કેન્દ્ર સરકાર 23 જુલાઇએ સામાન્ય પૂર્ણ બજેટ રજૂ કરવાની છે. આ પરિસ્થિતિનો લાભ લઇને ‘મોકો જોઇને ચોકો’ મારવાના હેતુથી એન.ડી.એ. સરકારને ટેકો આપનાર ચન્દ્રબાબુ નાયડુ અને નીતીશકુમારે પોતાનાં રાજ્યો આંધ્રપ્રદેશ અને બિહારના વિકાસ માટે 4.80 લાખ કરોડની માંગ સાથેનું સરકારને પકડાવી દીધું છે જે અયોગ્ય છે. ભાજપ પક્ષની બહુમતી નથી એટલે સાથી પક્ષોના બિનશરતી ટેકાની બાંહેધરીથી સરકાર અસ્તિત્વમાં આવી છે. જે સાથી પક્ષોનો નિર્ણય છે. 4.80 લાખ કરોડની માંગ વર્તમાન દેશની પરિસ્થિતિ અનુસાર બિલકુલ અયોગ્ય અને અસ્વીકાર્ય છે. બીજાં રાજ્યોને વિકાસ માટે શું લોનની જરૂર નથી? હવે ભાજપના સત્તાધીશોએ સિધ્ધાંત અને દેશના હિતમાં આવી અયોગ્ય માંગ માટે સમાધાન કરવું જોઇએ નહીં. હવે દેશની એકસોચાલીસ કરોડ જનતા જોઇ રહી છે કે ભાજપ શું નિર્ણય લે છે?
સુરત – રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
નાગપંચમીએ નાગ જ મરે છે
નાગપંચમીએ નાગની પૂજા પ્રકૃતિપૂજક દેશમાં ઝેરી જીવની પૂજા સાથે શ્રદ્ધા ભલે જોડાયેલી હોય, પરંતુ દર નાગપંચમી પછી દેશભરમાં પાંચ હજારથી વધુ સાપોનાં મૃત્યુ થાય છે. જેનાં કારણ નાગપંચમી અગાઉ સાપને દિવસો સુધી ભૂખ્યો-તરસ્યો રાખવામાં આવે છે. પછી આ દિને બહાર કાઢી લોકો આગળ દૂધ પીવડાવાય છે જે વધુ પડતો પીતાં જીરવી શકતો નથી અને મૃત્યુને શરણ થાય છે. ત્યારે આ વિજ્ઞાનયુગની અજ્ઞાન વાસ્તવિકતા દૂર કરવા બિચારા સાપોને કયા મહાદેવજીનું ગળું આશરો આપશે?
બામણિયા – મુકેશ બી. મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે