National

કેબિનેટે આયુષ્માન ભારત ડિજિટલ મિશનને મંજૂરી આપી, હવે જાતે હેલ્થ એકાઉન્ટ નંબર જનરેટ કરી શકાશે

નવી દિલ્હી: બુધવારે કેન્દ્રીય કેબિનેટે બેઠકમાં (Cabinet meeting) એક મહત્તવનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આયુષ્માન ભારત ડીજિટલ મિશનની (Ayushman Bharat Digital Mission) મંજૂરી આપવામાં આવી છે. પાંચ વર્ષ માટે મિશન હેઠળ રૂ. 1,600 કરોડની નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.

  • કેબિનેટે બેઠકમાં આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનને મંજૂરી
  • જાતે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ નંબર જનરેટ કરી શકાશે
  • આયુષ્માન ભારત ડિજિટલ મિશનનો પાયલોટ પ્રોજેક્ટ છ કેન્દ્રશાસિત પ્રદેશોમાં પૂર્ણ કરવામાં આવ્યો છે

માહિતી અનુસાર, આયુષ્માન ભારત ડિજિટલ મિશન દ્વારા ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળની સમાન અને સરળ પહોંચને મજબૂત બનાવવામાં આવશે. કહેવામાં આવ્યું છે કે આ અંતર્ગત દેશના લોકો પોતાનો આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ નંબર જનરેટ કરી શકશે. તેની સાથે ડિજિટલ હેલ્થ રેકોર્ડને લિંક કરી શકાય છે. આયુષ્માન ભારત ડિજિટલ મિશનનો પાયલોટ પ્રોજેક્ટ છ કેન્દ્રશાસિત પ્રદેશો લદ્દાખ, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી, દમણ દીવ, પુડુચેરી, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપમાં પૂર્ણ કરવામાં આવ્યો છે.

કેબિનેટે LIC IPOમાં 20% FDIને મંજૂરી આપી
સરકારે LIC IPOને લઈને આજે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટે દેશની સૌથી મોટી વીમા કંપની LICમાં ડિસઇન્વેસ્ટમેન્ટની સુવિધા માટે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) પોલિસીમાં ફેરફાર કર્યો છે. કેન્દ્રીય કેબિનેટે શનિવારે ઓટોમેટિક રૂટ હેઠળ લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC)માં 20 ટકા સુધી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI)ને મંજૂરી આપી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ડિસઇન્વેસ્ટમેન્ટ સુવિધા માટે LIC ને 20 ટકા FDO સુધીની મંજૂરી આપવામાં આવી છે.

માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) ના નિયમો મુજબ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ (FPI) અને એફડીઆઈ (FDI) બંનેને પબ્લિક ઈસ્યુ ઓફરિંગ હેઠળ મંજૂરી છે. એલઆઈસી એક્ટમાં વિદેશી રોકાણ માટેની કોઈ જોગવાઈ ન હોવાથી, વિદેશી રોકાણકારોની ભાગીદારીના સંદર્ભમાં સૂચિત એલઆઈસી આઈપીઓ SEBIના ધોરણોને અનુરૂપ બનાવવાની જરૂર છે. કેબિનેટે ગયા વર્ષે જુલાઈમાં LIની પ્રારંભિક સાર્વજનિક નિર્ગમને મંજૂરી આપી હતી. એલઆઈસીએ આ મુદ્દા માટે માર્કેટ રેગ્યુલેટર SEBIને અરજી કરી છે.

LIC IPO વિશે જાણીએ
તમને જણાવી દઈએ કે તે વિશ્વની કોઈપણ વીમા કંપનીનો ત્રીજો સૌથી મોટો IPO છે. SBI કેપિટલ્સ, સિટીગ્રુપ, નોમુરા, જેપી મોર્ગન અને Goldman Sachs  સહિત પાંચ અન્ય સ્થાનિક અને વૈશ્વિક રોકાણ બેન્કો IPO માટે બુક રનિંગ લીડ મેનેજર છે. LIC IPO ના પાંચ ટકા કર્મચારીઓ માટે અને 10 ટકા વીમાધારકો માટે અનામત રાખવામાં આવ્યા છે. LIC IPOના કુલ 35 ટકા રિટેલ રોકાણકારો માટે છે. એટલે કે, જેમની પાસે LIC વીમો છે તેઓ વધુમાં વધુ 4 લાખ રૂપિયા સુધીના શેર માટે બોલી લગાવી શકે છે. તે પોલિસીધારક અને રિટેલ કેટેગરીમાં બોલી લગાવી શકે છે.

Most Popular

To Top