World

યુક્રેન પર યુદ્ધનું સંકટ ટળ્યું નથી: 18 ફેબ્રુઆરીએ વ્લાદિમીર પુતિન બેલારુસના તાનાશાહ સાથે મુલાકાત કરશે

નવી દિલ્હી: યુક્રેન (Ukraine)પર રશિયા દ્વારા (Russia) હુમલાની સંભાવના વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin ) અને બેલારુસિયન (Belarusian) તાનાશાહ એલેક્ઝાંડર લુકાશેન્કો (Alexander Lukashenko) શુક્રવારે મોસ્કોમાં (Moscow) મળશે. જોકે બંને ટોચના નેતાઓ વચ્ચે યુરોપિયન સુરક્ષા અને દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા થશે. પરંતુ યુક્રેનથી બેલારુસમાં પોતાની સેના ખસેડ્યા બાદ હજુ પણ રશિયાના હુમલાની શક્યતા નકારી શકાય તેમ નથી.

યુક્રેન મુદ્દે ચાલી રહેલા સંઘર્ષની સ્થિતિને હળવી કરવાના સંકેત આપી રશિયાએ કહ્યું છે કે પશ્ચિમ દેશ સાથે વાતચીતનો માર્ગ ખુલ્લો છે અને સરહદ પર રહેલા સૈનિકો તથા હથિયારોને તે પરત ખેંચી રહ્યું છે. પરંતુ અમેરિકા તથા તેના કેટલાક સહયોગી દેશોઓ આ મુદ્દે પોતાનું કડક વલણ અપનાવી રહ્યા છે. એકંદરે છેલ્લા બે દિવસથી રશિયા યુક્રેન મુદ્દે નરમ પડી રહ્યું છે.

બુધવારે જાણવા મળ્યું છે કે 18 ફેબ્રુઆરીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન રાજધાની મોસ્કોમાં બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કો સાથે મુલાકાત કરશે. આ દરમિયાન બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધો અને યુરોપીયન સુરક્ષા પર વાતચીત કરશે. વ્યૂહાત્મક ભાગીદારીના મુદ્દાઓ અને જોડાણના રશિયન-બેલારુસિયન સંબંધોના વધુ વિકાસ તેમજ યુરોપિયન સુરક્ષાની સમકાલીન સમસ્યાઓ પર ચર્ચા કરવાનું આયોજન છે.

યુક્રેન, અમેરિકા અને બ્રિટન રશિયા પર વિશ્વાસ કરવા તૈયાર નથી
મહત્વપૂર્ણ છે કે બંને નેતાઓની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે યુક્રેન પર રશિયન હુમલાનો ખતરો છે. બીજી તરફ પુતિને રશિયન સેનાને બેલારુસ મોકલી છે. હવે આગામી શુક્રવારે બંને નેતાઓની બેઠક યોજાઈ રહી છે. એવું માનવામાં આવે છે કે ત્રણેય યુક્રેન, અમેરિકા અને બ્રિટન હજુ પણ રશિયા પર વિશ્વાસ કરવા તૈયાર નથી. તો બીજી તરફ, રશિયાએ હુમલાની કોઈપણ યોજનાને નકારી કાઢી છે અને તેને પશ્ચિમી દેશોનું “પાગલપણું” ગણાવ્યું છે. હવે 18 ફેબ્રુઆરીએ બેલારુસ અને રશિયાની બેઠક પર દુનિયાની નજર રહેશે.

બેલારુસમાં રશિયાની સેના હટી ગઈ પણ ટ્રેનિંગ મિશન હટાવાયું નથી
યુક્રેનની ઉત્તર દિશામાં રશિયાનું ટ્રેનિંગ મશીન યથાવત્ રાખતા યુદ્ધના સંકેત હજી પણ જોવા મળી રહ્યા છે. રશિયાએ દાવો કહ્યો હતો કે સંઘર્ષવાળી જગ્યાએથી તેના કેટલાક સૈનિકોને હટાવી લેશે પરંતુ ટ્રેનિંગ યથાવત રહેતા સંકટના વાદળ હજી ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. રશિયાએ તેના યુદ્ધ જેટ વિમાનો બેલારુસની ઉપર તાલીમ મિશન પર ઉડાવ્યાં અને પેરાટ્રૂપર્સે ફાયરિંગ રેન્જમાં શૂટિંગ અભ્યાસ કર્યો. પશ્ચિમના દેશોને ડર છે કે યુક્રેનમાં સંભવિત રશિયા આક્રમણ માટે એનો ઉપયોગ એક કવર તરીકે કરી શકે છે. જોકે બેલારુસના વિદેશમંત્રી વ્લાદિમીર મેકીએ ફરી એક વખત પુષ્ટિ કરી છે કે સૈન્ય અભ્યાસ સમાપ્ત થયા બાદ રશિયાના તમામ સૈનિકો દેશ છોડી દેશે.

Most Popular

To Top