Business

અજાણ્યો મસાલો!

દોપહર કો ખાના ખાને કે ટાઈમ કો તુમ ચાય કા કામ બંધ કરતા હૈ ના ? આજ એક ઘંટા જ્યાદા બંધ કરના’ હવાલદાર શિંદેએ ચાનો ઘૂંટ લેતા કહ્યું. મેં એની સામે પ્રશ્ન સુચક નજરે જોયું. એણે કહ્યું ‘કામ હૈ…’ હું કંઈ જવાબ આપું એ પહેલા બાજુના કમ્પાઉન્ડમાં વડાપાંઉનો સ્ટોલ ચલાવતી રૂપા એક પ્લેટમાં થોડા વડાપાંઉ લઇ આવી અને શિંદેને આપતા બોલી ‘લો પોલીસ ભાઈ, તુમેરા દોસ્ત તો હવાર હાંજ ખાલી ચાય પીયાઇડા કરતા હૈ…યે વડાપાંઉ બી ચાખો કભી…’ શિંદે ખુશ થઇ ગયો. મેં રૂપાને કહ્યું ‘તમે શિંદેને ચા પીવડાવી કોઈ દિ?’

‘ઉ ચા વેચતી છે કે?’ ‘તો હું વડાપાંઉ વેચતો છું કે?’ ‘અરે બાજુમાં પોરી વડાપાંઉ બનાવે તે નથી ખબર? પણ ખવડાવાની દાનત હોય તો ને!’ ‘એમ તો બાજુમાં સોનીની દુકાન પણ છે તો? ઘરેણા લેઈ આપું દોસ્તારને?’ ‘ઓ ભાઈ- પ્રેમથી આપેલું વડુહો ઘરેણું જ કે’વાય…’ ‘પ્રેમ ક્યાંથી આવી ગયો આખી વાતમાં…!’ ‘કોઈ બી વાતમાં પે’લો પ્રેમ જ આવે પછી બીજી બધી વાત પૂંઠે જોડાય’ ‘યે તુમ લોગ બાત પ્રેમ કી કરતા હૈ ઔર ટોન ઝગડે કા?’ શિંદેએ ફિલોસોફી ડહોળી…’

‘અરે જવા દો ની પોલીસ ભાઈ-યે તુમેરા દોસ્ત કો કાણે પૈહે કા અક્કલ ની હૈ ને મોટી મોટી દલીલ કઈરા કરતા હૈ…’ બોલતા રૂપાએ વડાપાંઉની પ્લેટ શિંદે પાસેથી મારી તરફ ખસેડતા ઉમેર્યું ‘આ ખાઓ તો થોડી અક્કલ ચમકહે…’‘વડાપાંઉ ખાવાથી અક્કલ ચમકે!’ મારાથી હસી પડાયું. એ જોઈ રૂપા બોલી ‘એમાં દાંત હું કાઢવાના, મારા વડાપાંઉ ખાઈ જુઓ પછી કે’જો…’ ‘ખા કર દેખો –ટેસ્ટી હૈ…’ શિંદેએ પણ ટાપસી પૂરી.

મેં એક વડાપાંઉ ઉચકી બટકું લેતા કહ્યું ‘વો તો અપન ચાય હિ એસા ફર્સ્ટક્લાસ બનાતા હૈ કી ઉસકે સાથ પથ્થર ભી ખાયેગા તો ટેસ્ટી લગતા હૈ…’ ‘દેખો કૈસા નગુણા હૈ યે માણહ!’ રૂપાએ ચિઢાઈ જતાં શિંદેને કહ્યું ‘હારી વસ્તુ કા વખાણ કરનેકા બી ઇસકો જીવ પર આતા હૈ…’ રૂપાનું ભ્રષ્ટ સુરતી હિન્દી શિંદેને શું અને કેટલું સમજાયું એ તો એ જાણે પણ એ સ્મિત કરતાં બોલ્યો ‘ઉસકા છોડો ના –મૈ બોલાના ટેસ્ટી હૈ ફિર ઉગીચ કશાલા ધડપડતે!’

‘બરાબર બોલા, વખાણ તો મનમાં પોતે ઉગવા જો’યે!’ શિંદેએ કહેલા મરાઠી ‘ઉગીચ’ શબ્દનો ગુજરાતી અર્થ કરીને રૂપાએ ભરડ્યું. ઉગીચ એટલે નકામું એમ રૂપાને સમજાવવાની ધીરજ મારી પાસે નહોતી. મેં સ્મિત કરી રૂપાને કહ્યું ‘હા ભાઈ હા બહુ સ્વાદિષ્ટ વડા છે!’ રૂપા ખુશ થઇ ગઈ, તરત મેં ઉમેર્યું ‘ખાસ તો આ પાંઉ વખાણવા પડે…એવા નરમ અને તાજા છે કે ગમે તેવા વડા ભાવી જાય…’ મ્હો બગાડી રૂપાએ કહ્યું ‘રે’વા દો વખાણ, હમજાઈ ગીયું એ તો -ઉં કે’તી તી કે બપોરે જમવા હારુ રજા લેય તેમાં કલાકેક વધારજો આજે…’

