દિન પ્રતિદિન રસ્તા, માર્ગ, હાઇવે પર વાહનોનો ટ્રાફિક વધતો જાય છે. ટ્રાફિક જામ થતાં વાહનોની લાંબી લાઇનોલાગે છે. આ બધી કાયમી સમસ્યા છે. દરેકને ઉતાવળ હોય છે. કોઇ કોઇને સકાઇડ આપવા તૈયાર નથી. ઓવરટેક કરીને વાહન ભગાવતા હોય છે. પરંતુ એમ્બ્યુલન્સ, શબવાહિની, ફાયર બ્રિગેડ જેવી આવશ્યક સેવા ગણાતા વાહનોને સાઇડ આપીને પહેલા જવા દેવા જોઇએ એવું મારું માનવું છે. કેમકે સાયરન વગાડીને પૂરપાટ દોડતી એમ્બ્યુલન્સમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાતો હોય છે. કોઇ વ્યકિત અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલો હોય તેને સારવાર માટે લઇ જવાતો હોય છે.
આથી એમ્બ્યુલન્સની ગંભીરતા સમજવી જોઇએ. આજે મોબાઇલ વોટસઅપનો જમાનો છે. લોકો યુવાનો અનેક જગ્યાએ સેલ્ફી લઇને આનંદ માણતા હોય છે. પરંતુ કરુણતા એ છે કે રોડ પર અકસ્માત થયો હોય ચાલક લોહી લુહાણ હાલતમાં હોય તેને સારવાર માટે લઇ જવામાં મદદરૂપ થવું જોઇએ તેના બદલે આજના યુવાનો વોટસઅપ મુવી ઉતારતા હોય છે કોઇ મદદ કરવા તૈયાર નથી થતું. આ તો સારું છે કે સરકારની 108 એમ્બ્યુલન્સ સેવા તાત્કાલીક સ્થળ પર આવી પહોંચે છે. એમ્બ્યુલન્સ ખુદાના ફરિશ્તા જેવી હોય છે.
તરસાડા – પ્રવિણસિંહ મહિડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
‘‘લોકલ ડીબેટ?!’’
થોડા સમય પહેલાં યુએસમાં યોજાતી નેશનલ ડીબેટ વિષે અખબારોમાં ચર્ચા થયેલી. આપણે ત્યાં લોકસભા, વિધાનસભાને મ્યુનિ. ચૂંટણીઓ થાય છે, ત્યારે જુનિ ચેમ્બર, લાયંસ, જાયંટ્સ જેવી એનજીઓ એ દરેક પક્ષના નેતાઓને જાહેર મંચ પર આમંત્રણ આપી તેમનો પરિચય આપી તેઓ શું વિચારે છે, કઈ રીતે પ્રશ્નો હલ કરી શકે વગેરે મંચ પર કરે અને પ્રેક્ષકોના પ્રશ્નોનાં સંતોષકારક જવાબ આપે. અમદાવાદ વડોદરા જેવા શહેરમાં આવો નવો પ્રયોગ થયેલો ને તેનો સુંદર પરિણામ મળેલાં- અને તમે ‘‘લોકલ’’ડીબેટ કહી શકો! જો એનજીઓ આ દિશામાં વિચારી, તો લોકશાહીને લોકોને સુંદર પરિણામો મળી શકે.
સુરત – ડૉ.અનુકૂલ એમ.નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.