Charchapatra

દાનનું મહત્વ સમજો

હાલમાં જ સમાચાર હતા કે તિરુપતિ મંદિરના ટ્રસ્ટીના ઘરેથી આઇ.ટી. વિભાગને સો કરોડ રોકડા અને 120 કિલો સોનુ મળ્યું. અહીં પ્રશ્ન એ ઉપદ્રવીત થાય છે કે આ પૈસા અને સોનુ લાખો ભકતોએ શ્રધ્ધા અને ભકિતથી મંદિરમાં દાન કર્યું તેના છે તો શું આ ભકતોનું દાન યોગ્ય જગ્યાએ ગયું શું? આવા દેશમાં અનેક ધનિક મંદિરો છે જયાં ભકતો દ્વારા લાખો અને કરોડો રૂપિયાનું દાન કરે છે અને એ દાન અયોગ્ય વ્યકિતઓના હાથમાં જાય છે. દાનનું મહત્વ સમજવું હોય તો એ સમજો કે જન સેવા એજ પ્રભુ સેવા છે. દાન કરવું હોય તો ઘરડા ઘર, અનાથઆશ્રમમા કરો અથવા એવી વ્યકિતને મદદ કરો કે કોઇ વિદ્યાર્થી ભણવામાં ખુબ જ હોંશીયાર હોવા છતાં આર્થિક સમસ્યાનેક ારણે આગળ ભણી શકતો નથી એને શિક્ષણ માટે સહાય કરો કોઇ વ્યકિતની ધનિક બિમારી હોય અને પૈસાને કારણે તે યોગ્ય રીતે પોતાના ઇલાજ કરાવી શકે તેમ ન હોય તેને મદદ કરો. માટે દાનની મહિમા સમજી માનવ કલ્યાણ માટે યોગ્ય જગ્યાએ દાન કરજો એજ સાચુ દાન છે.
સુરત                   – રાજુ રાવલ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top