SURAT

સુરતમાં ઝાડા-ઉલટીનો વાવર બેકાબુ : બે માસુમના મોત, પતિ-પત્ની દાખલ

સુરત: સુરત શહેરમાં રોગચાળો બેકાબુ બનતા વધુ બે માસુમ બાળકોને 12 કલાકમાં જ ભરખી ગયો હોવાનું સામે આવ્યું છે. ડીંડોલીના 2 વર્ષના રુદ્રાક્ષ અને પાંડેસરા ના 6 વર્ષના વિકાસનું ઝાડ-ઉલ્ટીમાં મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. માસુમ વિકાસના પરિવારે કહ્યું હતું કે રાત્રે 3 વાગે ઝાડ-ઉલટી થયા બાદ સવારે સિવિલ લઈ આવતા ડોક્ટરો એ મૃત જાહેર કર્યા છે. જ્યારે માસુમ વિકાસના માતા-પિતા ને પણ ઝાડ-ઉલટી ની સારવાર હેઠળ દાખલ કરવાની ફરજ પડી છે.

વિકાસની માસી એ જણાવ્યું હતું કે સોમવારે જ વતન નંદુરબાર થી સુરત રોજગારીની શોધમાં આવ્યા હતા. બહેન બનેવી અને એના બે બાળક સાથે સુરતના પાંડેસરા મિલન પોઇન્ટ પાસેની એક ખોલીમાં ભાડુઆત તરીકે રાત્રી રોકાણ નો પહેલો દિવસ પસાર કરી રહ્યા હતા. ત્યારે રાત્રીના 3 વાગે અચાનક બહેન-બનેવી અને માસુમ વિકાસની તબિયત લથડી હતી ત્રણેય ને ઝાડ-ઉલટી શરૂ થઈ ગયા હતા. આખી રાત આવી જ રીતે વિતાવવા મજબુર હતા.

વધુમાં જણાવ્યું હતું કે સવાર પડતા જ 108 ની મદદથી માસુમ વિકાસ અને એના માટે-પિતાને સિવિલ લઈ આવતા બહેન-બનેવીને દાખલ કરી દેવાયા હતા. જ્યારે માસુમ વિકાસ (ઉ.વ. 6) ને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પરિવારના ત્રણેય સભ્યો ને ઝાડા-ઉલટી થવા પાછળનું કારણ જાણી શકાયું નથી.

જ્યારે ડીંડોલી સાઈનગર માં રહેતા એક 2 વર્ષના રુદ્રાક્ષ નું આજે વહેલી સવારે અચાનક ઝાડ-ઉલટી થયા બાદ સિવિલ લઈ આવતા મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ ડીંડોલી પોલીસ ને કરાઈ હતી.

પાંડેસરામાં ઝાડા ઉલટીથી 7 વર્ષની બાળકીનું મોત
સુરત: શહેરમાં ચોમાસાના કારણે ઠેર-ઠેર ગંદકી થવાના કારણે પાણીજન્ય રોગોમાં ઉછાળો આવ્યો છે. તેમાં પણ પાંડેસરામાં તો પાણીજન્ય રોગોના કારણે બાળકોના મોત થઈ રહ્યાં છે. બે દિવસ પહેલા બે બાળકો અને એક આધેડ મહિલાનું મોત નિપજ્યું હતું. ગતરોજ પાંડેસરા ગણેશનગરમાં 7 વર્ષની બાળકીને ઝાડા-ઉલટીઓ થવા લાગી હતી. પરિવારજનો તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું.

નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશનો સંદિપ શાહુ પાંડેસરામાં વડોદ ગામ પાસે ગણેશનગરમાં પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની ઉપરાંત એક દીકરી અને એક દીકરો છે. સંદિપ શાહુ પાંડેસરાની મિલમાં નોકરી કરીને પરિવારનું ભરણ-પોષણ કરે છે. સંદિપની દીકરી સાવની( 7 વર્ષ)ને ગતરોજ બપોરે તાવ આવ્યો હતો. સાંજે બાળકીની તબિયત વધારે ખરાબ થઈ હતી. તેણીને ઝાડા-ઉલટી થવા લાગતા પરિવારજનો ગભરાયા હતા. પિતા બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા જ્યાં સારવાર દરમિયાન સાવનીનું મોત નિપજ્યું હતું. પાંડેસરામાં પાણીજન્ય રોગોના કારણે લોકો બિમાર પડી રહ્યા છે. પાંડેસરાની ખાનગી ક્લિનિકમાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે.

Most Popular

To Top