ગયા રવિવારે લખમીપુરી ખેરીમાં ખેડૂતોને કાર (Lakhmipur Kheri Case) નીચે કચડી મારી નાંખવાના કેસમાં આખરે 6 દિવસ બાદ કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાનો પુત્ર આશિષ મિશ્રા (Central Minister Ajay Mishra Son Aashish Mishra) આજે યુપી પોલીસની ક્રાઈમ બ્રાન્ચમાં સવારે 10.38 કલાકે હાજર થયો હતો. પોલીસે તેને પોલીસે તેને CRPC ની કલમ 160 હેઠળ સમન્સ પાઠવ્યું હતું. એવું માનવામાં આવે છે કે જો પોલીસ આશિષના જવાબથી સંતુષ્ટ નહીં થાય તો તેની ધરપકડ પણ થઈ શકે છે. તેને જોતા લખીમપુર ખેરીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
અગાઉ, આશિષ મિશ્રાના વકીલ અવધેશ કુમારે કહ્યું હતું કે તેમના અસીલ શનિવારે પોલીસ સમક્ષ હાજર થશે. તેમણે કહ્યું કે અમે નોટિસનું સન્માન કરીશું અને તપાસમાં દરેક શક્ય રીતે સહકાર આપીશું. બીજી બાજુ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખીમપુર કેસમાં કોઈપણ દબાણ હેઠળ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાનો ઈન્કાર કર્યો છે. યુપીના CM યોગી આદિત્યનાથે કહ્યું છે કે તેમની સરકાર માત્ર આરોપોના આધારે કોઈની સામે કાર્યવાહી કરશે નહીં. મુખ્યમંત્રી કહે છે કે આ મામલે નક્કર પુરાવાઓના આધારે કાર્યવાહી કરવામાં આવશે.
ગયા રવિવારે તા. 3 ઓક્ટોબરના રોજ ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરીમાં ચાર ખેડૂતોની હત્યા કરવામાં આવી હતી, જ્યારે કેન્દ્રીય મંત્રીના પુત્રએ ખેડૂતો પર કથિત રીતે કાર દોડાવી હતી. આ પછી, ફાટી નીકળેલી હિંસામાં વધુ ચાર લોકોના મોત થયા હતા. ખેડૂતોએ FIRમાં આરોપ લગાવ્યો છે કે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાએ વિરોધ કરી રહેલા ખેડૂતોને ધક્કો મારીને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ચાર ખેડૂતોના મોત થયા છે.
FIR નોંધાયા બાદ ન તો આશિષ મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે અને ન તો પોલીસ તેમની પૂછપરછ કરી શકી છે. ગઈકાલે પોલીસે કેન્દ્રીય મંત્રીના ગૃહમંત્રીના પુત્રને પૂછપરછ માટે હાજર થવા માટે બીજો સમન્સ જારી કર્યો હતો. અગાઉ ગુરૂનારને પણ આવો જ સમન્સ જારી કરવામાં આવ્યો હતો પરંતુ શુક્રવારે આશિષ મિશ્રા પોલીસ સમક્ષ હાજર થઈ શક્યા ન હતા. ગુરુવારે પોલીસે આ કેસમાં બે લોકોની ધરપકડ કરી હતી. આશિષ મિશ્રા સહિત કુલ સાત લોકો આ કેસમાં આરોપી છે. હિંસામાં બે આરોપીઓના મોત થયા છે, જ્યારે એક અજાણ્યો છે.
આશિષ મિશ્રા પોતાની સાથે પોલીસ સ્ટેશનમાં ઈલેક્ટ્રોનિક પુરાવા લઈને પહોંચ્યો છે. આશિષ હાજર થતાં જ પોલીસે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. ઠેરઠેર બેરિકેડ્સ મુકી દેવામાં આવ્યા છે. પોલીસ જવાનોને તૈનાત કરી દેવાયા છે. ગમે ત્યારે આશિષ મિશ્રાની ધરપકડ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે ગયા રવિવારે લખમીપુર ખેરીમાં બનેલી હિંસક ઘટનામાં 4 ખેડૂત, એક પત્રકાર સહિત કુલ 8 લોકોના મોત થયા છે. આ ઘટનામાં ખેડૂતો દ્વારા દાખલ કરાયેલી ફરિયાદમાં આશિષ મિશ્રા પર આરોપ છે કે આશિષે કાર ચઢાવી ખેડૂતોને કચડી માર્યા હતા. જ્યારે અજય મિશ્રા ટેનીએ એવો દાવો કર્યો હતો કે આશિષ ઘટના સ્થળે હતો જ નહીં.