ઉમરગામ : (Umargam) મધ્યસ્થ જેલમાંથી (Central Jail) હત્યાના (Murdar) ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો કેદી (Prisoner) વચગાળાના જામીન મેળવ્યા બાદ ફરાર (Ran Away) થઈ જતા આ બનાવ સંદર્ભે જેલરે કેદી વિરુદ્ધ ભીલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો આરોપી પાકા કેદી નંબર 1423 દીપેન ઉર્ફે બીપીન હસમુખભાઈ હળપતિ વચગાળાના જામીન રજા ઉપર સાત દિવસ માટે મુક્ત થયો હતો અને જામીન રજાની મુદત પૂરી થતાં 6/9/2022 ના રોજ લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે હાજર થવાનું હતું. પરંતુ આ કેદી નિયત તારીખે હાજર નહીં રહી ફરાર થઈ ગયો હતો. આ બનાવ સંદર્ભે જેલર આરએસ કુંડેચાએ ભીલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
વાપીમાં વકીલ પર હુમલાના ઘેરા પ્રત્યાઘાત, પોલીસને રજૂઆત કરી
વાપી : વાપીમાં વાહન તકરાર અંગે વકીલાતનામું કરનાર વકીલ પર બે વ્યક્તિએ હુમલો કરી કાચ તોડી એડવોકેટના હાથ પર ઈજા કરી હોવાના બનાવના વકીલ આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ બનાવ બાદ શુક્રવારે વાપી બાર એસોસિએશનના વકીલોએ વાપી ટાઉન પોલીસ મથકે આરોપીઓને સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી. સાથે જ વકીલોએ આરોપી તરફથી કોઈ પણ વકીલ વકીલાતનામું નહિ કરે તેવો ઠરાવ કરી વકીલ ઉપર થયેલા હુમલાના બનાવને વખોડી કાઢયો હતો. વાપીના એડવોકેટ પી. એન. સીંગે સર્વજીતકુમાર નામના વ્યક્તિને વાહન તકરાર બાબતે કાનૂની સેવા આપી હતી. જેનાથી નારાજ જયપ્રકાશ સિંગ અને શિવા બચુ સિંગ નામના શખ્સોએ આનંદ નગરના શાંતિ એપાર્ટમેન્ટ ખાતે એડવોકેટ પી. એન. સિંગની ઓફિસે આવી તેમની કારના કાચ તોડી વકીલ પર હુમલો કરી હાથમાં આંગળીના ભાગે ઇજા પહોંચાડી હતી.
આરોપી તરફથી કોઈ પણ વકીલ તેનું વકીલાતનામું નહિ કરે
બનાવ દરમ્યાન સ્થળ પર હાજર લોકોએ દોડીને શિવા સિંગને પકડી લીધો હતો. જ્યારે મુખ્ય સૂત્રધાર જયપ્રકાશ સિંગ ભાગી ગયો હતો. ઘટના અંગે પોલીસને જાણ કરી પી. એન. સીંગે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવ બાદ વાપી બાર એસોસિએશન દ્વારા પણ મિટિંગ કરી આરોપી તરફથી કોઈ પણ વકીલ તેનું વકીલાતનામું નહિ કરે અને વકીલ મિત્ર પર હુમલો કરનારને સજા અપાવવામાં મદદ કરશે તેવો ઠરાવ પસાર કર્યો હતો. વાપી ટાઉન પોલીસ મથકે પોલીસ ઇન્સ્પેકટર બી. જે. સરવૈયાને મળીને વકીલોએ રજૂઆત કરી હતી