ગાંધીનગર: રાજ્યમાં માર્ચ (March) મહિનાની શરૂઆતમાં જાણે ઉનાળાનો (Summer) પ્રારંભ થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે, અને ગરમીમાં (Heat) ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. પરંતુ રાજ્યમાં આગામી બે દિવસમાં કમોસમી વરસાદ (Unseasonal rain) થવા હમાખાન ખાતાએ આગાહી કરી છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં તા. 4 અને 5 માર્ચના રોજ કમોસમી વરસાદ થવાની સંભવાના હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં છુટોછવાયો કમોસમી વરસાદ થઈ શકે છે. સાથે જ રાજ્યમાં આ વર્ષે ઉનાળો આકરો રહેવાની શકયતા છે. ગરમીનો પારો 50 ડિગ્રી નજીક પહોંવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.
- માર્ચ માસની શરૂઆતમાં જ ઉનાળો શરૂ થયાનો અહેસાસ
- રાજ્યમાં ગરમીનો પારો 41 ડિગ્રી સુધી પહોંચી જવાની સંભાવના
હવામાન ખાતાના સુત્રોના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ પૈકી 3 દિવસ વાતાવરણ સુકુ રહેવાની શકયતા છે. આગામી તા. 4 અને 5 માર્ચના રોજ રાજ્યના કચ્છ, અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ અને નવસારી વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના છે. સાઇકલોનિક સર્ક્યુલેશન રાજસ્થાન તરફ છે, જેના કારણે વાતાવણમાં પરિવર્તન આવશે અને ભેજના કારણે વરસાદ પણ થઈ શકે છે. ગુજરાતમાં ચાલુ વર્ષે કાળઝાળ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. દરમિયાન બે મહિનાના સમયગાળામાં તાપમાનમાં ચારથી છ ડિગ્રીનો વધારો થશે. જ્યારે જૂન મહિનામાં ગરમીમા વધારો થશે. માર્ચ મહિનામાં ગરમીનો પારો 41 ડિગ્રી સુધી જઈ શકે છે. આ વર્ષે ગુજરાતમાં ગરમીનો પારો 50 ડિગ્રીને આંબે તેવી પણ વકી છે.