આવક અને સંપત્તિની અસમાન વહેંચણીના અનેક મુદા છે, વાત જરા મોટા પરિપ્રેક્ષ્ય મોડીને કરીએ વર્લ્ડ ઇનઇક્વાલિટી લેબનાં તારણો કરનારાંઓએ ભારતમાં કુલ આવક તેમજ સંપત્તિમાંથી ટોચના એક ટકાનો હિસ્સો કેટલો છે તેનો અંદાજ માંડ્યો છે. કુલ આવકમાં દરેક પ્રકારની કમાણી, બચત પર વ્યાજ, રોકાણ તેમજ અન્ય ગ્રોથમાંથી થતી આવક, સંપત્તિ અથવા નેટવર્કને કોઈ વ્યક્તિ, જૂથ કે કુટુંબના કુલ માલિકી હેઠળની અસ્ક્યામતો તરીકે ગણવામાં આવી.
સંશોધકોએ રાષ્ટ્રીય આવકના હિસાબો, સરેરાશ સંપત્તિ, કરવેરાની આવકો, ધનાઢ્યોની યાદી અને આવક, વપરાશ અને સંપત્તિ બધાનો સરવાળો કર્યો. આવકને લાગેવળગે છે ત્યાં સુધી ૧૯૨૨થી શરૂ કરીને બ્રિટિશ તેમજ ભારતીય સરકારો દ્વારા આજદિન સુધી વાર્ષિક કરવેરાની આવક ગણતરીમાં લીધી. તેમનાં સંશોધન મુજબ ૧૯૩૦થી ભારત આઝાદ થયું તે વર્ષ ૧૯૪૭ના કાળખંડ દરમિયાન ટોચની એક ટકા વસતી વીસથી એકવીસ ટકા રાષ્ટ્રીય આવકનો હિસ્સો ધરાવતી હતી. આજે ટોચની એક ટકા વસતી દેશની આવકના ૨૨.૬ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. અર્થશાસ્ત્રીઓએ એ રીતે ૧૯૬૧થી શરૂ કરીને સંપત્તિની વહેંચણીના અસમાન હિસ્સા અંગે પણ અગાઉના ટ્રેન્ડ પરથી વિગતોનું સંધાન કરવાનો પ્રયત્ન કર્યો.
કારણ એ હતું કે, ૧૯૬૧ની શરૂઆતથી ભારત સરકારે મોટા પાયે કુટુંબોની આવક અને ખર્ચ બાબત સર્વે કરવાનું હાથ ધર્યું, જેમાં સંપત્તિ, દેવું અને અસ્ક્યામતો વગેરેનો સમાવેશ થાય છે. આ વિગતોને ફોર્બ્સ બિલિયોનર ઇન્ડેક્ષ સાથે જોડીને સંશોધકોએ એવું તારણ કાઢ્યું કે, ભારતની ટોચની એક ટકા વસતી ૪૦.૧ ટકા જેટલી રાષ્ટ્રીય સંપત્તિ ઉપર કબજો ધરાવે છે.
અહેવાલમાં જણાવ્યા પ્રમાણે ભારતીય જનતા પાર્ટી જ્યારે જ્યારે સત્તા પર આવી ત્યારે અસમાનતા વધી છે. ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં ૨૦૧૪થી સતત સત્તા પર છે એ દરમિયાનના છેલ્લા દાયકામાં મોટા રાજકીય અને આર્થિક સુધારાઓએ એકહથ્થુ સત્તા ચલાવતી સરકાર તેમજ કેન્દ્રીય નિર્ણયપદ્ધતિને જન્મ આપ્યો. મોટા ઉદ્યોગો અને સરકાર વચ્ચેની સાંઠગાંઠ વધતી ચાલી. ઑક્ષફામનો આ રિપોર્ટ આગળ કહે છે કે, આની સાથોસાથ મોટા બિઝનેસહાઉસ અને કેન્દ્ર સરકાર વચ્ચેની મીલીભગત અથવા સાંઠગાંઠ વધતી ચાલી જેને કારણે સમાજ તેમજ સરકાર બંને ઉપર મોટા બિઝનેસહાઉસ અને ધનપતિઓની વગ વધી.
