હજુ ઉનાળાની શરૂઆત છે છતાં અસહ્ય ગરમી પડી રહી છે. અસહ્ય ગરમીનું મુખ્ય કારણ ઝડપથી ઘટતી જતી હરિયાળી અને વૃક્ષારોપણનું નહિવત પ્રમાણ છે. માનવીઓના હાથે કપાતા જતાં જંગલો અને વાહનોના ઝેરી ધુમાડાથી પેદા થતું પ્રદૂષણ કાળઝાળ ગરમીના મુખ્ય પરિબળો છે. દરેક વ્યકિત માત્ર એકજ વૃક્ષ વાવે અને તેની યોગ્ય માવજત કરે તો આ સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે. ભૂતકાળમાં બેંગ્લુરુ શહેરની મહાનગર પાલિકા દ્વારા વૃક્ષારોપણ-ઉછેર કરનારને કરવેરામાં પાંચથી દસ ટકા રાહત આપવાનું પગલું લેવામાં આવ્યું હતું. મેમનગર ગ્રામ પંચાયત દ્વારા પણ ભૂતકાળમાં વૃક્ષારોપણ ઉછેરની ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી, અને સૌથી વધુ વૃક્ષો ઉગાડે તેને પુરસ્કાર આપવાની યોજના અમલમાં મૂકી હતી. આવી વૃક્ષારોપણ-ઉછેરની યોજના તમામ શહેરોની નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતો દ્વારા અમલમાં મૂકવામાં આવે અને આવે તો તેના ઉત્તમ પરિણામો પ્રાપ્ત થાય તેમ છે. ઔદ્યોગિક એકમોએ પણ સામાજિક જવાબદારી સમજીને વૃક્ષારોપણની કામગીરી ઉપાડી લેવાની તાતી જરૂર છે.
પાલનપુર – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વૃક્ષો કપાતાં ગરમીમાં અસહ્ય વધારો
By
Posted on