Charchapatra

ત્યાં સુધી માણસ અને માનસ બદલાય એવું લાગતું નથી

મોરબીમાં જે ઘટના ઘટી તે ઘૃણાસ્પદ છે. સૌ સદ્ગતના આત્મા અને પરિજનોની શાંતિ અર્થે પ્રાર્થના. આ દુર્ઘટના સાથે સંકળાયેલ વ્યક્તિઓ કે સંસ્થાને સજા થવી જ જોઈએ. પરંતુ મારી વ્યથા અલગ છે. જે વિડીયો નેશનલ TV પર નિહાળ્યો તે મુજબ બપોરના સમયે પુલ પરથી પસાર થઇ રહેલાં લોકો પૈકી કેટલાંક તરુણો પુલના કેબલ જોડે ચેનચાળા કરતા હતા. એ જ રીતે અન્ય વિડીયોમાં પુલ જયારે તૂટ્યો ત્યારે કેટલાંક લોકો, ખાસ કરીને એક શ્વેત શર્ટધારી યુવક, કેબલને પૂરા જોશથી હલાવી રહ્યા હતા. આ દેશની જનતામાં એક બાબત જોવા મળે છે. ભારતીયોને સુંદર ચીજો ગમતી નથી એવું પ્રતીત થયા વિના ન રહે. ગમે ત્યાં પાન કે વિમલની પિચકારી મારવી, સરકારી ઈમારતોને નુકસાન કરવું એ બધું આપણા DNAમાં છે.

હા, પરિવર્તન આવી રહ્યું છે પરંતુ તે અત્યંત ધીરું છે. આની તુલનાએ વિદેશોમાં માર્ગો, ટ્રાન્સપોર્ટેશન, ઈમારતો બધું જ ઊડીને આંખે  વળગે એવું આકર્ષક હોય. બારડોલીમાં વર્ષો પૂર્વે માર્ગ પર લાલ રંગની સૌલર લાઈટો લગાવી હતી. આ લાઈટોને તરુણોએ પથ્થરો મારી તોડી હતી. થોડા સમય પૂર્વે ટ્રેઇનમાં LCD અને ઈયર ફૌંસ લગાડ્યાં હતાં જે પ્રવાસીઓ ચોરી ગયાં હતાં. કડક કાર્યવાહી નહિ થાય ત્યાં સુધી માણસ અને માનસ બદલાય એવું લાગતું નથી.
બારડોલી              -વિરલ વ્યાસઆ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top