યુક્રેન યુદ્ધને કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં યુનાઇટેડ નેશન્સની મધ્યસ્થી હેઠળ વિશ્વમાં ઊભી થનાર ભૂખમરાની પરિસ્થિતિને ટાળવા યુક્રેનમાંથી અનાજની મહત્તમ નિકાસ કરવા માટે સમજૂતી થઈ હતી તેમાંથી રશિયા પારોઠનાં પગલાં ભરી રહ્યું છે, જે વળી પાછી એક નવી કટોકટીનું નિર્માણ કરે એવી પૂરી શક્યતા છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે અંશતઃ મિલીટરી મોબીલાઇઝેશન જે સપ્ટેમ્બરમાં જાહેર કરવામાં આવ્યું હતું, જેને કારણે યુક્રેનમાં યુદ્ધમાં રશિયાએ ઘણી મોટી હાર તેમજ સામુહિક પીછેહઠ વેઠી હતી, તે હવે લગભગ પૂરું થયું છે. અલઝઝીરા અનુસાર રશિયાના પ્રમુખ પુટિને સ્વીકાર્યું છે કે આ પ્રક્રિયામાં કેટલીક ભૂલો થઈ હતી. પુટિન દ્વારા સપ્ટેમ્બર ર૦રરમાં જાહેર કરવામાં આવેલ આ પગલાં સંદર્ભે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી કંઈક અંશે ગૂંચવાડા ભરેલ રહેવા પામી હતી.
બીજા વિશ્વયુદ્ધ પછીનું પહેલું આવું મોટા પાયે હાથ ધરાયેલ મોબિલાઇઝેશન પૂરું થયું છે. રશિયા મુજબ આ લડાઈ નાઝીઝમ સામે હતી અને પશ્ચિમ સાથેની અથડામણ રશિયા માટે અસ્તિત્વની લડાઈ હતી. આ બધું કરવા છતાં એમણે નક્કી કરેલ પ્લાનમાં ઘણા ગોટાળા થયા. રશિયાના સંરક્ષણ મંત્રી સરગેઈના કહેવા મુજબ ત્રણ લાખ સૈનિકો જોડવામાં આવશે જેઓ યુદ્ધ અંગેના સામરિક અનુભવ સાથેના સ્પેશિયાલિસ્ટ હશે.
આની અસર એ થઈ કે હજારો માણસો પોતાને યુક્રેન સામેના યુદ્ધના મોરચે ધકેલી દેવામાં આવશે તે ભયથી રશિયામાંથી ભાગી છૂટયા. લેવાડા સેન્ટરના સરવે મુજબ ભાગી છૂટનાર અડધોઅડધ વ્યક્તિઓએ ભાગવાનું કારણ ‘ફિયર-ભય’ અને ૧૩ ટકાએ ગુસ્સો જણાવ્યું હતું. અત્યાર સુધીમાં આ મોરચે થયેલ ભૂલોનો પુટિને જાહેરમાં સ્વીકાર કર્યો અને નવી કો-ઓર્ડિનેટર કાઉન્સિલની જાહેરાત કરી જે મિલીટરીના પ્રયાસને મજબૂત કરવા તેમજ યુદ્ધ મોરચે ભાગ લેવા જઈ રહેલા માણસો પાસે યોગ્ય અને પૂરતાં હથિયારો અને સામગ્રી હોય તેના સંકલનનું કામ કરશે.
૩૧ ઑક્ટોબરે યુદ્ધને રપ૦ દિવસ થયા ત્યારે ઈસ્યુ કરવામાં આવેલ પ્રેસનોટમાં કેટલી સંખ્યામાં માણસોને આ યુદ્ધમાં જોડાવા સમન્સ પાઠવવામાં આવ્યું તેનો કોઈ ઉલ્લેખ નહોતો. આનો સીધો અર્થ એવો થાય કે ભલે પુટિન સ્વીકારે કે નહીં, રશિયા યુદ્ધમાં ગંભીર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. આ યુદ્ધ રશિયનોના ઘરથી નજદીક આવી રહ્યું છે. રશિયનો, તેમનાં કુટુંબીજનો કે મિત્રોને યુક્રેન મોરચે યુદ્ધ માટે મોકલી દેવામાં આવશે એ જોખમથી ગભરાટ અનુભવી રહ્યા છે. રશિયા હજુ પણ દક્ષિણ અને પૂર્વીય યુક્રેનના મોટા વિસ્તાર અને એના ચાર પ્રદેશો ઉપર અંશતઃ કબજો જમાવી બેઠું છે. રશિયા દ્વારા યુક્રેનના કેટલાક વિસ્તારોનું પોતાની સાથે કરાયેલું એકતરફી જોડાણ યુનાઇડેટ નેશન્સના જનરલ એસેમ્બલીના ઠરાવમાં ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યું છે.
અત્યારની સ્થિતિએ ક્રીમિયામાં રશિયાના જહાજી બેડા પર કરવામાં આવેલ ડ્રોન આક્રમણના પરિણામે પુટીને ખાદ્યાન્ન અંગેની સમજૂતી રદ કરી છે. ઊર્જાની આંતરમાળખાકીય સવલતો ઉપર કરવામાં આવેલ હુમલાઓને કારણે યુનાઇટેડ નેશન્સની મધ્યસ્થીથી સધાયેલ અનાજ અંગેની યુક્રેન સાથેની આ સંમતિમાંથી રશિયા પાછું હટી ગયું છે. પુટિને મિસાઇલ હુમલાનો ઉલ્લેખ કર્યો ત્યાર બાદ યુક્રેને પોતાના વલણને વધુ કડક બનાવ્યું છે. ઇન્ટરનેશનલ ઍટમિક એનર્જી એજન્સીએ યુક્રેનમાં આવેલ બે સાઇટ, જ્યાં રશિયા ‘ડર્ટી બૉમ્બ’ તૈયાર કરી રહ્યું છે તેની તપાસ કરી હતી.
દરમિયાનમાં પુટિન દ્વારા કરવામાં આવેલ મિસાઇલ હુમલાઓની જાહેરાત બાદ યુક્રેને રશિયાને જી૨૦ દેશોના જૂથમાંથી હાંકી કાઢવા અને આ જી૨૦ના નેતાઓની સાથે એક જ ટેબલ પર સ્થાન નહીં આપવા માટે અપીલ કરી છે. યુક્રેનના મત મુજબ પુટિનના હાથ લોહીથી રંગાયેલા છે. એણે યુનાઇટેડ નેશન્સ દ્વારા કરાવવામાં આવેલ અનાજની હેરફેર માટેની સંધિ રદ કરી છે જેને કારણે વિશ્વના અનેક દેશોમાં ગરીબ અને છેવાડાના માણસો ભૂખમરાથી મરે તેવી સ્થિતિનું નિર્માણ થશે.
ડૉ. જયનારાયણ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.