સુરત: સુરતના ઉમરા વિસ્તારમાં (Umra area) થોડા દિવસ પહેલા 6.61 લાખની ચોરી કરનાર બે આરોપીઓને પિસ્તોલ સાથે (with a pistol) ક્રાઈમ બ્રાંચે (Crime Branch)ઝડપી પાડ્યા હતા.આરોપીઓ પાસેથી કાર, પિસ્તોલ, મોબાઈલ, ચાંદીના વાસણ અને રોકડ મળીને કુલ 5.13 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.બને આરોપીઓ ગુગલ મેપ (google map)ના માધ્યમથી ફોનમાં સર્ચ કર્યું હતું અને ત્યારવબાદ બનેએ ચોરીનો પ્લાન બનવ્યો હતો.
સુરત લીંબાયત વિસ્તારમાંથી આરોપીઓ ઝડપાયા
ક્રાઈમ બ્રાંચ પાસેથી મળતી માહિતી મુજબ ઉમરા પોલીસ સ્ટેશનમાં ગત 28 જુલાઈએ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ઉંમરા ગામ ભાલતિલક સર્કલ પાસે રઘુવીર સોસાયટીમાં બંગલામાંથી એક અજાણ્યો બંગલામાં ગાર્ડન વાળા દરવાજાની લાકડાની પટ્ટી સાથેનો કાચ ખોલીને બંગલાની અંદર પ્રવેશ કરે છે. અને બેડરૂમના કબાટોના ડ્રોવર કોઈક સાધન વડે ખોલીને રોકડા રૂપિયા, સોના-ચાંદીના દાગીના, વાસણો, સી.પી.યુ, અને બુટ મળીને કુલ 6.61 લાખની ચોરી કરી હતી. ઉમરા પોલીસની ટીમ ચોરની શોધખોળમાં હતી ત્યારે ગઈકાલે પોલીસની ટીમે બાતમીના આધારે આરોપી મોહમંદ ઈરફાન ઉર્ફે ઉજાલે મોહમંદ અખ્તર શેખ તથા મોહમંદ મુંઝીલ મોહમંદ ગુલામ રસૂલ શેખ લીંબાયત મદનપુરા શાકભાજી માર્કેટ પાસે એસ.એમ.સી ટોયલેટ પાસેથી ઝડપી પાડ્યા હતા.
બન્ને ચોરો પાસેથી ચોરીનો મુદામાલ કબ્જે કરાયો
આરોપીઓને કારમાં એક પિસ્તોલ, મોબાઈલ ફોન, ચાંદીના વાસણો, રોકડ મળીને કુલ 5.13 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીઓની પુછપરછ કરતા કબુલાત કરી હતી કે, પોતે પોતાના વતન ખાતેથી પિસ્તોલ ખરીદીને ગુજરાતમાં અમદાવાદ, બરોડા અને સુરત ખાતે રાત્રીના સમયે પોતાની ફોર વ્હીલમાં મોબાઈલમાં ગુગલ મેપ પર વી.આઈ.પી એરિયાની રેકી કરતા હતા. અને બંધ મકાનમાં ઘુસીને રોકડા રૂપિયા- સોના ચાંદીના દાગીનાની ચોરી કરતા હતા. પોતે ચોરી દરમ્યાન કોઈક જાગી જાય તો તેને ગભરાવવા માટે લોડેડ પીસ્ટલ સાથે રાખતા હતા. આરોપીઓ સામે બેંગ્લોર, જાલંધર, યુપી સહિત 15 થી વધારે ગુનાઓ દાખલ છે.
ગુગલ સર્ચ કરી ચોરી કર્યાનો અજીબો ગરીબ કિસ્સો
ઇન્ટરનેટના માધ્યમથી ચોરી કરવાનો આ અજીબો ગરિક કહી શકાય તેવો કિસ્સો છે.ક્રાઇમબ્રાન્ચ પોલીસ પણ ચોરોની આ પ્રમાણેની મોડેસ ઓપરનેટીથી ચોરી કરવાના કીમિયાને લઇ દંગ રહી ગયા હતા,જોકે આજકાલ આધુનિક જમાનામાં દરેકને ગુગલ સર્ચ કરવાથી દરેક વસ્તુઓની રજેરજની માહિતી ઇન્ટરનેટના માધ્યમથી મળી જતી હોઈ છે.