શિંદેએ અને મેં એકબીજા સામે જોયું. પછી મેં પૂછ્યું ‘કંઈ કામ છે? આજે જ કરવું પડે એવું?’ ‘હં પેલી જીજ્ઞા વારી વાત…મેં કે’યુ ને તમે પાસ થેઈ ગીયા..’ ‘શું વાત છે એ?’ પોતાના સ્ટોલ તરફ જોતાં રૂપા ‘વડાના ઘરાક રાહ જોતાં છે – અમણા આવું…’ કહેતી ઝડપથી ચાલી ગઈ. ‘ચક્કર ક્યા હૈ રે?’ શિંદેએ મને શંકાસ્પદ નજરે જોતાં પૂછ્યું. ‘જીજ્ઞા બોલે તો વો ઉસ દિનવાલી છોકરી ના જો રાશનપાની લે કે તુમ્હારા ભેજફોડી કર રહી થી…’

મેં હામાં માથું ધુણાવતા શિંદેએ પૂછ્યું ‘તુમ લોગ ક્યા ખીચડી પકા રહેલા હૈ?’ ‘મુઝે ઉતના હિ પતા હૈ જીતના તુમ કો પતા હૈ શિંદે’ મેં નવા ગ્રાહકોને ચા આપતા કહ્યું ‘ઉસ દિન વો લડકી કો રૂપા ઇધર બિઠા કે ગઈ… ઉસને બહુત ઉલટા સીધા બકવાસ કિયા ઔર ફિર દુસરે દિન યે રૂપા મેરેકો બોલી કી મૈ પાસ હો ગયા… ક્યા બાત થી, કિસ મેં પાસ -અપન કો કુછ માલુમ નહિ-’ ‘મૈ તભી ચ તુમ કો બોલા થા કી તુમ સમ્હલ કે રહો વો લડકી કો કહીં મૈને દેખા હૈ ઉસકો હલકે મેં મત લો’

હું ઉકળતી ચા નીરખી રહ્યો. ચામાં કોઈ દિવસ મેં અજાણ્યા મસાલા નાખ્યા નથી. પણ મારા જીવનમાં અજાણ્યા મસાલા કોઈ નાખી રહ્યું હતું. અને મને ખબર નહોતી કે એ મસાલાઓ મારા જીવનને કેવું બનાવશે! ‘વૈસે તુમ્હારા ઔર રૂપા કા કુછ…?’ શિંદે એ જાણી જોઈ વાક્ય અધૂરું રાખી પ્રશ્ન તરતો મુક્યો. મેં શિંદેને કહ્યું ‘ક્યા કુછ? રૂપા કા અલગ સે એક કહાની હૈ –વો મુંબઈ અપને પ્રેમી કો ઢૂંઢને આઈ હૈ યે તો પતા હૈ ન?’

‘હં હં ઉસ પ્રેમીકા નામ રાજુ હૈ ના?’

‘હાં. તો? તુમ કો મેરે પર કોઈ શક હૈ ક્યા?’

‘તુમ પર નહિ, રૂપા પર શક હૈ…’

‘કૈસા શક?’

‘પક્કા શક’

‘અરે કૈસા બોલા તો ક્યા શક રે બાબા’

‘બોલેગા…વો ભી બોલેગા…થોડા ધીરજ રખો-’ થોડી વારે રૂપા પાછી આવી. ‘સચ મેં વડાપાંઉ બો’ત અચ્છા થા હં’ કહેતા શિંદે એ પૈસા આપવાનો વિવેક કર્યો પણ રૂપાએ કહ્યું ‘રે’ને દો…મૈ કંઈ તુમેરા મખ્ખીચૂસ દોસ્ત જેસી ની હૈ કી દો વડાપાંઉ કા બી પૈસા લેગી…’ ‘પૈસા તો મેં બી ક્યાં લીધાં!’ મેં પૂછ્યું. ‘મેં ની આઈપા એમ. લેવાનું તો તમારું બો મન ઉતુ…એક ચાના હો રૂપિયા કેથે હાંભર્યા કે વરી!’

હું કંઈ બોલું એ પહેલા શિંદેએ આગ્રહ કર્યો ‘ધંધે મેં એસા નહિ કરનેકા… દો વડાપાંઉ હોતા તો મૈ નહિ દેતા પર તુમને ચાર વડાપાંઉ દિયા થા…’ ‘તો બે માણહ કો ચાર દિયા તો એક એક કો દો વડાપાંઉ હુઆ ને?’ શિંદે આ ગણિતમાં ગૂંચવાયો. મેં કહ્યું ‘બે હોય કે ચાર-ધંધો લઈને બેસીએ તો કામ હિસાબથી કરવાનું’ ‘બો હારુ, પણ ઉ કંઈ ચાના હો રૂપિયા આપવાની નથી –તેનાથી બી વધારે કિમતની વાત આપું –જીજ્ઞા તે દા’ડે તમારી હાથે જીભાજોડી બો કરતી ઉતી તે હું કામ ખબર? ‘ના, એ મારી ફીરકી એવી રીતે લેતી હતી જેવી રીતે-’

