Columns

અનોખો પ્રેમ

વર્ષો પહેલા ગુજરાતી યુવતી અને કેરેલાના મલયાલમભાષી યુવાને લગ્ન કર્યા. બધાએ કહ્યું કે આ લગ્ન સફળ નહીં થાય પણ તેમના લગ્નને એક નહીં  બે નહીં પણ ચાલીસ વર્ષ વીતી ગયા. તેમના લગ્નની સફળતાનું કારણ હતું …પ્રેમ માત્ર પ્રેમ…  પ્રેમ ભર્યા દિવસો પસાર થતા હતા અને અચાનક એકસીડન્ટમાં ગુજરાતી પત્નીનું મૃત્યુ થયું. પતિ એકલા યાદોના સહારે જીવવા લાગ્યા. રોજ સાંજે તેમના ઘરેથી ગરબાનો અવાજ આવે એક દિવસ પડોશમાં રહેતી ૧૯ વર્ષની યુવતીએ જઈને પૂછ્યું ‘અંકલ, તમે તો મલયાલમ બોલો છો ને?’ અંકલએ કહ્યું, ‘હા’ યુવતી બોલી,’તો પછી તમારા ઘરમાંથી રોજ સાંજે ગુજરાતી ગરબાઓ કેમ સંભળાય છે?’ અંકલ હસ્યા અને પોતાની પ્રિય પત્નીનો ફોટો દેખાડતા બોલ્યા,’ દીકરા આ મારી પત્ની છે હું તેને બહુ જ પ્રેમ કરું છું પણ હવે એક એક્સિડન્ટને કારણે તે મારો સાથ છોડી ગઈ છે.

તે ગુજરાતી હતી અને તેને ગરબા બહુ જ ગમતા હતા અને જ્યારે તે ઘરમાં કામ કરતી ત્યારે ગુજરાતી ગરબા વગાડતી, મને ત્યારે બહુ ગમતું નહિ કારણ કે મને તેમાં શબ્દો સમજાતા નહિ અને ગરબા રમવાની તો વાત જ દૂર.. હવે તેને ગમતા ગરબા વગાડું છું સાંભળું છું એટલે મને એમ લાગે છે કે તે મારી આસપાસ જ છે બસ આ રીતે હું તેનો સાથ અનુભવું છું એટલે હું રોજ ગરબા સાંભળું છું યુવતી અંકલની પ્રેમભરી વાત સાંભળી, આંખોમાં આંસુ સાથે અંકલને ભેટી પડી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top