ઑક્ષફામનો અહેવાલ કહે છે કે, માત્ર ધનિક લોકો જ નહીં પણ સરેરાશ ભારતીયોને પણ વૈશ્વિકીકરણનો ફાયદો થઈ શક્યો હોત, જો સરકારે આરોગ્ય, શિક્ષણ અને પોષણ (ન્યૂટ્રિશિયન) જેવા ક્ષેત્રે જાહેર ક્ષેત્રીય રોકાણ વધાર્યું હોત. આ ઉપરાંત જે ૧૬૭ અબજપતિઓ ૨૦૨૨-૨૩ના અંતે હતા તેમની કુલ સંપત્તિનો બે ટકા સુપર ટેક્ષ નાખવામાં આવ્યો હોત તો ભારત સરકારની આવક કુલ રાષ્ટ્રીય આવકના અડધા ટકા જેટલી વધી હોત, જેના કારણે આરોગ્ય, શિક્ષણ તેમજ કુપોષણ નિવારણ જેવા ક્ષેત્રે રોકાણ કરવા માટે ભારત સરકાર પાસે સારી એવી રકમ હાથવગી બની હોત.
સંશોધકોનું એવું માનવું છે કે જો ભારત સરકાર આવું રોકાણ નહીં કરે તો ભારતીય સમાજવ્યવસ્થા ગણતંત્રથી દૂર જતી રહેશે. એટલે કે, લોકશાહીની પ્રણાલીઓ અને આદર્શ વ્યવહારોનો ભોગ લેવાશે. ભારત આઝાદ થયું ત્યાર પછી એક સમય સુધી સંસ્થાનવાદમાંથી મુક્ત થયેલા દેશોમાં એક આદર્શ મૉડલ ગણાતું હતું જ્યાં પાયાની સંસ્થાઓની પારદર્શિતા, પ્રામાણિકતા અને કાર્યક્ષમતાનાં ઊંચાં ધોરણો પ્રવર્તમાન હતાં. સંશોધકો કહે છે કે આ સંસ્થાઓ તો ઠીક પણ હવે આપણે જે વિગતો અને આંકડાઓ (ડેટા) ઉપર આધાર રાખીએ તે પણ વિશ્વાસપાત્ર રીતે ઉપલબ્ધ બનવાની શક્યતાઓ ભારતમાં ઘટી છે.
બીજું કશું નહીં પણ આર્થિક અને સંપત્તિવિષયક બાબતોનો સાચો ક્યાસ કાઢવા માટે પણ આધારભૂત આંકડાઓ અને વિગતો મળતી થાય તે જરૂરી છે જેથી સાચા નિર્ણયની પ્રક્રિયા હાથ ધરી શકાય અને રોગનાં સાચાં કારણો જાણી શકાય. ૨૦૨૧માં પ્યૂ રિસર્ચ સેન્ટર (Pew Research Center) ભારત દ્વારા ૧.૨ અબજ નીચી આવક ધરાવતા વ્યક્તિઓ, ૬.૬ કરોડ મધ્યમ આવક ધરાવનારાંઓ, ૧.૬ કરોડ ઉચ્ચતમ મધ્યમ આવક ધરાવનારાંઓ અને માત્ર ૨૦ લાખ ઊંચી આવક ધરાવનાર લોકો હતાં. ધી ઇકોનોમિસ્ટના જણાવ્યા મુજબ ૭.૮ કરોડ જેટલી ભારતની જનસંખ્યા મધ્યમ વર્ગમાં સમાવી શકાય. (ઈ.સ. ૨૦૧૭) રોજના ૧૦ ડૉલર કરતાં વધારે કમાય તે આ વર્ગમાંથી બહાર નીકળી ગયો ગણવો. ભારતની નેશનલ કાઉન્સિલ ઑફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ દ્વારા આ ધારાધોરણ નક્કી કરવામાં આવ્યું છે. વિશ્વબૅન્ક પ્રમાણે ભારતની ૯૩ ટકા વસતી પ્રતિદિન ૧૦ ડૉલરથી નીચે અને ૯૯ ટકા વસતી વર્ષ ૨૦૨૧ની વિગતો મુજબ રોજની ૨૦ ડૉલર પ્રતિદિન, પ્રતિવ્યક્તિ આવરી લઈ શકાય.
