Business

યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ: ભારતીય શેરબજારમાં 5 મિનીટમાં રોકાણકારોના 6.50 લાખ કરોડ ધોવાયા

નવી દિલ્હી: વિશ્વની બે મહાસત્તા અમેરિકા (The United States of America)અને રશિયા (Russia) યુક્રેન (Ukraine)વિવાદને લઈ  સામસામે આવી ગયા છે. આ બંને દેશો વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. યુક્રેનમાં સ્થિતિ તંગ બની ગઈ છે. મોટા ભાગના દેશોએ યુક્રેનની તમામ ફલાઇટો સ્થગિત કરી દીધી  છે. રશિયા ટૂંક સમયમાં યુક્રેન પર હુમલો કરીને પોતાના કબ્જામાં લઈ લેશે આ ચેતવણી અમેરિકા એ આપી હતી. જેથી યુક્રેનમાં હુમલાના ભયના પગલે અમેરિકા, બ્રિટેન (Britain)અને જર્મની (Germany) સહિત અનેક  દેશોએ પોતાના નાગરિકોએ યુક્રેનને છોડવાની સલાહ આપી છે. જેને લઈને બહારના લોકો યુક્રેન છોડી પોતાના દેશમાં પરત ફરી રહ્યા છે. આ વિવાદની અસર ભારત (India)પર પણ થઇ રહી છે. યુક્રેન વિવાદને લઈ શેર બજારમાં મોટો ઘટાડો થયો છે. આ અસર ભારત ઉપરાંત  અમેરિકા, જાપાન સહિત અનેક દેશોના શેરબજારોમાં પણ જોવા મળી રહી છે.

  • બ્રિટન, અમેરિકા અને જર્મનીએ યુક્રેનમાં વસવાટ કરતા પોતાના નાગરિકોને પરત બોલાવી લીધા
  • અનેક દેશોએ યુક્રેનની ફ્લાઈટ રદ કરી દીધી, અફરાતફરીનો માહોલ સર્જાયો
  • અમેરિકા અને રશિયાએ યુક્રેન સરહદ પર લાખોની સંખ્યામાં સેનિકો તૈનાત કર્યા

રશિયા(Russia) અને યુક્રેન (Ukraine)  વચ્ચેનો વિવાદ શમતો દેખાઈ રહ્યો નથી. કારણ કે આ વિવાદના પગલે દિવસેને દિવસે સ્થિતિ તંગ બનતી જાય છે. અમેરિકા (The United States of America)   અને રશિયા વચ્ચે છેલ્લા એક મહિનાથી યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. જો કે યુક્રેન વિવાદને લઈ અમેરિકા અને રશિયા વચ્ચે યુદ્ધને ટાળવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ વિવાદને ટાળવા માટે કરવામાં આવેલા તમામ પ્રયાસો નિષ્ફ્ળ ગયા હતા. અને હવે સ્થિતિ તંગ બની ગઈ  છે.

અમેરિકાએ ચેતવણી આપી હતી કે રશિયા ટૂંક સમયમાં જ યુક્રેન પર હુમલો કરી શકે છે. હુમલા બાદ અફરાતફરીનો માહોલ સર્જાશે. હુમલાના ભયના  પગલે અમેરિકાની સાથે બ્રિટન અને જર્મની સહિત ઘણા દેશોએ તેમના નાગરિકોને યુક્રેન છોડવાની અપીલ કરી છે. અમેરિકાએ યુક્રેનમાં પોતાના દૂતાવાસમાં કામ કરી રહેલા બિનજરૂરી સ્ટાફને દેશ છોડવાના આદેશ આપી દીધા છે. તેમજ  બાકીના કર્મચારીઓને પોલેન્ડ઼ની પાસે યુક્રેનમાં દૂર પૂર્વ ક્ષેત્રમાં મોકલી રહ્યા છે.

રશિયાએ યુક્રેનની સરહદ પર સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. રશિયાની સરહદ પર એક લાખથી વધુ નહીં પરંતુ 1,30,000થી વધુ સૈનિકો છે. આ મામલે અમેરિકા સાવધાન થઇ ગયું છે. યુક્રેનના સૈનિકોને ટ્રેનિંગ આપનારા લગભગ 150 સૈનિકોને અમેરિકાએ દેશ બહાર કાઢ્યા મુક્યા છે. આ વિવાદને લઈ વિશ્વની ઘણી એરલાઇન કંપનીઓએ યુક્રેન જતી ફલાઇટનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે. ડર એરલાઈન્સ કેએલએમએ યુક્રેન માટે તાત્કાલિક પ્રભાવથી ફ્લાઈટ બંધ કરવાની જાહેરાત કરી છે.

BSE સેન્સેક્સમાં ધરખમ ઘટાડો, અન્ય દેશોના શેર બજારો પણ પ્રભાવિત
યુક્રેન વિવાદની અસર ભારત પર જોવા મળી રહી છે. ભારતના શેરબજાર માં મોટો ઘટાડો થયો છે. BSE સેન્સેક્સમાં 1100થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો  છે. માત્ર 5 જ મિનીટમાં રોકાણકારોના 6.50 લાખ કરોડ ધોવાયા છે.  એવું માનવામાં આવે છે કે યુક્રેન સંકટના કારણે બજારમાં વેચાણનો તબક્કો શરૂ થયો છે. તેની અસર માત્ર ભારતમાં જ નહીં પરંતુ અમેરિકા, જાપાન સહિત અનેક દેશોના શેરબજારોમાં જોવા મળી રહી છે. એટલું જ નહીં, રૂપિયા અને મેટલ્સમાં પણ ઘટાડાનો સિલસિલો જારી રહ્યો છે.

