Charchapatra

યુથની સમજ

સ્કૂલમાં સાથે ભણતી સખીનું સ્કૂલ છોડ્યાનાં ૨૨ વર્ષ બાદ રીયુનિયન થયું. નાનપણની દોસ્તી ફરી જીવંત થઇ ગઈ.પણ પછી પાછું મળવાનું ઓછું થતું ગયું. લગભગ છ વર્ષ બાદ શ્રેયા દુબઈથી આવી અને તેણે વોટ્સ એપ ગ્રુપમાં નાખ્યું, ચાલો, ફરી મળીએ.લગભગ લાઈફની મિડલ એજમાં પહોંચેલી આ બહેનપણીઓ આમ પણ મીડ લાઈફ ક્રાઈસીસ કોઈ ને કોઈ રીતે ફેસ કરતી જ હતી.આવા સમયે મિત્રોનો સાથ બહુ જરૂરી હોય છે. જગ્યા નક્કી થઇ કે બધા આવી શકે એટલે શહેરની વચ્ચે કયાંક મળીએ.સાત આઠ મિત્રોની તો તરત હા આવી.અમુક બીઝી ફ્રેન્ડસે લખ્યું,  જલ્દી કામ થઈ જશે તો થોડું મોડું થશે પણ ચોક્કસ આવીશ.પ્લાન બની ગયો અને પિસ્તાલીસની ઉપરની લેડીઝ જાણે સ્કૂલ ગોઇંગ ગર્લ્સ જેવી ઉત્સાહિત થઇ ગઈ.

પ્લાન બન્યો.ડ્રેસ કોડ પણ નક્કી થયો તે પણ વન પીસ શોર્ટ ડ્રેસ.બધાની તૈયારીઓ શરૂ થઈ ગઈ. જે દિવસે મળવાનું હતું તે દિવસે સવારે સેજલની તબિયત બગડી. તાવ હતો.બોલાતું ન હતું.વરસતો વરસાદ હતો એટલે ક મને ગ્રુપમાં મેસેજ લખ્યો હું નહિ આવી શકું તાવ છે.બીઝી ફ્રેન્ડ સ્નેહા વિચારતી હતી, બધું કામ કઈ રીતે થશે અને કેવી રીતે પહોંચીશ. બહુ મોડી પહોંચું તેના કરતાં નથી જવું.પણ તેના કોલેજીયન દીકરાએ કહ્યું, ‘મોમ ફ્રેન્ડસને મળવાનું છે તું જા, તારા કામ તો તું ધારે તો જલ્દી પૂરાં કરી શકે છે.તું લખ કે તું આવીશ અને જલ્દી કામ કરી તૈયાર થા.મને ખબર છે તને કામ બહુ હોય છે પણ મિત્રોને મળીને ફ્રેશ થવાની મજા અલગ જ છે.’

યંગ દીકરાએ ના પાડતી મમ્મીને તૈયાર કરીને મોકલી. ખૂબ જ વરસાદ હતો.બધા સમયસર ન પહોંચ્યાં. કોઈ ટ્રાફિકમાં અટવાયું.કોઈ મોડું પડ્યું.હંમેશાં મોડી પડતી સ્નેહા પહોંચી ગઈ. હજી ત્રણ જણ જ પહોંચ્યાં હતાં.સેજલને તાવ હતો. તેને ડોક્ટર પાસે દીકરો લઇ ગયો.ડોકટરે ઇન્જેકશન આપ્યું પછી સેજલને થોડું સારું લાગ્યું.તેને જવાનું બહુ મન હતું. તે જોઇને દીકરાએ કહ્યું, ‘મમ્મી, હજી બહુ મોડું નથી થયું તને બહુ મન છે તો હું તને મૂકી જાઉં છું. તું તારી ફ્રેન્ડસને મળી લે અને મને ફોન કરજે એટલે તને ફરી લેવા પણ આવી જઈશ.’સેજલ પોતાના યંગ દીકરાની સમજ અને પ્રેમ જોઇને ખુશ થઈ ગઈ.

યંગ દીકરો માંદી મમ્મીને તેની ફ્રેન્ડસને મળવા લઈ ગયો.સ્નેહા અને સેજલ બંને જણે પોતપોતાની વાત કહી. સ્નેહાએ કહ્યું, ‘મારા દીકરાએ મને કહ્યું, મોમ જલ્દી કામ કર અને જા.તેણે પુશ કર્યું એટલે જ હું આવી શકી.’ સેજલે કહ્યું, ‘મારો દીકરો જાણી ગયો કે તાવને કારણે મારાથી નહિ જવાય એટલે મારો મુડ ઓફ છે. તે મને ડોક્ટર પાસે લઇ ગયો અને પછી અહીં પણ મૂકી ગયો.ફોન કરીશ એટલે લેવા પણ આવશે.’યંગ જનરેશનની આ સમજ કાબિલેતારીફ હતી.બધાં ખુશ થયાં અને વાતોમાં ખોવાઈ ગયાં.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top