Charchapatra

બેકારી, ભૂખમરો અને મોટરકાર

અત્યારે ગરીબોના મકાનો પર બુલડોઝરો અને ગરીબોની લારીઓ પર પોલીસ ના ડંડા ફરી રહ્યા છે. આ બધું વહીવટીતંત્ર અને ,સરકાર  કોને માટે  કરી રહ્યા છે  ? સમાજ ના સંપત્તિવાન લોકો ની ઇમ્પોર્ટેડ ગાડીઓ માટે? કારણ જ્યારથી વિદેશી કારો પરની આયાત ડ્યુટી ઘટી છે, ત્યાર થી તમે આ કામ હાથે લીધું છે. રસ્તા પહોળા અને ખુલ્લા રાખીને તમારે કરવું છે શું? એનાંથી જનતા ન કયા વર્ગની સુખાકારી વધવાની છે? પોલીસ શાકભાજીની અને ચીજવસ્તુઓની લારીઓનો માલ રસ્તા પર ઢોળી નાંખે છે, તો એ પોલીસના અમલદારોને ખબર છે કે તેઓ કેટલા કુટુંબોની હાય લઈ રહ્યા છે? તેમણે ગરીબી જોઈ છે? ન જોઉં હોય, તો નોકરી જશે ત્યારે જોશો.

તમારા મા-બાપ કે દાદા-દાદી હયાત હોય, તો પૂછજો કે ગરીબીના દિવસો કેવા જતા હતા?    એક બાબત સમજો દરેક એક લારી પર એક કુટુંબ નું ભરણ પોષણ થતું હોય છે.. જે લોકો બીજી ચીજ વસ્તુઓ ખરીદતા હોય છે, તેની ડિમાન્ડ વધે એટલે તે ચીજવસ્તુ ઉત્પન્ન કરનારાઓના ઘર ચાલે. તમે લોકો આ હજારો લોકોની જીવાદોરી  તોડી રહ્યા છો, તે શા માટે? તમારી સરકારો કોઈને રોજી તો આપી શકતી નથી અને જે લોકો પોતે રોજીના સાધનો ઉત્પન્ન કરે છે તે તમે છીનવી લો છો. તમે માત્ર મોટર વાહનોના રસ્તા સાફ કરવા કુટુંબો ઉજાડી રહ્યા છો. આ તદ્દન માનવતા વિહોણું કામ કરી અનેક કુટુંબો બરબાદ કરી રહ્યા છો.
     – ભરતભાઈ આર પંડ્યા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top