ભારતમાં થોમસપિકેટીના મત મુજબ સંપત્તિની અસમાનતાનું માપ કાઢવું મુશ્કેલ છે, કારણ કે, આધારભૂત આવકવેરા અંગેની વિગતો મળતી નથી અને જે મળે છે તેમાં પણ ૧૯૯૭થી ૨૦૦૦ વચ્ચે ઉપલબ્ધ આંકડાઓમાં ઘણી ગરબડો છે જ્યારે એથીય વધારે ઈ.સ. ૨૦૦૦થી ૨૦૧૨ વચ્ચે આવો કોઈ ડેટા જ પ્રસિદ્ધ થયો નથી. ત્યાર બાદ ૨૦૧૩માં આધારભૂત આવકવેરાની વિગતો પરથી જાણવા મળે છે કે તે વર્ષે એક ટકો ભારતીયોએ આવકવેરો ભર્યો, જ્યારે માત્ર બે ટકા લોકોએ ટેક્ષ રિટર્ન ફાઇલ કર્યા.
આમ, આ પ્રકારની બિનઆધારભૂત માહિતી થકી ભારતમાં આવકની અસમાનતાની આંકડાકીય વિગતો ઉપલબ્ધ બને. થોમસપિકેટીએ એના સાથીઓ સાથે એક અહેવાલ ‘ઇન્કમ એન્ડ વેલ્થ ઇનઇક્વાલિટી ઇન્ડિયા, ૧૯૨૨-૨૦૨૩: ધ રાઇઝ ઑફ બિલિયોનર રાજ’ તૈયાર કર્યો છે. આ અહેવાલ ભારતમાં પ્રવર્તમાન અસમાનતાનાં ઘણાં બધાં પાસાં ઉજાગર કરે છે. આ અહેવાલમાં જણાવ્યા મુજબ નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ સુધીમાં ભારતની ટોચની એક ટકા વસતી ૨૨.૬ ટકા રાષ્ટ્રીય આવક અને ૪૦.૧ ટકા રાષ્ટ્રીય સંપત્તિ ઉપર કાબૂ ધરાવતી હતી. આ સ્તર ઐતિહાસિક રીતે વિશિષ્ટ હતું. આ આંકડા અને તે થકી ફલિત થતી આવક તેમજ સંપત્તિની માલિકીની વરવી અસમાનતા અંગેની ભારતમાં પ્રવર્તમાન સ્થિતિ દુનિયાના સૌથી વધુ અસમાનતા ધરાવતા દેશોમાં ભારતને મૂકે છે.
ભારતની ટોચની એક ટકા વસતી રાષ્ટ્રીય આવકના જે હિસ્સા ઉપર કાબૂ ધરાવે છે તે દ. આફ્રિકા, બ્રાઝિલ અને અમેરિકા જેવા દેશો કરતાં વધારે છે. આ અહેવાલમાં એવું પણ તારણ કાઢવામાં આવ્યું છે કે, ભારતમાં આ અસમાનતામાં અસાધારણ રીતે વધારો ઈ.સ. ૨૦૦૦ની શરૂઆતના ગાળાથી થયો. ખાસ કરીને સંપત્તિનું ગણનાપાત્ર કેન્દ્રીકરણ અબજોપતિઓના આ વર્ગમાં થયું, જેને કારણે પિકેટીના અહેવાલના લેખકોએ‘બિલિયોનર રાજ’ શબ્દસમૂહ પ્રયોજ્યો છે. આ અહેવાલમાં તેમણે અતિ ધનવાનો પર વેલ્થટેક્સ નાખવાની ભલામણ કરી છે, જે થકી અંતિમ પ્રકારની અસમાનતા નિવારી શકાય, સાથોસાથ સામાજિક ક્ષેત્રે રોકાણ માટે સ૨કા૨ને વધુ નાણાં ઊભાં કરવાની ક્ષમતા પ્રાપ્ત થાય.
માત્ર ગણતરીની ટકાવારી આવકવેરાનું રિટર્ન ફાઇલ કરે છે તે સંયોગોમાં ઇન્કમટેક્ષનો આંકડાકીય પાયો અપૂરતો છે. આથી વિપરીત NSSO એટલે કે નેશનલ સેમ્પલ સરવે ઑફિસ પાસેથી ઉપલબ્ધ આંકડાઓ માહિતી ખર્ચ ઉપર આધારિત છે, આવક ઉપર નહીં. વિશ્વબૅન્ક અનુસાર ભારત માટે ૨૦૦૯ના વર્ષનો ગિની કોએફિશિયન્ટ જે અર્થશાસ્ત્રમાં ગિની ગુણાંક, જેને ગિની ઇન્ડેક્ષ અથવા ગિની રેશિયો તરીકે પણ ઓળખવામાં આવે છે, તે આંકડાકીય વિક્ષેપનું થાય છે, જેનો હેતુ આવકની અસમાનતા, સંપત્તિની અસમાનતા અથવા રાષ્ટ્ર અથવા સામાજિક જૂથમાં વપરાશની અસમાનતાનું પ્રતિનિધિત્વ કરવાનો છે.
