Business

અદીઠાં એંધાણ…

પ્રકૃતિ, સંસ્કૃતિ વડે છલકાતો સુજલામ્, સુફલામ્ આપણો ભારત દેશ વિશાળ વળી અનેક ક્ષેત્રે મ્હેકતો, પ્રગતિને પંથે વિહરતો વિકાસની દિશામાં ડગ ભરતો લોકશાહીને વરેલો અનેક રાજ્યોનું અલગ અલગ અસ્તિત્વ અને ઓળખ પ્રજાની રહેણીકરણી, ઉત્સવો સઘળું વિવિધતામાં છલકાય. તેમ છતાં વિશાળતા કયારેક શાપ પુરવાર થાય. દેશ શહેર ગામડામાં જોખમી કયાં કયાં દેશવિરોધી કૃત્યો અસ્તિત્વ ધરાવે છે તે ઝડપાય ત્યારે જ પકડાય. વળી ચારની ટોળકી હોય તો એકાદ છટકી પણ જાય તે પકડાય તો જ સાચી હકીકત બહાર આવે. ત્યારે પણ લેવડદેવડ-સમાધાન ટાળ્યું ટળે નહિ. ભૂગર્ભમાં સુદ્ધાં ચાંપતા બંદોબસ્તો આવા ખેલ ખેલાયા જ કરે. દેશનો વસ્તીવધારો ‘ઘૂસણખોરી’ જવાબદાર પકડાયેલ ચીજવસ્તુઓ રફેદફે થઇ જાય. ભારતનું શતાબ્દી વર્ષ રૂબરૂ નજરે જોનારને જ સમજાશે. વચમાં જયાં થાય જરા તારો ઉલ્લેખ અને સળવળે પીંછાંની જેમ, પછી ઇચ્છાની જેમ.’ અદીઠાં એંધાણ.
અડાજણ, સુરત – કુમુદભાઈ બક્ષી

Most Popular

To Top