‘હાહરે જાય ત્યારે પોતાના જીજાજીની ફીરકી તેની હારી લોક લે’ય તેવી રીતે?’ હું આગળ બોલું એ પહેલા રૂપાએ તૂટેલો દાંત દેખાડતાં સ્મિત સાથે વાક્ય પૂરું કર્યું. અને જે રીતે એણે વાક્ય પૂરું કર્યું એ પણ એક ગુગલી દડો ફેંકવા જેવું જ હતું. આ દડો પણ ડક કરવામાં મને શાણપણ લાગ્યું. મેં સહજતાથી કહ્યું ‘ના, નાનું બાળક જીદે ચઢી કામમાં ખલેલ પાડ્યા કરે એ રીતે…એટલે તો બેબી સીટિંગના મેં સો રૂપિયા માંગેલા.’

‘એમ હમજો કે તમને તમારા હો રૂપિયા મલી ગીયા…જીજ્ઞા તમારી પરીક્ષા લેતી ઉતી…’ ‘કેવી પરીક્ષા?’ ‘આ મુંબઈમાં મોટા ઘરના અમીર બૈરા ભેગા થાય ને બેઠક જમાવે –હું કે’ય તીને કટ્ટી…’ ‘કિટીપાર્ટી…’‘હં.. કિટીપાર્ટી…તેવી પાર્ટીમાં જીજ્ઞા નાસ્તો સપ્લાય કરવાનું કામ કરતી છે. એ બીરા લોકોને કોઈ હારો ચા વારો જોઈતો છે…જે બે કલાક એ લોકો ની નજીક રોકાય ને કે’ય ત્યારે ગરમ ચા બનાવીને આપે… પૈહા હો હારા મલે એવી પાર્ટીમાં…’‘તો! મારી ચાની પરીક્ષા લેવા એ જીજ્ઞા આવેલી?’

‘નહી રે નહી –ચાના વખાણ તો મેં કરેલા-એ તો તમારી, ચાવારાની પરીક્ષા લેવા આવેલી…’ મેં અને શિંદેએ મુંઝાઈને એક બીજા સામે જોયું. રૂપા આગળ બોલી ‘તાં તો બધાં બૈરા બૈરા જ ઓય… ને મરદ લોકો કેવા ઓય તે તો તમે જાણેને? બાઈ માણહ ને જોય એટલે મારા હારા દાણા લાખવા માંડે… કબૂતરને દાણા લાખતા ઓય એમ… કિટીપાર્ટીમાં એવા ઢીલી કાછડીના માણહ ની ચાલે ને!’ મેં પરસેવો લૂછ્યો. તે દિવસે જીજ્ઞા મારા કેરેક્ટરની પરીક્ષા લઇ રહી હતી!મેં કહ્યું ‘તમે અને જીજ્ઞા આટલું બધું વિચારીને મને બે પૈસા મળે એ માટે આવું કામ લઇ આવ્યાં એ બદ્દલ ખુબ ખુબ આભાર પણ હું મારો બાંકડો છોડી આમ બહાર સર્વિસ નથી આપતો….’ ‘એવું? એ કામ હારુ તમને આજે મલવા લેઈ જવાની ઉતી…ચાલો તો કંઈ વાંધો ની –જીજ્ઞાને કે’વા કોઈ બીજો ચા વારો હોધી કાઢ…’ કહી રૂપા ચાલી ગઈ.

મુંઝાઈ રહેલા શિંદેને મેં વાત સમજાવી ત્યારે એણે માથુ ધુણાવી કહ્યું ‘નહિ, યે રૂપા તુમ કો શેંડી લગા કે ગઈ. યે બાત ઇતના સિમ્પલ નહી હૈ.’ મને નવાઈ લાગી. શિંદેએ પૂછ્યું ‘તુમ ને મના કિયા ઔર વો તુરંત માન ગઈ યે બાત સોચો? ઇતના વો દોનોને તુમ્હારા દિમાગ કા દહીં કિયા ઔર તમને એક લાઈન મેં મના કિયા ઔર સુન કર વો ઓકે બોલ કે ચલી ગઈ?’ મને પણ આ વાત વિચિત્ર લાગી. મેં પૂછ્યું ‘મતલબ વો જીજ્ઞા મેરી પરીક્ષા નહી લે રહી થી?’ ‘પરીક્ષા લીયા હોગા- વો માનતા હું પર કિટીપાર્ટી કે લિયે નહિ…. રાજુ – કોઈ બડા લોચા હોયગા એસા લગ રહા હૈ, ચલ અબ…મૈને બોલા થા ના-અપન કો જાનેકા હૈ…’‘કિધર?’ ‘યે રૂપા કે પ્રેમી સે મિલને…’ હું ચમકીને શિંદેને જોઈ રહ્યો…

Most Popular

To Top