાસેથી રાજ્ય સરકારને એક સમિતિની રચના કરવા માટે નિર્દેશોની માંગ કરી છે જે આ રૂમોની તપાસ કરશે અને ત્યાં હિંદુ મૂર્તિઓ અથવા ધર્મગ્રંથો સાથે સંબંધિત કોઈપણ પુરાવા શોધી શકશે. રજનીશ સિંહે કહ્યું કે તેઓ 2020 થી માહિતી અધિકાર અધિનિયમ (RTI) દ્વારા તાજમહેલના 20 લૉક રૂમ વિશે હકીકતો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. સિંહે 2020 માં કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયમાં રૂમ વિશે માહિતી મેળવવા માટે RTI દાખલ કરી હતી.
2020માં RTI દાખલ કરી હતી
આ મામલે અરજી દાખલ કરવા પર તેમણે કહ્યુુ કે 2020 થી, હું તાજમહેલના બંધ ઓરડાઓ વિશે તથ્યો શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું. મેં આરટીઆઈ દાખલ કરી હતી. આરટીઆઈનો જવાબ આપતાં, કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે કેન્દ્રીય માહિતી આયોગ (દિલ્હીમાં)ને જાણ કરી હતી કે સુરક્ષાના કારણોસર આ રૂમોને તાળાં મારી દેવામાં આવ્યા હતા. તેમજ આ રૂમ વિશે કોઈ વિગત આપવામાં આવી નથી. સિંહે કહ્યું કે RTI માં, મેં તાળાબંધ રૂમ (તેની અંદર શું છે) અને તેને ખોલવા માટેના નિર્દેશો વિશે વિગતો માંગી હતી. જ્યારે મારા બધા પ્રયત્નો નિષ્ફળ ગયા, ત્યારે મેં લખનૌ હાઈકોર્ટનો સંપર્ક કર્યો અને સરકારને આ રૂમો ખોલવા અને હિંદુ દેવતાઓ અને ધર્મગ્રંથો તેમની અંદર છે કે કેમ તે શોધવા માટે એક ફેક્ટ-ફાઇન્ડિંગ કમિટીની રચના કરવા નિર્દેશ માંગ્યો.
નોંધનીય છે કે ઘણા જમણેરી સંગઠનો દાવો કરે છે કે તાજમહેલ તેજો મહાલય, એક હિંદુ મંદિર છે.