ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે સુરતમાં અમિત શાહની હાજરીમાં હિન્દી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- હિન્દી બોલવાને લઈને જે લઘુતાગ્રંથી છે તેને ઉખાડીને ફેંકી દેવાનો સમય આવ્યો છે. હિન્દી ભાષાને લઈને હાલની માનસિકતા અને ભવિષ્યમાં કઈ દિશામાં આ ભાષા નો વિકાસ થશે તેને લઈને વાત કરવામાં આવી હતી.
આજના યુવાનોમાં અંગ્રેજી ભાષાનું ચલણ વધ્યું: અમિત શાહ
હાલમાં શિક્ષણ જે પ્રકારે આગળ વધી રહ્યું છે. તેના કારણે આજના વાલીઓને પોતાના બાળકોનું ભવિષ્ય અંગ્રેજી માધ્યમમાં દેખાઈ રહ્યું છે. આજે દરેક ક્ષેત્રમાં અંગ્રેજી ભાષાને ખુબ પ્રાધાન્ય આપવામાં આવે છે. ખાસ કરીને યુવાનોમાં અંગ્રેજી ભાષાનું ચલણ વધ્યું છે. જેથી હિન્દી ભાષાને બોલવામાં લઘુતા ગ્રંથિઓ અનુભવે છે. આ માનસિકતા માંથી બહાર આવવું જરૂરી છે. સ્વ ભાષામાં બાળકોને અભ્યાસ કરવાથી તે વધુ સારી રીતે શીખી શકે છે. હિન્દી ભાષાને વધુમાં વધુ અગ્રિમતા આપવા માટે હિન્દી સાહિત્ય જગત સાથે જોડાયેલા વ્યક્તિઓએ પણ મોટું મન રાખવું જોઈએ. અન્ય સ્થાનિક ભાષાના શબ્દોને હિન્દી ભાષા ના શબ્દકોશમાં સ્થાન આપીને તેને વધુ સમૃદ્ધ કરવા માટે ખુલ્લા મનથી આવકારવું જોઈએ.
કંઠસ્થ 2.0 શબ્દકોશ લોન્ચ કરવામાં આવ્યો
કંઠસ્થ 2.0 ટૂલ આજે લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં હિન્દી ભાષાના શબ્દકોશ ને વધારવામાં આવ્યો છે. અલગ અલગ ભાષાઓના શબ્દોને આવરી લઈને શબ્દકોશ વિશાળ અને વ્યાપક કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તમામ ભાષાઓના બોલાતા કેટલાક શબ્દો ને હિન્દી ભાષામાં સ્થાન આપવામાં આવ્યું છે.