જો દુનિયામાં ભગવાન પછીનું કોઈને સ્થાન આપવામાં આવ્યું હોય તો તે ડોકટર છે. કોઈપણ બીમાર વ્યક્તિને ડોકટર સાજા કરી શકે છે. હાલમાં શહેરી વિસ્તારોમાં અનેક ડોકટરો ઉપલબ્ધ છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં સારા તબીબોની કમી છે. આવી સ્થિતિમાં પણ બારડોલીમાં બાબેન ખાતે આવેલી ઉમરાખ હોસ્પિટલએ આસપાસના પંથકમાં સેવાની સુવાસ ફેલાવી છે. મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ હોવાને કારણે ઉમરાખ હોસ્પિટલએ લોકોમાં અલગ જ ચાહના ઊભી કરી છે. બાબેન ગામમાં વિદ્યાભારતી ટ્રસ્ટ કોલેજ કેમ્પસની અડીને કુદરતી વાતાવરણમાં સ્વચ્છ, સુંદર આયોજનબધ્ધ બાંધકામ, વિશાળ પાર્કિંગ એરિયા, આધુનિક ઉપકરણોથી સજ્જ, ઓપરેશન થિયેટર, ICU, NICU, PICU જનરલ વોર્ડથી લઇ ડીલક્ષ રૂમ સુધીની સગવળ, 24×7 ઇમરજન્સી ટ્રોમા સેન્ટર, જનરેટર પાવર બેક અપ, ઓક્સિજન પ્લાન્ટ એમ્બ્યુલન્સ તેમજ જમવા માટે કેન્ટીનની સુવિધાઓ હોવાથી ઉમરાખ હોસ્પિટલમાં દૂરદૂરથી દર્દીઓ સારવાર માટે આવી રહ્યાં છે. આમ તો સને 2010માં જગદીશ નારણભાઈ પટેલ દ્વારા બિલ્ડિંગ બનાવીને તે સમયે આરાધના હોસ્પિટલ તરીકે હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી હતી. જોકે, બાદમાં આરાધના હોસ્પિ. બંધ થઈ ગઈ હતી. બાદમાં સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા થોડા સમય માટે તેને ચલાવવામાં આવી પરંતુ ટ્રસ્ટ પણ હોસ્પિટલ ચલાવી શક્યું નહોતું. આ દરમિયાન ઈમારત ખંડેર બની જવા પામી. ત્યારબાદ વિદ્યાભારતી ટ્રસ્ટના ટ્રસ્ટીગણની ઘણી મહેનતથી આ ખંડેર હોસ્પિટલનું નવસર્જન કરીને તેને ચલાવવાની જવાબદારી અજય પટેલને આપવામાં આવી. જેમણે આ હોસ્પિટલનો પૂર્ણોદ્ધાર કર્યો. ઉમરાખ હોસ્પિટલ નામ આપી હોસ્પિટલનું નવસર્જન કરવામાં આવ્યું. સ્થાનિક તેમજ અંતરિયાળ વિસ્તારના ગરીબ લોકો કે જેમણે મેડિકલ સેવા લેવા સુરત સુધી જવું પડતું હતું તેમના માટે ઘરઆંગણે સુરત જેવી જ સેવા ઊભી કરી. માત્ર મેડિકલ સેવા જ નહી પરંતુ આકસ્મિક આવી પડેલી ગંભીર પરિસ્થિતિ લોકડાઉન-1થી લઇ અત્યાર સુધી હોસ્પિટલ ટીમને કાર્યરત કરી વિવિધ પ્રકારની સેવાઓ પણ પહોંચાડી.
લોકડાઉનમાં માસ્ક-સેનેટાઈઝરનું વિનામૂલ્યે ઉમરાખ હોસ્પિટલ દ્વારા વિતરણ કરાયું હતું
લોકડાઉન-1માં જયારે માસ્ક-સેનેટાઇજરનો કાળાબજાર થઇ રહ્યો હતો ત્યારે લોકસેવામાં ફરજ બજાવતાં કર્મચારીઓ પોલીસ, તાલુકા પંચાયત, નગરપાલિકાનાં, જીઇબી, રેલ્વે કર્મચારીઓને તેમજ સ્થાનિક પ્રજાઓ બારડોલી નગર તેમજ નજીકનાં ગામડાઓમાં વિના મૂલ્યે માસ્ક-સેનેટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે સમયે નિરાધાર નિરાશ્રિત પ્રવાસીઓને બેટાઇમ ભોજનની વ્યવસ્થા પણ કરી હતી. નજીક વિસ્તારોમાં જરૂરિયાતમંદ પરીવારોને અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ફરજનિષ્ઠ કર્મચારીઓને ચા-પાણી, નાસ્તો તેમજ જમવાનું આયોજન પણ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું હતું.
