ઈસ્તંબુલમાં વાતચીત બાદ રશિયા નરમ પડ્યું, પુતિન અને ઝેલેંસ્કી વચ્ચે મુલાકાતનો રસ્તો ખુલ્યો

ઈસ્તંબુલ: યુક્રેન અને રશિયા (Ukraine-Russia War) વચ્ચેના યુદ્ધનો આજે 34મો દિવસ છે. એક મહિનાથી વધુ સમય થયો હોવા છતાં હજુ સુધી યુક્રેનમાં તબાહીના (Destruction) દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રશિયા સામેના યુદ્ધમાં હાલની પરિસ્થિતિમાં યુક્રેનની સૈન્ય ક્ષમતામાં ઘટાડો થયો હોવાની આશંકા જણાઇ છે. આ મુદ્દે રશિયાના સંરક્ષણ પ્રધાને નાટોને ચેતવણી (Warning) આપી છે કે તે યુક્રેનને મદદ ન કરે. દરમ્યાન રશિયા અને યુક્રેન વચ્ચે ચોથા તબક્કાની (Fourth round) વાતચીત તુર્કીના ઈસ્તંબુલમાં યોજાઈ હતી. બંને દેશો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત લગભગ ત્રણ કલાક ચાલી હતી. જેમાં યુક્રેને તેની કેટલીક શરતો સાથે શાંતિ પ્રસ્તાવ (Peace proposal) રજૂ કર્યો હતો. ત્યારે રશિયાએ કહ્યું છે કે તે કિવ અને ચેર્નિહિવ પરના હુમલાઓને ઘટાડશે અને ડોનબાસની સ્વતંત્રતા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ વાતચીત વચ્ચે હવે પુતિન અને ઝેલેંસ્કીની મુલાકાતનો રસ્તો પણ ખુલ્યો હોવાનું મનાઈ રહ્યું છે.

તુર્કીની રાજધાની ઇસ્તંબુલમાં રશિયા સાથેની વાતચીત દરમિયાન યુક્રેને સુરક્ષા ગેરંટીના બદલામાં તટસ્થ રહેવાનો પ્રસ્તાવ સામે મુક્યો છે. જેનો અર્થ એ છે કે યુક્રેન લશ્કરી જોડાણમાં સામેલ થશે નહીં અથવા લશ્કરી બેઝનું આયોજન પણ કરશે નહીં. મળતી માહિતી મુજબ પ્રસ્તાવમાં ક્રિમિયાની સ્થિતિ પર 15 વર્ષનો પરામર્શનો સમયગાળો પણ સામેલ હશે. જોકે, યુક્રેને કહ્યું છે કે આ બાબતો જ્યારે સંપૂર્ણ યુદ્ધવિરામ થશે ત્યારે જ લાગુ થઈ શકશે. યુકે, ચીન, યુએસ, તુર્કી, ફ્રાન્સ, કેનેડા, ઇટાલી, પોલેન્ડ અને ઇઝરાયેલ વાટાઘાટોના પરિણામે યુક્રેન માટે સુરક્ષા બાંયધરી આપનાર બની શકે છે. તેઓ આંતરરાષ્ટ્રીય સંધિ અંતર્ગત કામ કરશે.

રશિયા કિવ-ચેર્નિહિવ નજીક લશ્કરી ગતિવિધિઓને ધીમી કરશે
રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે તેઓ યુક્રેનની રાજધાની કિવ અને ચેર્નિહિવની આસપાસની સૈન્ય ગતિવિધિઓમાં નોંધપાત્ર ઘટાડો કરશે. આ અંગે રશિયાએ કહ્યું કે આ પરસ્પર વિશ્વાસ અને શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવા માટે યોગ્ય પરિસ્થિતિઓ બનાવવા માટે આ કરવામાં આવી રહ્યું છે. પરંતુ અગાઉ રશિયાએ કહ્યું હતું કે હવે તેઓ તેમનું ધ્યાન ડોનબાસ ક્ષેત્રની સ્વતંત્રતા પર કેન્દ્રિત કરશે. બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણાનો ચોથો રાઉન્ડ આજે ઈસ્તંબુલમાં યોજાયો હતો. આ વાતચીત દરમિયાન યુક્રેનિયન વાટાઘાટકારોએ યુક્રેનની સુરક્ષાની બાંયધરી આપવા માટે આંતરરાષ્ટ્રીય કરારની માંગ કરી હતી.

Most Popular

To Top