નવી દિલ્હી: વિન્ડફોલ ટેક્સ (Windfall Tax) એવી કંપનીઓ (companies) અથવા ઉદ્યોગો (industries) પર લાદવામાં આવે છે કે જે ચોક્કસ પ્રકારની પરિસ્થિતિમાં ઉંચો નફો (high profit) મેળવે છે. સરકાર વિન્ડફોલ ટેક્સને દર 15 દિવસે સમીક્ષા (review) કરી તેમાં સંશોધન (research) કરે છે. જુલાઈમાં લાગુ થયા બાદ 2 ઓગસ્ટ, 19 ઓગસ્ટ, 1 સપ્ટેમ્બર, 16 સપ્ટેમ્બર, 1 ઓક્ટોબર અને 16 ઓક્ટોબરે વિન્ડફોલ ટેક્સમાં આંશિક સુધારા કરવામાં આવ્યા હતા. એક વાર ફરી આ મુદ્દે સંશોધન કરી કેન્દ્ર સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઈલ (crude oil) પર વિન્ડફોલ ટેક્સ ઘટાડવાની જાહેરાત કરી છે. એક સત્તાવાર સૂચના અનુસાર, પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા સ્થાનિક ક્રૂડ ઓઈલના ઉત્પાદન પર વિન્ડફોલ ટેક્સ 11,000 રૂપિયા પ્રતિ ટનથી ઘટાડીને 9,500 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો છે. આ કપાત બુધવાર, 2 નવેમ્બર 2022 થી અમલમાં મુકાશે. સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડના વેચાણ પરનો વિન્ડફોલ ટેક્સ એવા સમયે ઘટાડવામાં આવ્યો છે જ્યારે વૈશ્વિક તેલના ભાવ બેરલ દીઠ 95 ડૉલરની નજીક છે.
ડીઝલ-જેટ ફ્યુઅલની નિકાસની કિંમતોમાં વધારો
ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ ઘટાડવાની સાથે કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય સ્તરે તેલની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને ડીઝલ અને એરક્રાફ્ટ ફ્યુઅલ (ATF) ની નિકાસ પર ડ્યુટી વધારવાની પણ જાહેરાત કરી છે. જ્યારે ડીઝલની નિકાસ પરનો ટેક્સ 12 રૂપિયાથી વધારીને 13 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યો છે, જ્યારે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ની નિકાસ પરની એક્સાઇઝ ડ્યૂટી 3.5 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 5 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે.
કેમ વસુલવામાં આવે છે વિન્ડફોલ ટેક્સ?
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ અને પેટ્રોલ, ડીઝલ, એટીએફ જેવા રિફાઈનરી ઉત્પાદનોની કિંમતો સમયાંતરે વધઘટ થતી રહે છે. જો વૈશ્વિક બજારમાં ડીઝલ, પેટ્રોલ અને એટીએફ વગેરેના ભાવ સ્થાનિક બજાર કરતા વધારે હોય, તો રિફાઈનરીઓ નિકાસ વધારવાનું શરૂ કરે છે, જેથી તેઓ વધુ નફો મેળવી શકે. આને રોકવા અને સ્થાનિક બજારમાં ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે, સરકાર વિન્ડફોલ પ્રોફિટ ટેક્સ લાદે છે. આ જ ગણતરી કાચા તેલના કિસ્સામાં પણ લાગુ પડે છે. બીજી તરફ, જ્યારે વૈશ્વિક બજારમાં તેમની કિંમતો ઘટે છે, ત્યારે કંપનીઓ પોતે જ નિકાસ ઘટાડવાનું શરૂ કરે છે. આવી સ્થિતિમાં, સરકાર વિન્ડફોલ ટેક્સ ઘટાડવા અથવા દૂર કરવાનો નિર્ણય લે છે.
જુલાઈમાં પ્રથમ વખત ટેક્સ લાદવામાં આવ્યો હતો
સરકારે સૌપ્રથમ 01 જુલાઈ, 2022 ના રોજ વિન્ડફોલ પ્રોફિટ ટેક્સ લાદવાનો નિર્ણય લીધો હતો. તે સમયે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ અને અન્ય પેટ્રોલિયમ પેદાશોના ભાવ ટોચ પર હતા. જો કે, ત્યારથી તેમની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ક્રૂડ ઓઈલ લગભગ 6 મહિનાના નીચલા સ્તર પર આવી ગયું છે. તે સમયે સરકારે પેટ્રોલ પર 6 રૂપિયા પ્રતિ લીટર, ATF પર 6 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લીટર અને ક્રૂડ ઓઈલ પર 23,250 રૂપિયા પ્રતિ ટનના દરે ટેક્સ લગાવ્યો હતો.
અગાઉ પણ લેવાયા છે મહત્વપૂણ નિર્ણયો
સરકારે 20 જુલાઈના રોજ વિન્ડફોલ પ્રોફિટ ટેક્સની પ્રથમ સમીક્ષા હાથ ધરી હતી. પ્રથમ સમીક્ષામાં પેટ્રોલની નિકાસ પરનો ટેક્સ હટાવી દેવામાં આવ્યો હતો. ડીઝલ અને એટીએફના કિસ્સામાં, ટેક્સ 2-02 રૂપિયા ઘટાડીને અનુક્રમે 11 રૂપિયા અને 4 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યો હતો. સ્થાનિક ક્રૂડ ઓઈલ પર પણ ટેક્સ ઘટાડીને 17,000 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો છે. ત્યારબાદ 2 ઓગસ્ટે બીજી સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં સરકારે ડીઝલ પરનો નિકાસ ટેક્સ ઘટાડીને 5 રૂપિયા પ્રતિ લિટર કરી દીધો હતો, જ્યારે ATF પરનો ટેક્સ હટાવી દીધો હતો. ક્રૂડ ઓઈલના કિસ્સામાં ટેક્સ વધારીને 17,750 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો હતો.