નગરની હોય કે ગ્રામ વિસ્તારની શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓની રિશેષના સમયનું આસપાસનું વાતાવરણ ખિન્ન કરી મૂકે તેવું હોય છે. રિશેષનો ઘંટ વાગતા જ વિદ્યાર્થીઓ દોટ મૂકે છે. નજીકની દુકાનો અને લારીઓમાં મળતા પેકેટના નાસ્તા ખાય છે અને ખાલી પેકેટ રસ્તામાંજ જયાં ત્યાં ફેંકી દે છે જે ઉડયા કરતા કચરામાં વધારો કરે છે. માતાઓ ઘરે શુદ્ધ-સાત્વિક અને સસ્તા નાસ્તા બનાવતી નથી અને બહારનું ચટાકેદાર ખાતા બાળકોને આવા નાસ્તા ભાવતા પણ નથી. બાળકો દોડાદોડી, ધમાલ અને કયારેક ગાળાગાળી-મારામારી પણ કરતા હોય છે. જેનો ગેરલાભ શાળાઓના કડોશીઓને અનાયાસ મળી જાય છે. શાળાઓના શિક્ષકો, બાળકોને આમ કરતા રોકી શકતા નથી. કારણ કે એ સમય એમના માટે પણ ચા-પાણીનો હોય છે ! નાસ્તાના ખાલી પેકેટસ તથા ગંદા કાગળો, આઇસ્ક્રીમની ખાલી પ્યાલી કે કુલ્ફીની સળી શાળાના દરવાજા પાસે મુકેલા ડબ્બામાં જ નાખવાની તાલીમ આપવાનું કામ વધારાનું નકામું કે માથાના દુ:ખાવાસમુ ગણવાના બદલે, સ્વચ્છતા જાળવવા માટે મહત્ત્વનું ગણાવું જોઇએ અને તેનો સમાવેશ સ્માર્ટ બનવા માટેની જરૂરી શિસ્તમાં થવો જોઇએ. બાળકોને લેવા-મુકવા આવતા વાલીઓને પણ પડીકીઓ ખાતા ખાલી પાઉચ ગમે ત્યાં ફેંકતા અને મોટા અવાજે નકામી વાતો કરતા રોકવા જોઇએ. શિક્ષણ સંસ્થાને અનુરૂપ વાતાવરણ સર્જવું અને જાળવવું એ સહુની ફરજ છે.
વડોદરા – અવિનાશ મણિયાર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
તો સેકસ આપોઆપ ખરી પડે
આંદામાન નિકોબારનાં આદિવાસીઓ એમાં પ્રાચીન સંસ્કૃતિનાં મૂળ પડયાં છે. પ્રાણીઓ નિર્વસ્ત્ર જ હોય છે. ક્યાં તો સંપૂર્ણ નિર્વસ્ત્ર અથવા પૂર્ણ વસ્ત્ર આવી બિન્દાસ્ત પ્રજાને કદી સેક્સ પજવતી નથી. આપોઆપ સેક્સ ખરી પડે છે. આપણે સૌ ન્યુડી અવસ્થામાં રહેવા થનગની રહ્યાં છીએ. છેવટે મનોવૈજ્ઞાનિકોના અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે જેમ જેમ શરીરને અર્ધાવસ્ત્રામાં ઢાંકવા પ્રયત્ન કરે છે તેમ તેમ આપણી નજરમાં જ વિકૃતિ પ્રવેશતી જાય છે. બળાત્કાર, અપહરણ, અવૈધ સંબંધોમાં આપણે નવીનતા શોધીએ છીએ. (વેરાઈટીઝ ઈન ચાર્મિંગ)
અડાજણ – અનિલ શાહૉ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.