અંકલેશ્વરના ઉમરવાડા રોડ પર નહેર નજીક સોલિડવેસ્ટનો મોટો જથ્થો પ્રમાણમાં મળી આવતા જીપીસીબીએ તપાસ હાથ ધરી છે. ઉમરવાડા રોડ પર નહેરની પાસે સોલિડવેસ્ટનો મોટો જથ્થો બુધવારે ગત રાત્રે કોઈ નાખી ગયું હતું. જેને ઉમરવાડા ગામના ખેડૂત ઈમરાન દેસાઇએ પોતાના ખેતરમાં જતા સમયે જોતા તેમણે તાત્કાલિક જીપીસીબીની અંકલેશ્વર કચેરીમાં જાણ કરી હતી જેના પગલે જીપીસીબીની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને સોલિડવેસ્ટના નમૂના લઈ વધુ તપાસ હાથ ધરી હતી. ઈમરાન દેસાઈએ જણાવ્યું હતું કે, અહીં વારંવાર કોઈ સોલિડવેસ્ટ નખીને જતું રહે છે.