સ્થાનિકોમાં કોરોના ફેલાતાં ઉમરાખ હોસ્પિટલમાં જ કોવિડની હોસ્પિટલ પણ ચાલુ કરી સારવાર અપાઈ હતી
બીજી લહેરમાં જ સ્થાનિકોમાં કોવિડ જેવી બિમારી ફેલાઇ જતાં ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ હતી. સુરત શહેરમાં હોસ્પિટલોમાં પણ જગ્યા ભરાઇ જતાં કોવિડમાં કોઇ પણ હોસ્પિટલ-ડોકટર સેવામાં આગળ નહીં આવતાં આ ગંભીર પરિસ્થિતિ તેમજ જીવલેણ રોગ કોરોનામાં સારવારની જવાબદારી ઉમરાખ હોસ્પિટલના શિરે આવી હતી. કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈપરમાર, હસમુખભાઇનાં આગ્રહથી કોવિડની DCH હોસ્પિટલ ચાલુ કરવામાં આવી. કોવિડ-1/2 ઉમરાખ હોસ્પિટલનાં ડોકટરો-નર્સ તેમજ અન્ય સ્ટાફ જીવનાં જોખમે પણ તેઓએ લોકસેવામાં આહુતિ આપી છે. તેમજ તેમનું સફળ સુકાન સંભાળનારા અજય પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
ગંભીર બીમાર દર્દીઓને નાણાકીય તંગી નહીં નડે એ માટે UH હેલ્થ કાર્ડ પણ લોકસેવામાં મૂકવામાં આવશે
હાલની પરિસ્થિતિમાં પણ જયારે લોકોની નાણાકીય તંગી, ગંભીર બિમારીનો ભય, જેવા વાતાવરણમાં લોકોને મેડિકલ બિલમાં રાહત મળી રહે. સારી અને ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી UH હેલ્થકાર્ડ લોકસેવામાં મૂકવા જઇ રહ્યા છે. માંદગી કોને, કયારે, કેવી રીતે અને કેટલો ખર્ચ આવશે તે વિશે કંઇપણ કહેવું અઘરુ છે. જે આ UH હેલ્થ કાર્ડથી સામાન્ય જનતાને મેડિકલ સારવાર ઘણી મદદ મળી રહેશે.
ઉમરાખ હોસ્પિટલ દ્વારા સરકારી ચિરંજીવી યોજનામાં પણ સારવાર અપાઈ રહી છે
ઉમરાખ હોસ્પિટલ દ્વારા સરકારી યોજનાઓનો પણ દર્દીઓને સીધો લાભ આપવામાં આવી રહ્યો છે. સરકારની જે ચિરંજીવી યોજના છે તેમાં પણ પ્રસુતાઓની વિનામૂલ્યે પ્રસુતિ કરી આપવામાં આવી રહી છે. આ યોજનાને પગલે અનેક પરિવારો કે જ્યાં તેમને નાણાંની તકલીફો હોય તેવા તમામને સીધો લાભ મળી રહ્યો છે.
- ઉમરાખ હોસ્પિટલની ખાસ વિશેષતાઓ
- # ગંભીર દર્દીની સારવાર માટે આધુનિક ઉપકરણોની સજ્જ ICU/NICU/PICU
- # દર્દી માટે ડાયેટિશ્યન દ્વારા પ્રમાણિત ભોજન-24 કલાક
- # લેમિનાર મોડયુલર સુવિદ્યાયુક્ત ઓપરેશન થિયેટર
- # અનુભવી અને તજજ્ઞ ડોકટરોની ટીમ
- # બેઝિક ટુ એડવાન્સ જનરલ એન્ડ લેપ્રોસ્કોપી સર્જરી
- # એન્ડોસ્કોપી, કોલોનોસ્કોપી, ઓર્થોસ્કોપી
- # જનરલ રૂમથી સ્યુટ રૂમ સુધીની સુવિધા
- # મેડિસિન
- # સર્જરી
- # પીડિયાસ્ટ્રિક્સ
- # ઓબસ્ટેટ્રિક્સ (પ્રસુતિ)
- # ગાયનેકોલોજી
- # ઓર્થોપેડિક
- # ટ્રોમા સેન્ટર
- # જોઈન્ટ રિપ્લેસમેન્ટ
- # ઈ.એન.ટી.
- # કાર્ડિયોલોજી
- # ડેન્ટલ
- # પેથોલોજી
- # રેડિયોલોજી
- # ન્યુરોલોજી
- # ઓન્કોલોજી (કેન્સર)
- # ઓન્કો સર્જરી
- # પ્લાસ્ટિક સર્જરી
- # ફીઝિયોથેરાપી
- # રિહેબિલિટેશન (ઓર્થો)
- # સ્કીન એન્ડ કોસ્મેટિક
- # સાયકિયાટ્રિક્સ (માનસિક રોગ)
બીપીએલ કાર્ડધારકોને 50 ટકા સુધી રાહત અપાઈ રહી છે
ઉમરાખ હોસ્પિટલમાં જેમની પાસે બીપીએલ કાર્ડ હોય તેવા પરિવારોને 50 ટકા સુધીની સહાય આપવામાં આવી રહી છે. આવા પરિવારોના દર્દીઓને ઓપીડીમાં ફ્રીમાં કન્સલ્ટેશન કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે જો તેઓને હોસ્પિ.માં દાખલ થવાની જરૂરીયાત ઊભી થાય, ઓપરેશન કરવું પડે તેમ હોય તો તેમાં પણ 50 કા સુધીની રાહત આપવામાં આવી રહી છે.
જરૂરિયાત ઊભી થતાં બ્લડ કેમ્પ કરી લોહીની અછત પણ દૂર કરી હતી, કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ પણ કર્યું
કોરોનાકાળમાં જ્યારે લોહીની મોટી અછત સર્જાઈ ત્યારે ઉમરાખ હોસ્પિટલ દ્વારા મોટો ‘બલ્ડ કેમ્પ’ કરવામાં આવ્યો હતો. આ બ્લડ કેમ્પ દ્વારા સરદાર હોસ્પિટલ, બારડોલીના દર્દીઓની અછત પણ દૂર કરી આપી હતી. કોરોનાનો કાળો કેર વર્તાતો હતો ત્યારે ફરજ નિષ્ઠ કર્મચારીઓને વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કરી વિનામૂલ્યે દવાઓ પણ આપવામાં આવી હતી.