વર્જિનિયા: અમેરિકામાં (America) ફરી એકવાર આડેધડ ફાયરિંગના ઘટના સામે આવી છે. અહીંની વર્જિનિયા યુનિવર્સિટીમાં (University of Virginia) મંગળવારે સાંજે આયોજિત વાર્ષિક પદવીદાન સમારોહ (Annual graduation ceremony) લોહીથી ખરડાઈ ગયો હતો. પદવીદાન કાર્યક્રમ શરૂ થયો ત્યારે જ કેટલાંક અજાણ્યા હુમલાખોરો દ્વારા આડેધડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં કુલ 7 લોકો ઘવાયા હતા. તે પૈકી 2ના મોત થયા છે. હુમલાખોરોમાં એક 19 વર્ષનો યુવક હોવાની વિગતો સામે આવી છે. હાલ પોલીસે આ કેસમાં બે હુમલાખોરોની ધરપકડ કરી છે. બીજી તરફ યુનિવર્સિટીમાં ફાયરીંગના પગલે વિદ્યાર્થી, વાલીઓ ગભરાઈ ગયા હતા અને અફરાતફરી મચી ગઈ હતી.
અમેરિકામાં થયેલા ગોળીબારનો કુલ 7 લોકો ભોગ બન્યા હતા. જેમાં બે લોકોના મોત થયા જ્યારે અન્ય 5 લોકો ઘાયલ થયા હતા. જેમને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ગોળીબારમાં એક 19 વર્ષીય અને 36 વર્ષીય યુવકનું મોત પણ નિપજ્યું છે. આ યુવકો બહારથી કાર્યક્રમ જોવા માટે આવ્યા હતા. આ મામલે પોલીસે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યુ હતું કે આ ગોળીબાર પાછળનું કોઈ ચોક્સ કારણ જાણી શકાયું નથી. આરોપી હાલ કસ્ટડિમાં છે.
ધરપકડ કરેલ આરોપી ઘયાલ લોકોમાંથી એક વ્યક્તિને ઓળખતો હતો
પોલીસે અમે પણ કહ્યું હતું કે ધરપકડ કરેલ આરોપી ઘાયલ થયેલા પાંચ લોકોમાંથી એક ને ઓળખે છે તેવુ જાણવા મળ્યુ છે. જો કે વધુ માહિતી પુછપરછ કર્યા પછી જણાવવામાં આવશે. એવું પોલીસ દ્વારા કહેવાં આવ્યું હતું. વર્જિનિયા યુનિવર્સિટી રિચમંડ વિસ્તારમાં આવેલી જ્યાના મેયર લેવર એમ સ્ટોનીએે જણાવ્યું હતું કે ઘટના બનતા પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. હાલ તેમણે લોકોને ત્યાં ના જવાની સલાહ પણ આપી હતી.
આ વર્ષ અમેરિકામાં 200થી પણ વધુ સામુહિક ગોળીબાર
તમને જણાવી દઈએ કે એક રિપોર્ટ અનુસાર આ વર્ષ અમેરિકામાં 200થી પણ વધુ સામુહિક ગોળીબાર થયા છે. જેમાં છેલ્લા બે દાયકાથી સાડા ત્રણ અઠવાડિયાથી આવો એક કિસ્સો સામે આવે છે. આ પહેલા અમેરિકામાં અનેક બનાવો બન્યા છે. અમેરિકામાં 2006માં 556થી વધુ ગોળીબારના કેસ નોંધાયા હતા. જેમાં લગભગ 2892 જેટલા લોકો એ જીવ ગુમાવ્યા હતા.
