ઉમરગામ: (Umargam) ભિલાડ હાઇવે પર ટેલર ટેન્કર (Tanker) અને કન્ટેનર (Container) વચ્ચે વિચિત્ર અકસ્માતમાં (Accident) એક મહિલાનું મોત નીપજવા પામ્યું હતું અને એક મહિલાને ઈજા પહોંચી હતી. ગુનો નોંધી વધુ તપાસ ભિલાડ પોલીસે હાથ ધરી હતી.
- ભિલાડ હાઇવે પર ટેન્કર અને કન્ટેનર વચ્ચેના વિચિત્ર અકસ્માતમાં મહિલાનું મોત
- ભિલાડ રેલવે ફાટકની સામે ત્રણ રસ્તાની પાસે ઉભેલા બે કન્ટેનરોની વચ્ચેથી પસાર થતી વખતે સર્જાયો અકસ્માત
પ્રાપ્ત પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ગુરુવારે બપોરે ત્રણેક વાગ્યાના સમયે ભિલાડ હાઇવે મુંબઈથી વાપી તરફના ટ્રેક ઉપર ભિલાડ રેલવે ફાટકની સામે ત્રણ રસ્તાની પાસે ઉભેલા બે કન્ટેનરોની વચ્ચેથી સોની યાદવ (ઉવ ૨૧) અને પૂજા અરવિંદકુમાર યાદવ (રહે ભિલાડ) ક્રોસ કરવા જતા અચાનક જ ટેલર ટેન્કર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા દબાઈ જતાં સોની યાદવને માથાના તથા શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા સ્થળ ઉપર મોત નિપજવા પામ્યું હતું.
જ્યારે પૂજા યાદવને ઈજા પહોંચતા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી આ મહિલા બજારમાં દવા લેવા ગઈ હતી અને પરત આવતી હતી ત્યારે આ ઘટના બની હતી. આ બનાવની ભીલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ યોગેશ યાદવે આપતા પોલીસે ટેલર (ટ્રક)ના ચાલક શિવરાજ ભેરૂલાલ (રહે થાણા પંડેર જિલ્લા ભીલવારા તાલુકા જહાઝપુર) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ભિલાડ પોલીસે હાથ ધરી હતી.
ધરમપુરના રાજપુરી જંગલ ગામના યુવાનને ફોરેસ્ટ કર્મચારીએ ફટકાર્યો
ધરમપુર : ધરમપુરના રાજપુરી જંગલ ગામના યુવાનને બિલપુડી બરુમાલનાં સીમાડા નજીક લઘુશંકા લાગતાં આ યુવાન કુદરતી હાજત માટે ત્યાં ગયો હતો, પરંતુ ખેતરમાં થોડા અંતરે મહિલાઓ ચાર કાપતી હતી. જેથી યુવાન ત્યાં ઉભો રહ્યો હતો, એટલી વારમાં વોચમેન આવ્યો હતો તમે અહીંયા શું કરો છો, એમ કહી દેવલ સાર્વન વાલવળને અન્ય ફોરેસ્ટનાં કર્મચારી ઝાલા તથા રામ નામના ઈસમે દંડા વડે કોઈપણ કારણ વગર ઢોરમાર બાદ રાજપુરી જંગલના સરપંચ ધીરુભાઈ મહુડકર તથા આવધાના માજી સરપંચ રણજીત કુંવર માજી આનંદ ગાંવિત તથા નરેશભાઈ આવધા ડેપ્યુટી સરપંચ સહિત ગ્રામજનો ધરમપુર પોલીસ મથકે પહોચી ફોરેસ્ટ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ દેવલ સાર્વન વાલવળએ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.