મહાભારતનો ઉપક્રમ

પ્રારંભમાં વેદ એક જ હતો. ભગવાન વ્યાસે વેદોનું સંપાદન અને વિભાગીકરણ કર્યું. તદનુસાર વેદ ચાર બન્યા – ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, તેથી વ્યાસ. વેદવ્યાસ કહેવાયા. પરંતુ ભગવાન વ્યાસનાં મનમાં એક પ્રશ્ન ઉપસ્થિત થયો. વેદ સર્વજનસુલભ નથી. જેઓ વેદની ગુઢ વાણીને સમજી ન શકે, તેમના માટે શું ? વેદ સવજનસુલભ નથી. તો વેદને ન જાણી-સમજી શકે, તેવા લોકો માટે શું ? તેમના માટે ભગવાન વ્યારાજીએ મહાભારતની રચના કરી. તદનુસાર આ મહાભારત પચમવેદ બની રહ્યો.
ભગવાન વાસદેવજી હવે મહાભારતની રચનાનો પ્રારંભ કરે છે.’
नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम ।
देवी सरस्वतीं व्यासं ततो जय मुदीरयेत् ।।
महाभारत, आदिपर्व :1-1
‘’ભગવાન નારાયણ, નરોત્તમ નર, દેવી. અર્થાતુ નર-નારાયણના માતા. મૂર્તિદેવી, ભગવતી મૂર્તિદેવી, ભગવતી સરસ્વતી અને ભગવાન વ્યાસને નમસ્કાર કરીને આ જય અર્થાત્ મહાભારતનો પાઠ કરવો જોઈએ.”

ॐ नमो भगवते वासुदेवाय ।
ॐ नमः पितामहाय ।
ॐ नमः प्रजापतिभ्यः ।
ॐ नमः कृष्ण द्वैपायनाम ।
ॐ नमः सर्वविघ्न विनायकेभ्यः
-ઓમકાર સ્વરૂપ ભગવાન વાસુદેવને નમસ્કાર
-ઓમકાર સ્વરૂપ ભગવાન પિતામહને નમસ્કાર
-ઓમકાર સ્વરૂપ પ્રજાપતિઓને નમસ્કાર
-ઓમકાર સ્વરૂપ શ્રીકૃષણ દ્વૈપાયનને નમસ્કાર
-ઓમકાર સ્વરૂપ સર્વવિઘ્ન વિનાશ વિનાયકને નમસ્કાર

*****

પ્રત્યેક મહાનગ્રંથના પ્રારંભમાં તે મહાનગ્રંથની કથાનો ઉપક્રમ અર્થાત્ તે કથાનું, મંડાણ બતાવવામાં આવે છે. તદનુસાર આપણે અહીં પ્રારંભમાં આ મહાનગ્રંથ મહાભારતની કથાનો ઉપક્રમ સમજવાનો પ્રયત્ન કરીએ.

ઉપક્રમમાં આટલી બાબતોનો સમાવેશ થાય છે –
(1) આ કથાની રચના કોણે કરી ?
(2) આ કથાની રચના શા માટે કરી ?
(3) આ કથા કોણે કોણે, કોને કોને ક્યારે ક્યારે અને ક્યાં ક્યાં કહી ?
(4) આ કથાનો પ્રચાર અને પ્રસાર કેવી રીતે અને કોના દ્વારા થયો ?
(5) આ કથાનો વિકાસ કોના દ્વારા અને કેવી રીતે થયો ?
(6) આ કથા લિપિબદ્ધ ક્યારે અને કોના દ્વારા થઈ ?

તદનુસાર આપણે હવે મહાભારતનો ઉપક્રમ જોઈએ. જેવો આ ગ્રંથરાજ મહાન છે, તેવો આ જ ગ્રંથરાજનો ઉપક્રમ પણ મહાન છે. મહાભારતની રચના ભગવાન વ્યાસજી દ્વારા થઈ છે. ક્યાં અને ક્યારે ?

पुण्ये हिमवत: पादे मध्ये गिरिगुहालये ।
विशोध्य देहं धर्मात्मा दर्भसंस्तरमाश्रितः ।।
शुचिसनियमो व्यास: शान्तात्मा तपसि स्थितः ।
भारतस्येतिहासस्य धर्मेणान्वीक्ष्य तां गतिम् ।।
प्रविश्य योगं ज्ञानेन सोऽपश्यत सर्वमन्ततः ।।
महाभारत, आदिपर्व: 1-28-अ

‘’પવિત્ર હિમાલયમાં એક પર્વતીય ગુજ્ઞમાં ધર્માત્મા વ્યાસજી સ્નાનાદિથી શરીરને શુદ્ધ કરીન, કુશનું આસન પાથરીને તેના પર બિરાજમાન હતો. તે એમયે તેઓ નિયમ પાલનપૂર્વક શીતચિત્ત અને પવિત્ર હતો અને સંપ કાયષિમાં તિગ્ન હતા, ધ્યાનયોગમાં રખપસ્થિત થઈને તેમણે ધર્મપૂર્વક મહાભારત ઇતિહાસનું દર્શન કર્યું. તેમણે શાનદૃષ્ટિથી સમગ્ર મહાભારતનું આદિથી અંત સુધી પ્રત્યથાની જેમ દર્શન કર્યું અને આમ મહાભારતરૂપી મહાન ગ્રંથની રચના થઈ)

तपसा ब्रह्मचर्येण व्यस्त वेदं सनातनम् ।
इतिहासमिमं चक्रे पुण्यं सत्यतीस्तः ।।
महाभारत, आदिपर्व: 1-54-अ

‘સત્યતીનંદન ભગવાન વ્યાસજીએ તપશ્ચર્યા અને બ્રહ્મચર્યના તેજથી સનાતન વેદનો વિસ્તાર કરીને આ લોકપાવન પવિત્ર ઇતિહાસગ્રંથનું નિર્માણ કર્યું.’’

ભગવાન વ્યાસજીએ આ લોકપાવન ગ્રંથની રચના તો કરી, પરંતુ હજુ આ. મંથને લિપિબદ્ધ કરવાનું કાર્ય બાકી છે. હજુ તો આ ગ્રંથ વ્યાસજીના માનસમાં જ અવંચિત છે. રામચરિત માનસની રચના કરીને શિવજીએ તેને પોતાના મનમાં ધારણ કરી રાખ્યું હતું અને પછી અનુકૂળ સમયે તે રામકથા પાર્વતીજીને સંભળાવી હતી.

रचि महेस निज मानस रारवा ।
पाई सु समउ सिवा सन भाषा ।।
रामचरित मानस, बालकांड : ३५-१०

તે જ રીતે ભગવાન વ્યાસે આ મહાભારતની રચના કરીને પોતાના માનસમાં ધારણ કરી રાખ્યું છે.

Most Popular

To Top