તે ૨૦૦૪-૦૫માં ૦.૪૫ હતો તે ઘટીને ૨૦૦૯માં ૦.૩૩૯ થયો. ૧૯૯૦માં આ આંકડો ૦.૪૫ હતો તે વધીને ૨૦૧૩માં ૦.૫૧ થયો. આમ, ભારતમાં સંપત્તિ તેમજ આવકની અસમાન વહેંચણી સતત વધતી રહી છે. ૧૯ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ સિદ્ધાર્થ ઉપાસની દ્વારા પ્રકાશિત આ વિષય ઉપરના એક લેખમાં તેમણે ભારતના નાણાંમંત્રી નિર્મલા સીતારામનના ૧૫ જાન્યુઆરી, ૨૦૨૩નાં ઉચ્ચારણોને ટાંકીને કહ્યું છે કે, નાણાંમંત્રી પોતે મધ્યમ વર્ગમાંથી આવે છે અને એટલે એની તકલીફો સમજે છે એવું કહ્યું હતું પણ આ મધ્યમ વર્ગ એટલે શું?
પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચના ડેટા મુજબ એક સાંસદ મહિને ૨.૩ લાખ રૂપિયા કમાય છે. આમાં કન્સ્ટીટન્સી અને ઑફિસ એક્સપેન્સ એલાઉન્સનો સમાવેશ થાય, જ્યારે કમિટી મિટિંગ તેમજ પાર્લામેન્ટ ચાલુ હોય તે દરમિયાન મળવાપાત્ર ભથ્થું વગેરેનો સમાવેશ થાય છે કે કેમ તેનો આમાં ઉલ્લેખ નથી, કારણ કે, તે આવકમાં નથી ગણાતું. ૨૦૨૩નાં ધારાધોરણો મુજબ દર મહિને ૨.૩ લાખ રૂપિયાની આવક એટલે ૨૭.૬ લાખ રૂપિયાની વાર્ષિક આવક થાય છે. સરેરાશ ભારતીયની માથાદીઠ આવકથી સોળ ગણી વધારે છે. વર્લ્ડ ઇનઇક્વાલિટી ડેટાબેઝ મુજબ ૨૦૨૧ની સાલમાં ૧૮.૬ લાખ અથવા તેથી વધારે વાર્ષિક આવક કોઈ પણ ભારતીયને ટોચના એક ટકો સૌથી વધુ ધનાઢ્ય ભારતીય જનસંખ્યામાં સમાવી લે છે.
જો મધ્યમ વર્ગની વાત કરીએ તો આ ધારાધોરણો મુજબ આપણી પ્રજાનાં પ્રતિનિધિઓ (સાંસદો) મધ્યમ વર્ગની વ્યાખ્યામાં આવે નહીં. બીજી રીતે કહીએ તો સાંસદોની આવક મુજબ તેઓ ટોચની એક ટકા વસતીની અંદર સમાવેશ થાય. આમ, એક ગરીબ દેશના અતિ ધનાઢ્ય વર્ગમાં પહોંચી જનાર આ સાંસદો નથી તો મધ્યમ વર્ગમાં વર્ગીકૃત થતા કે નથી ગરીબોમાં, પણ આ વર્ગીકરણ માત્ર આવકને આધારિત છે. ચલ-અચલ સંપત્તિ (વેલ્થ) બાબત શું? સંપત્તિમાં દરેક પ્રકારની અસ્ક્યામતો (વાર્ષિક આવક ઉપરાંત)નો સમાવેશ થાય. આ બચત અથવા સંપત્તિની ગણતરીમાં ચાવીરૂપ હોવું જોઈએ. પછી તે નાણાંકીય સંપત્તિ હોય કે ભૌતિક બંને મુશ્કેલ સમયમાં કટોકટીની વૈતરણી તરી જવામાં મદદરૂપ થાય.
ડૉ.જયનારાયણ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.