Charchapatra

અસ્પૃશ્યતા: આવું કયાં સુધી ચાલશે?

ભારતરત્ન, બંધારણના ઘડવૈયા પ્રથમ કાયદા મંત્રી ડો. બાબાસાહેબ આંબેડકરે બંધારણમાં તમામને સમાન હક્ક આપ્યા છે તે પછી દાયકાઓ પછી દલિતોને શેરીમાં ચપ્પલ, ફેંટો, પહેરવાની આજે પણ મનાઈ છે ત્યારે તિરુપુર જિલ્લાના મદથુકુલમ તાલુકાના રાજાવુર ગામની કમ્બલા નાઈકન સ્ટ્રીટ પર કહેવાતા ઉચ્ચ જાતિના અલિખિત નિયમને તોડીને તાજેતરમાં 60 સાંઠ જેટલા દલિતો ચપ્પલ સાથે ચાલવાના સમાચાર મળ્યા છે. આઝાદીના આટઆટલાં વહાણાં વાયા પછી પણ લોકોની કેવી નબળી માનસિકતા અરુન્થા થિયાર સમુદાયના સભ્યોને શેરીમાં ચાલવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને જાતિના લોકોને ચાલ્યા તો જાનથી મારી નાંખવાની ધમકીઓ મળતી હતી.

તેઓ દાયકાઓથી દમન હેઠળ જીવતા હતા. તેઓએ દલિત સંગંઠનોના ધ્યાન પર આ વાત લાવતા તામિલનાડુ અસ્પૃશ્યતા નાબૂદી મોરચાના આગેવાનોએ ગામમાં જઇ ગલીઓમાંથી ચપ્પલ પહેરીને પસાર થવાનું નક્કી કરી શેરીમાં ચાલ્યા. રાજા કલિયમ્માની મંદિરમાં પ્રવેશવાનો પ્રતિબંધ જ 300 મીટર લાંબી શેરીના 60 રહેવાસીઓ નાઈકર અનુ.જાતિ)ના છે. આજે પણ દ.ગુજરાતમાં નહિવત એસ.સી. કર્મીને ભાડે ઘર પણ મળતા નથી. સૌરાષ્ટ્રમાં આભડછેટની પ્રથા જોવા મળે છે.સરકારમાં બેઠેલા મોભીઓ અને ન્યાય તંત્રના સાહેબો જયાં પણ અસ્પૃશ્યતા ને પળાતી હોય ત્યાંથી દૂર કરી દાખલો બેસાડે.
સુરત     – ભગુભાઈ પ્રે. સોલંકી-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

બેંકલોન
આપણે  ધંધા માટે કે મકાન ખરીદવા માટે કે અન્ય હેતુ માટે  કયારેક લોન લેવી પડે છે લોન  લીધા પછી લોન લેનારે પ્રથમ તો સમયસર હપ્તા ભરી શકીશું કે નહીં તેની પહેલાં ગણતરી કરવી જોઈએ કારણ કે દરેક ધંધામાં સ્પર્ધાત્મક  સ્થિતિ વધતી જાય છે અને નફાનું માર્જિન ઘટતું જાય છે ત્યારે જો  આપણી આવક હપ્તા ભરવા પૂરતી ન હોય અને આપણાથી લોન  ન ભરાતી હોય તો તેવી સ્થિતિમાં આવી જઇએ તો પછી તાકીદે કોઈ પણ વસ્તુ વેચીને પણ બેંકની લોન ભરપાઈ કરી દેવી જોઈએ. નહીં તો બેંકની લોનનું ચક્રવૃદ્ધિ વ્યાજ લોન લેનારને બરબાદ કરી નાખે છે એવા કેટલાય કિસ્સા જોવા વાંચવામાં આવે છે.

અમુક સમયમર્યાદા પછી બેંક લોન વસુલ કરવા  મોર્ગેજ આપેલી મિલ્કતનો કાયદેસર કબ્જો લઇ હરાજી કરી પોતાના ધિરાણ આપેલી રકમની વસુલાત કરે જ છે ત્યારે  લોન લેનાર મકાન વગરના થઇ જતાં ભાડે રહેવા જવું પડે છે. લોન લેનાર  કોઈ પણ વ્યક્તિએ પોતે જે મકાનમાં રહેતો હોય બને ત્યાં સુધી તે મકાન પર લોન લેવી ન જોઈએ અને જો અત્યંત જરૂરિયાત માટે લોન લીધી હોય તો પહેલું લક્ષ્ય લોન ભરવાનું જ રાખવું જોઈએ. જો લોન ના ભરી શકાય અને બેંક મિલકત ટાંચમાં લઈ હરાજી કરે ત્યારે લોન લેનારના પરિવારને ઘણું જ શોષવું પડે છે તેવા સમયે  કુટુંબનાં સભ્યોની હાલત સાવ કફોડી થઈ જતી હોય છે ત્યારે મકાનના ભાડા બાળકોના ભણતરની ફી અને ઘરખર્ચ કાઢવા  અત્યંત  મુશ્કેલ હોય છે. બને ત્યાં સુધી લોન લેવી જ ન જોઈએ તેમા જ આપણી અને આપણાં કુટુંબીજનોની સલામતી છે. 
સુરત     – વિજય તુઈવાલા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top