Charchapatra

માતૃભાષા અંગે યુનેસ્કોનો અહેવાલ ચોંકાવનારો

યુનેસ્કોની ગ્લોબલ એજ્યુકેશન મોનિટરિંગ ટીમે તેના અહેવાલમાં જણાવ્યું કે વિશ્વની ચાલીસ ટકા વસ્તીને  માતૃભાષામાં શિક્ષણની સુવિધા ઉપલબ્ધ નથી. વિદ્યાર્થીઓ જે ભાષા બોલે છે અથવા સમજે  છે તે ભાષામાં શિક્ષણની સુવિધા મળતી નથી એ ખૂબ જ દુઃખદ બાબત છે. વધુમાં જણાવે છે કે કેટલાક ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં આ આંકડો વધીને ૯૦ ટકા સુધી પહોંચે છે. આ પ્રકારની પરિસ્થિતિ એટલા માટે ઉપસ્થિત થાય છે કે વિદ્યાર્થીઓને તેમની ભાષામાં શીખવી શકે એવાં શિક્ષકોનો અભાવ છે. એટલું જ નહીં માતૃભાષામાં જરૂરી સામગ્રી પણ ઉપલબ્ધ હોતી નથી. આજે વિશ્વ જ્યારે એક ગામડું કે ગ્લોબલ વિલેજ બની ચૂક્યું છે ત્યારે અંગ્રેજી ભાષામાં શિક્ષણ લેવાનું વિદ્યાર્થીઓનું વલણ વધતું જાય છે. જાણીતા લેખક અને વિચારક ગુણવંત શાહ જણાવે છે કે “ તમે જો એમ માનતા હો કે આપણી માતૃભાષા ગુજરાતી કદી પણ મરવાની નથી તો તમે ભોળા માણસ છો. તમારાં સંતાનોનાં સંતાનો અત્યારે કેવું ગુજરાતી બોલે છે? એ કયું ગુજરાતી વાંચે છે? એ  તમારાથી પરાયાં પરાયાં કેમ લાગે છે? આપ આ પ્રશ્નો પર વિચાર કરશો તો તમને ગુજરાતી ભાષાના ધીમા મૃત્યુનો અણસાર આવી જશે.
નવસારી – ડૉ. જે. એમ. નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

લૂંટેરી દુલ્હનથી સાવધાન
સુરતમાં કેટલાક સમયથી જુદા જુદા વિસ્તારોમાં લૂંટેરી દુલ્હનોનો ખોફ ખૂબ જ વધી રહ્યો છે, જે રોકડ અમે દાગીનાઓની ચોરી કરી ભાગી જાય છે. એવી ઘટનાઓ નિરંતર સાંભળવા મળી રહી છે. હાલમાં જ માતાવાડી વિસ્તારમાં આવી જ લૂંટેરી દુલ્હનની ઘટના બની હતી જે અનસુંધાનમાં ખોટું માપ બતાવી અને તેનું કોઇ જ નથી. એવું જણાવીને યુવતીએ લગ્ન કરવા અંગે 2-21 લાખની ડીમાન્ડ મૂકી હતી જે પૂરી કર્યા પછી લૂંટેરી દુલ્હને તેનો અસલી રંગ બતાવ્યો હતો અને ઘરમાંથી રોકડ અને દાગીનાની ચોરી કરી લૂંટેરી દુલ્હન ફરાર થઇ ગઇ હતી. જેના આઘાતથી વરરાજાનું એટેક આવવાથી અવસાન થયું હતું. શહેરના તમામ લગ્ન ઇચ્છુક ઉમેદવારોએ આવી લૂંટેરી દુલ્હનોથી સાવધાન રહેવું જરૂરી બન્યું છે નહીં તો તમે પણ આવી દુર્ઘટનાના શિકાર બની શકો છો? સાવધાની અને જાગૃતિ જ બચાવનું સાધન છે એ મંત્રને અનુસરવું જરૂરી બન્યું છે.
સુરત     – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top