E20 (20% ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલ)નો ઝડપી રોલઆઉટ વાહન માલિકોમાં ખાસ કરીને BS4 અને BS6 મોડેલ ધરાવતા વાહનોમાં ગંભીર ચિંતાઓ ઉભી કરી રહ્યો છે. આ વાહનો ઉચ્ચ ઇથેનોલ સામગ્રી માટે ડિઝાઇન કરવામાં આવ્યા ન હતા, અને E20 નો ઉપયોગ એન્જિનને નુકસાન, કાર્યક્ષમતામાં ઘટાડો અને ઉચ્ચ સમારકામ ખર્ચમાં પરિણમી શકે છે. E20 માટે વાહનને અનુકૂલિત કરવા માટે ECU રીકેલિબ્રેશન, નવી ઇંધણ લાઇન, ઇન્જેક્ટર, ટાંકી અને એન્જિન ટ્યુનિંગ જેવા મોંઘા અપગ્રેડની જરૂર પડી શકે છે. આ ફેરફારો હજારો રૂપિયામાં ખર્ચ કરી શકે છે.
પંપ પર ઇથેનોલનું પ્રમાણ જાહેર કરતા નથી, અને સેવા કેન્દ્રો પાસે E20 સાથે વાહનની સુસંગતતા તપાસવા માટે માહિતીનો અભાવ છે. ગ્રાહકો કયા ઇંધણનો ઉપયોગ કરી રહ્યા છે અને તેમના વાહનો સુરક્ષિત છે કે કેમ તે અંગે અંધારામાં રહે છે. જેમણે 2017 અને 2021 વચ્ચે વાહનો ખરીદ્યા હતા, જેની કિંમત ₹4.5 થી ₹14 લાખ વચ્ચે હતી. ઘણા લોકો હજુ પણ EMI ચૂકવી રહ્યા છે, અને ચેતવણી કે સહાય વિના આ અચાનક નીતિ પરિવર્તન નાણાકીય તણાવ અને અનિશ્ચિતતામાં વધારો કરી રહ્યું છે. જો યોગ્ય આયોજન વિના અમલમાં મૂકવામાં આવે, તો ભારતની ઇથેનોલ ઇંધણ નીતિ પર્યાવરણને લાભ આપવાને બદલે ગ્રાહકો પર બોજ પાડી શકે છે.
સુરત – લીનેશ શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
બળાત્કારની સજા
હાલમાં જ બાબુભાઈ નાઈનું ચર્ચાપત્ર વાંચ્યુ એમની વેદના સ-સ્થાને છે પરંતુ હવે તો સ્ત્રીઓ બાળકો પર બળાત્કાર કરવા લાગી છે. 14થી 16 વર્ષના છોકરાને ભગાડી જઈ એમની પાસે દુષ્કર્મ કરાવે! જે અચરજ પમાડે તેવુ છે. આમાં નિર્દોષ નાના બાળકોની જિંદગી બરબાદ થાય છે. મિત્ર તમે સૂચવેલ ખસીકરણની શિક્ષાથી તો આવી વ્યક્તિ નિર્ભય બની જાય છે. તે જ રીતે જે સ્ત્રી દોષિત છે તે પણ નિર્ભય બની જાય છે. આવા દોષિતને નપુંસકમાં જ ફેરવી નાખવાની સજા થવી જોઈએ જેઓ પુરુષ હોય કે સ્ત્રી હોય તેમને આખી જિંદગી સમાજથી વંચિત રહે અને અન્ય આવા દુષ્કર્મ કરતા ગભરાય.
સુરત -બળવંત ટેલર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.