વડોદરા: 2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ શહેરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પાલિકા દ્વારા ૧૫૩મી ગાંધી જયંતી નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે આવેલ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં પાલિકાના પદાધિકારીઓ, નગરસેવકો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે ગાંધી જયંતી છે. આખા ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતી નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાંધી જયંતિ ઉજવવાનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
શહેરના જ્યુબેલીબાગ પાસે આવેલ ગાંધીનગર ગૃહ ખાતે આવેલ ગાંધીબાપુ ની પ્રતિમાને પાલિકાના પદાધિકારીઓ દ્વારા પુષ્પાંજલિ કરવામાં આવી હતી. આ પ્રસંગે વડોદરા ના પ્રથમ નાગરિક મેયર કેયુર રોકડિયા, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, ભાજપ શહેર પ્રમુખ ડો. વિજય શાહ, શિક્ષણ સમિતિના ચેરમેન સાથે નગર સેવકો ઉપસ્થિત અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગાંધીબાપુ ની પ્રતિમાને પુષ્પાંજલિ નો કાર્યક્રમ યોજાયો હતો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે જન્મ જયંતી નિમિત્તે પાલિકા દ્વારા પુષ્પાંજલિ અને પાલિકાએ ખરીદેલા નવા વાહનોનું લોકાર્પણ યોજાયો હતો.
શહેર કોંગ્રેસ દ્વારા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ
2 ઓક્ટોબર ૧૫૩મી ગાંધી જયંતીએ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે આવેલ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતી નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે આવેલ ગાંધીબાપુ ની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી હતી આ પ્રસંગે કોંગ્રેસના નેતા ગણ, વિપક્ષી નેતા સાથે સ્થાનિક નગર સેવકો એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી હતી.