યુક્રેનમાં યુદ્ધની  સ્થિતિને  લઈ ભારતીય શેર બજારમાં લોકોના કરોડો રૂપિયા ધોવાયા છે. માત્ર 5 જ મિનિટમાં 6.50 લાખ કરોડ ધોવાતા રોકાણકારોને રોવાનો વારો આવ્યો છે. આ વિવાદના પગલે  પાછલા અઠવાડિયામાં પણ શેરબજારમાં મોટો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત ક્રૂડ ઓઇલના ભાવ પણ ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. 100 ડોલર પ્રતિ બેરલને પર કરી જાય તેવી આશંકા છે. જો આમ થશે તો અર્થ વ્ય્વસ્થા પર ભારે અસર પડી શકે છે.

પાછલાં એક વર્ષમાં શેરબજારમાં સૌથી મોટો કડાકો
દિવસના અંતે બજાર 1500 પોઈન્ટ લગભગ 2.46 ટકા જેટલું તૂટ્યું હતું. આ અગાઉ આજે સવારે બજાર 1200 પોઈન્ટ ઘટીને ખૂલ્યું હતું, જે દિવસના અંતે 1500 પોઈન્ટ તૂટીને બંધ થયું હતું. આ અત્યાર સુધી આ વર્ષનો સૌથી મોટો ઘટાડો છે. બજાર આજે 1747.08 પર બંધ થયું હતું. આ તરફ એનએસઈ નિફ્ટી 531.05 અંક ઘટીને 16,842.80 પર બંધ થયું હતું. આ અગાઉ ગયા વર્ષે 26 ફેબ્રુઆરીના રોજ સેન્સેક્સ 1940 પોઈન્ટ જ્યારે નિફ્ટી 568 પોઈન્ટ ઘટ્યું હતું.

શનિવારે અમેરિકી રાષ્ટ્રપતિએ રશિયન રાષ્ટ્રપતિ સાથે યુક્રેન મુદ્દે ચર્ચા કરી હતી
શનિવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે 62 મિનીટ સુધી ફોન પર ચર્ચા કરી હતી. જેમાં બિડેને ફરી એકવાર પુતિનને યુક્રેનની સરહદ પર એક મિલિયનથી વધુ સૈનિકોના એકત્રીકરણને દૂર કરવા જણાવ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિના કાર્યાલય વ્હાઇટ હાઉસે જાણકારી આપી હતી કે આ સાથે રશિયાને ચેતવણી આપવામાં આવી છે કે જો તે યુક્રેન પર આક્રમણ કરશે તો યુએસ અને તેના સાથી દેશો આ અંગે સામે જોરદાર જવાબ આપશે. તેમજ તેના માટે તેણે ભારે કિંમત ચૂકવવી પડશે. બિડેને પુતિનને કહ્યું કે હુમલાનું પરિણામ વ્યાપક માનવીય વેદના હશે અને રશિયાની છબી કલંકિત થશે. બિડેને પુતિનને કહ્યું કે યુએસ યુક્રેન પર રાજદ્વારી ચાલુ રાખશે પરંતુ ‘અન્ય દૃશ્યો માટે સમાન રીતે તૈયાર છે.’

શું ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ વિશ્વ આગળ વઘી રહ્યું છે?
રશિયા અને અમેરિકા વચ્ચે મજબૂત ઘેરાબંધી થઈ છે. બિડેનની સેનાએ હવે પૂર્વીય મોરચા પર પણ કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે. યુએસ નેવીની પરમાણુ સબમરીન રશિયન પાણીમાં પ્રવેશી હતી. આ બાબતથી રશિયા ઉશ્કેરાઈ ગયું છે. જેના કારણે ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો વધી રહ્યો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે અમેરિકાની વર્જિનિયા-ક્લાસ પરમાણુ સબમરીન તેઓના પાણીમાં પ્રવેશ કર્યો છે. જ્યારે રશિયન યુદ્ધ જહાજે અમેરિકન સબમરીનને સપાટી પર આવવા કહ્યું તો તેણે અવગણના કરી. આ પછી રશિયન નેવીએ અમેરિકન સબમરીન સામે ‘સ્પેશિયલ એક્શન’ લીધા હતાં. પુતિને ચેતવણી આપી છે કે જો કિવ નાટોમાં જોડાશે તો પરમાણુ યુદ્ધ થશે. પુતિનની ચેતવણી એવા સમયે આવી છે જ્યારે રશિયાએ પોલેન્ડની સરહદ નજીક પરમાણુ હથિયારો લઈ જવા માટે સક્ષમ મિગ-31 તૈનાત કર્યા છે. પુતિને ફ્રાન્સના પ્રમુખને કહ્યું કે તેઓ ફરી એકવાર એ વાત પર ભાર મૂકવા માગે છે કે જો યુક્રેન નાટોમાં જોડાય તો યુરોપીયન દેશો આપોઆપ રશિયા સાથે યુદ્ધમાં ઉતરી જશે.

Most Popular

To Top