યુક્રેન: યુક્રેન (Ukraine) અને રશિયા (Russia) વચ્ચેનું યુદ્ધ (War)ક્યારે સમાપ્ત થશે તે કહી શકાય તેમ નથી જોકે હવે ખૂબ જ રસપ્રદ વણાંકો ઉપર પહોંચી રહ્યું છે. આ યુદ્ધ હવે બે દેશો સિવાય પુતિન (Putin) અને ઝેલેન્સકી (Zelensky) વચ્ચેની પરસ્પર લડાઈનું અંગત સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ઝેલેન્સકીનું તાજેતરનું નિવેદન પણ આ દિશામાં કંઈક સંકેત આપે છે. ઝેલેસકી હાલમાંજ એક ચેનલને ઇન્ટરવ્યુ આપ્યો હતો. આ મુલાકાત દરમ્યાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું હતું કે જ્યારે પણ તેમને મોકો મળશે ત્યારે તેઓ પુતિનના ચહેરા પર જોરદાર મુક્કો મારવા માટે તૈયાર છે. જો આ તક તેમને કાલે માળશે તો પણ તેઓ આ મોકાને ચુકવા નહિ દેશે તેઓ મુક્કો મારવા પૂરેપૂરી રીતે તૈયાર છે.
રશિયાએ શુક્રવારે યુક્રેન પર 70થી વધુ મિસાઈલો છોડી હતી
નવ મહિના પૂર્ણ થયા છતાં પણ બંને દેશ વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થવાનું નામ નથી લઇ રહ્યું. આ હુંમલાઓ ને લઇને યુક્રેનના અધિકારીઓએ કહ્યું હતું કે યુદ્ધની શરૂઆત પછીના તેના સૌથી મોટા હુમલાઓમાં રશિયાએ શુક્રવારે યુક્રેન પર 70થી વધુ મિસાઈલો છોડી હતી. જેના કારણે દેશના બીજા સૌથી મોટા શહેર કિવમાં વીજળી ગુલ થઈ ગઈ છે અને કિવને ઈમરજન્સી બ્લેકઆઉટ લાગુ કરવાની ફરજ પડી રહી છે.
યુક્રેનિયન એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સતત હુમલાઓ જારી છે
હાલમાં જ કીવે એક ચેતવણી આપી હતી કે મોસ્કો 24 ફેબ્રુઆરીના હુમલાના લગભગ એક વર્ષ પછી આવતા વર્ષની શરૂઆતમાં નવા ઓલઆઉટ આક્રમણની યોજના ઘડી રહ્યું છે. 24 ફેબ્રુઆરી 2022 ના હુમલામાં યુક્રેનના વિશાળ વિસ્તારો ઉપર મિસાઇલો,ગ્રેનેડ અને હવાઈ હુમલાઓ દ્વારા હુમલો કરતા તે વિખેરાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે રશિયાએ ઓક્ટોબરની શરૂઆતથી લગભગ સાપ્તાહિક યુક્રેનિયન એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર લગાતાર મિસાઈલોનો એકધારો વરસાદ કર્યો છે.
યુક્રેન શાંતિની અપીલ ફીફાના માધ્યમથી કરવા માંગતા હતા
યુદ્ધનો સામનો કરી રહેલું યુક્રેન સમગ્ર વિશ્વની સહાનુભૂતિ ઈચ્છે છે. આ માટે, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ફિફા વર્લ્ડ કપનો અંતિમ પ્રસંગ પસંદ કર્યો. સીએનએનના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે યુક્રેન દ્વારા ફીફાને અપીલ કરવામાં આવી હતી કે ઝેલેન્સકી ફાઈનલ મેચમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા સંદેશ આપવા માંગયો હતો. રશિયા સાથે યુક્રેનનું યુદ્ધ લાંબા સમયથી ચાલી રહ્યું છે આ દરમિયાન તેઓ શાંતિનો સંદેશ આપવાનો પ્રયાસ કરવા માંગતા હતા. પરંતુ ફિફાએ આ અપીલ ફગાવી દીધી હતી.