surat : કોરોના ( corona) ની મહામારીમાં દરેક વ્યક્તિ પોતાની રીતે યોગદાન આપી રહ્યા છે. ત્યારે એક યુવકે તેમના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી શહેરના વરાછા-કતારગામના આઇસોલેશન સેન્ટર ( isolation centre) માં દર્દીને ઓક્સીજન મળી રહે તે માટે 5 લાખના 500 વૃક્ષના છોડ ખરીદીને દર્દીના બેડ પાસે એક વૃક્ષના છોડ ( plant) મૂકવાનું આયોજન કર્યુ હતું.
નાના વરાછા વિસ્તારમાં રહેતા સતિષ હીરાપરાએ તેમના જન્મદિવસે લોકોને મદદરૂપ થવા માટે અનોખો વિચાર કર્યો હતો. કોરોના સંક્રમણ કાળમાં વચ્ચે વર્તમાન સમયમાં સૌથી વધુ ઓક્સીજન ( oxygen) ની તાતી જરૂરિયાત છે. તેવા સમયે ઓક્સીજનના કુદરતી સ્ત્રોત એવા નાના નાના છોડ દર્દીની પાસે મૂકવામાં આવે તો તેમને ઘણી રાહત થઇ શકે છે. જેમાં શહેરના કતારગામ પાટીદાર સમાજ ટ્રસ્ટ આયોજીત આઇસોલેશન સેન્ટર તેમજ નાના વરાછા, યોગીચોક, ઉત્રાણ જેવા વિસ્તારોમાં આવેલા આઇસોલેશન સેન્ટરમાં સતિષે 5 લાખના કુલ 500 છોડ ખરીદીને કોરોનાગસ્ત દર્દીના બેડ પાસે મૂકવામાં આવ્યા હતાં. તેમના પરિવારના સભ્યો અને મિત્રો દ્વારા સવારથી જ આઇસોલેશન સેન્ટરમાં જઈને પ્લાન્ટેશન ( plantetion) મૂકવાનું કામ શરૂ કર્યું હતું. આમ યુવકે જન્મદિવસે કોરાનાગ્રસ્ત દર્દીને કુદરતી ઓક્સીજન આપવાનો પ્રયાસ કર્યો હત
ચેમ્બર ઓફ કોમર્સે કોરોનાના ( corona) દર્દીઓને સારવાર દરમિયાન મનમાં ખોટા વિચારો નહીં આવે એ માટે વ્યસ્ત રહેવા 3 હજાર પુસ્તકો આપવાનો નિર્ણય લીધો છે. ચેમ્બર દ્વારા સિવિલ ( civil) , સ્મીમેર ( smimer) અને વિવિધ આઈસોલેસન સેન્ટરમાં સારવાર લેતા કોરોનાના દર્દીઓ વાંચીને સમય પસાર કરી શકે એ માટે 3 હજાર પુસ્તકો ( 3 thousand books) વિનામૂલ્યે આપવાનું નક્કી કર્યું છે. આ પુસ્તકો અલગ અલગ પબ્લિકેશન દ્વારા ચેમ્બરને દાનમાં આપવામાં આવ્યાં છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, દર્દીઓની એકલતા દૂર કરવા સાથે તેઓને મોટીવેશન મળી રહે એ માટે પુસ્તકો આપવાનું નક્કી કરાયું છે. આ સાથે જ કપૂર, લવિંગ અને અજમામાંથી બનાવેલી 2 હજાર પોટલીઓનું પણ વિનામૂલ્યે વિતરણ કરાશે. આ અગાઉ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઓક્સિજન બેન્કની સ્થાપના કરવામાં આવી છે. જેમાંથી કોરોનાના દર્દીઓને વિનામૂલ્યે ઓક્સિજનની બોટલો આપવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 300 દર્દીને 300 ઓક્સિજનની બોટલો આપવામાં આવી છે.