ટાઉનટોક, દર મંગળવારે પ્રગટ થતી ‘આસપાસ’ ગુ.મિત્રની પૂર્તિ અદભુત માહિતી પીરસે છે. સામાન્યત: આમજનતા જ્યાં પહોંચી કે જઈ નથી શકતી તેવાં અજાણ્યા અંતરિયાળ ગામોની ઓળખ પરિચય, ખામી, ખૂબી, સચિત્ર એમાં પ્રસ્તુત થાય છે. હાલના અને ભૂતકાળમાં જેમણે વિકાસકામોમાં ફાળો આપ્યો છે એવાં કાર્યકરોનો પરિચય સુધ્ધાં પ્રસ્તુત કરવામાં આવે છે. હાલ સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી જેવા જિલ્લાઓના આદિવાસી વિસ્તારની માહિતી બોલી, રહેણીકરણી, સરળ સાદી ભાષામાં રજૂ થાય છે.
સિધ્ધિ અને ગામની સમસ્યા આબેહુબ શબ્દો થકી જાણવા વાંચવા મળે. તા. 26 નવેમ્બરની પૂર્તિમાં જેનું નામ પણ સાંભળ્યું નથી, જાણ્યું નથી એવા ‘ભીંતખૂર્દ’ગામનો પરિચય કરાવ્યો. વળી આ પૂર્તિમાં સુરત, ભરૂચ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાઓનાં ઊંડાં ગામડાંઓનો પણ પરિચય ભૂતકાળમાં મળ્યો છે, ભવિષ્યમાં મળતો રહેશે.
સુરત – કુમુદભાઈ બક્ષી આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ડી.જે. :અનિવાર્ય દૂષણ
વાજિંત્રો વગર, ઉત્સવ ફિક્કા લાગે,!પરંતુ કંઈક સુરતાલ કેટલા ને.! આજકાલ લગ્ન હોય, રેલી હોય , ઉત્સવ કોઈ પણ હોય, ખાનગી, ધાર્મિક કે રાષ્ટ્રીય કાર્યક્રમ ડી.જે. વગર તો, ચાલે જ નહીં,અને ડીજે છે જ એવું વાગવા લાગે એટલે નાચગાનના શોખીનના પગ તો થનગનાટ કરવા જ લાગે. ગામડામાં પૂર્વ પટ્ટીમાં સુરત તાપી નર્મદા ડાંગ વલસાડમાં ધૂમ મચાવે છે ,’એ આ ડી જે અને કેટલાક બેન્ડ તો ટ્રાઈબલ ઝોનમાં એટલું લોકપ્રિય છે કે એ જ્યાં હોય ત્યાં ઓછામાં ઓછા પાંચ હજાર માણસો તો નાચે જ. આ ડીજે પર નાચવા લોકો પચાસ ને સો કી.મી . સુધી નાચવા જાય. આવો ક્રેઝ જોઈને તો લાગે શાસ્ત્રીયતાનો જમાનો અસ્ત કરશે કે શું . . .?!
ડીજે વાગે એટલે શર્ટના બટન હલે, મકાનોનાં બારીબારણાં ધ્રૂજે, માતાજી આવ્યાં હોય એમ નબળા હ્રદયનાં માણસો, નાનાં બાળકો, બીમાર, વૃધ્ધ લોકોએ તો એનાથી કેમ બચવું? આ ગભરુ પારેવાંઓ /કબૂતરો, પક્ષીઓ જ જુઓ ને, બિચારા, ક્યાં જાય! પણ આધુનિકતાની ઓથે આ દૂષણ હવે દિવસે ને દિવસે વધતું જાય છે ને અનિવાર્ય થતું જાય છે. નવો ઘોંઘાટિયા કલ્ચર યુગનો ઉદય થઈ રહ્યો છે, પણ શું થાય, સાંભળ્યે જ છૂટકો.
સુરત -મુકેશ બી. મહેતા આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.