Gujarat

યુદ્ધની સંભાવના વચ્ચે યુક્રેનમાં સૈંકડો ગુજરાતી વિદ્યાર્થી ફસાયા, તેમને પાછાં લાવવા વાલીઓએ વડાપ્રધાનને વિનંતી કરી

યુક્રેન (Ukraine)અને રશિયા (Russia) વચ્ચે યુદ્ધની સ્થિતિનું સર્જન થયું છે. જેને લઈને માહોલ તંગ બન્યો છે. રશિયા દ્વારા હુમલાની સંભાવનાઓના પગલે કેટલીક આંતરરાષ્ટ્રીય એરલાઈન્સે પણ યુક્રેન ( Ukraine) ની ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી હતી. અમેરિકા સહિત અનેક મોટા દેશોએ પોતાના નાગરિકોને પરત સ્વદેશમાં બોલાવી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે  સમગ્ર ભારત (India)ના 18 હજારથી વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હોવાની વાત બહાર આવી છે. જેને લઈને વિદ્યાર્થીઓના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા છે. જેના પગલે વાલીઓએ વિદ્યાર્થીઓને ભારત પરત લાવવા માટે દિલ્હીમાં રાષ્ટ્રપતિ સચિવાલય (Secretariat of the President ) તેમજ વડા પ્રધાન ( Prime Minister )ને  અરજી કરવામાં આવી  છે. ફસાયેલા વિદ્યાર્થીઓ પૈકી  મોટાભાગના વિદ્યાર્થીઓ ગુજરાત (Gujarat), આંધ્રપ્રદેશ (Andhra Pradesh), તેલંગાણા (Telangana), કેરળ (Kerala), પંજાબ (Punjab) અને રાજસ્થાનના (Rajasthan)છે.

  • સમગ્ર ભારત દેશના 18 હજાર થી વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ કરતા હોવાના અહેવાલ
  • યુક્રેનમાં મેડિકલ અને એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અભ્યાસ કરે છે
  • મોટાભાગના દેશોએ યુક્રેનની ફ્લાઈટ બંધ કરી દેતાં હજારો વિદ્યાર્થી અને નાગરિકો યુક્રેનમાં ફસાયા

યુક્રેન વિવાદ હવે યુદ્ધ સુધી પહોંચી ગયો છે. આ મામલે અમેરિકાએ યુદ્ધ થવાની ચેતવણી પણ આપી દીધી છે. મોટા ભાગના દેશોએ યુક્રેન જતી ફલાઇટ  રદ કરી દીધી છે. આ ઉપરાંત અમેરિકાની સાથે જર્મની, ઈટલી, બ્રિટન, આયર્લેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ, કેનેડા, નોર્વે, એસ્ટોનિયા, લિથુઆનિયા, બલ્ગેરિયા, સ્લોવેનિયા, ઓસ્ટ્રેલિયા, જાપાન, ઈઝરાયેલે પોતાના નાગરિકોને દેશ છોડવાની અપીલ કરી છે. ત્યારે આ તણાવ વચ્ચે યુક્રેનમાં અભ્યાસ કરવા ગયેલા ભારતના વિદ્યાર્થીઓ ફસાયા છે.

ભારતના રાજ્યો જેવા કે ગુજરાત (Gujarat), આંધ્રપ્રદેશ (Andhra Pradesh), તેલંગાણા (Telangana), કેરળ (Kerala), પંજાબ (Punjab) અને રાજસ્થાનના (Rajasthan) વિદ્યાર્થીઓ ફસાયા છે. આજના યુવાધનમાં મેડિકલ અને એન્જીનિયરિંગનો અભ્યાસ કરવા માટે ફોરેન જવાની ઘેલછા વધી રહી છે. અને એમાં યુક્રેનનો પણ સમાવેશ થાય છે. જેથી દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેન જતા હોય છે. એવામાં યુક્રેન અને રશિયા વચ્ચેના સંભવિત યુદ્ધની અસર ગુજરાતી વિદ્યાર્થીઓ પર પણ પડી છે.

મળતી માહિતી અનુસાર ગુજરાતના 350 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. જોકે, એક રિપોર્ટ એવો પણ દાવો કરે છે કે ગુજરાત ના 3 હજારથી વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. સચોટ આંકડો હજુ સુધી જાણવા મળ્યો નથી. આંકડો જે હોય તે પણ યુક્રેનમાં જે માતા-પિતાના બાળકો ફસાયા છે તેઓના જીવ તાળવે ચોંટી ગયા છે. તેઓ ચિંતામાં મુકાઈ ગયા છે. પોતાના સંતાનોને પરત લાવવા માટે  વાલીઓએ ગુજરાતના મુખ્યમંત્રીથી લઈ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સુધી રજૂઆત કરી છે.

વાલીઓ દ્વારા દિલ્હીમાં રાષ્ટ્રપતિ સચિવાલય (Secretariat of the President ) તેમજ વડા પ્રધાન ( Prime Minister )ને  અરજી કરવામાં આવી  છે. આ ઉપરાંત ગુજરાતના વિદ્યાર્થીઓ ને પરત લાવવા મુખ્ય મંત્રીને રજૂઆત કરાશે. વડોદરા શહેરની એક શાળાના પ્રિન્સિપલની પુત્રી પણ યુક્રેનમાં ફસાઈ છે. વાલીઓનું કહેવુ છે કે જેવી રીતે કોરોનાકાળમાં વિદેશમાં ભણતા નાગરિકોને પરત લાવવા માટે એરલાઇન્સની વ્યવસ્થા કરવામાં આવી તેવીજ રીતે યુક્રેનમાં રહેલા ગુજરાતીઓને પણ પરત લાવવા વ્યવસ્થા કરવામાં આવે. વાલીઓનું એમ પણ કહેવુ છે કે આવી સ્થિતિને કારણે બાળકો ત્યાં ડરમાં જીવી રહ્યા છે. વળી એરલાઇન્સે ભાડા પણ એટલા બધા વધારી દીધા છે કે વિદ્યાર્થીઓ ત્યાંથી આવી શકતા નથી.

ઉલ્લેખનીય છે  કે યુક્રેન અને રશિયા વચ્ચે સંભવિત યુદ્ધને લઈ સરહદો પર લાખખો સૈનિકો તૈનાત કરી દેવામાં આવ્યા છે. રશિયા આ વાત થી સતત ઇન્કાર કરી રહ્યું છે. પરંતુ અમેરિકા અને તેમના NATO સહયોગી માને છે કે રશિયા આ તરફથી વધી રહ્યું છે અને આ માટે તૈયાર કરી રહ્યો છે.

Most Popular

To Top