SURAT

‘યુક્રેનના સૈનિક AK-47 મોં પર મૂકી ગોળી મારી દેવા ધમકી આપે છે,’ સુરતનો વિદ્યાર્થી ફોન પર રડી પડ્યો

સુરત: ‘ભાઇ અમે યુક્રેનની બોર્ડર પર ફસાયા છીએ અમને યુક્રેનના સૌનિકો બહાર નથી જવા દેતા, સમજાતું નથી કે હવે શું કરીએ, કંઇ પણ બોલીએ તો ડાયરેક્ટ એકે-47 ગન મો પર મુકીને ફોડી દેવાની ધમકી આપે છે’. આ વાત રવિવારે મળસ્કે 3 કલાકે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીએ સુરતમાં રહેતા મોટાભાઇને ફોન પર વાત કહી હતી.

  • યુક્રેનની બોર્ડરે ફસાયેલા વિધાર્થીએ મધરાત્રે પરિવારને ફોન કર્યો
  • માઈનસ 11 ડિગ્રીમાં મધરાત્રે યુક્રેનની બોર્ડર ફસાયા, વિધાથી પાસે કઇ ઓઢવાનું કે 24 કલાક થી જમવાનું કે પીવાનું પાણી પણ નથી મળ્યું

યુક્રેનમાં (Ukraine) છેલ્લા બે વર્ષથી એમબીબીએસનો (MBBS) અભ્યાસ કરતા વિદ્યાર્થી (Student) શુભમ કરિયાવરા એ સુરતમાં (Surat) મોટાવરાછામાં સૌરાષ્ટ્ર ટાઉનશીપમાં રહેતા મોટાભાઇ રવિન કરિયાવરાને રવિવારના મળસ્કે ફોન કરીને કહ્યું કે, માઇનસ 11 ડિગ્રીમાં ચાલીને યુક્રેન બોર્ડર (Border) પર પહોંચી ગયા છીએ. પણ ત્યાં હવે યુક્રેન ની બોર્ડર ક્રોસ નથી કરવા દેતા અને ન કહેવાના શબ્દો યુક્રેનની આર્મી (Army) કહી રહી છે અને કોઈ પણ વિદ્યાર્થી કંઈ પણ બોલે તો ડાયરેક્ટ એકે-47 ગન મોં પર મુકીને ફોડી દેવાની ઘમકી આપે છે. અને સૈનિકો કહે છે કે તમે અહિ છો ત્યાં સુધી તમારો દેશ અમને મદદ કરશે એવી આશા છે એટલે અમે તમને જવા નહીં દઇએ એમ કહીને અમને બેસાડ્યા છે.

લગભગ અહિયા 800 વિદ્યાર્થી ગેટ ની અંદર છે અને 300 જેટલા વિદ્યાર્થીઓ હજુ ગેટ ની બહાર છે અને ત્યાં ઈન્ડિયન એમ્બેસીમાં વાત કરે છે તો ત્યાથી જવાબ એવો મળે છે કે યુક્રેન અમને મદદ નથી કરતું અને પોલેન્ડ વાળા એવું કહે છે કે અમે તમને લેવા તૈયાર જ છીયે, પરંતુ હવે થયું છે એવું કે યુક્રેન વાળા બોર્ડર બહાર જવા નથી દેતા અને ત્યાં માઇનસ 11 ડિગ્રી છે. અમારી પાસે કંઈ ઓઢવાનું નથી બઘા વિદ્યાર્થીઓ થ્રીજી ગયા છે અને 24 કલાક થી કંઈ પણ જમવાનું કે પીવા માટે પાણી પણ નથી મળ્યું. જેથી ત્યાં એ લોકો નું સ્પષ્ટ કહેવું છે કે હવે અમારા થી એક કલાક કાઢવી પણ બહુ દુ:ખ દાયક છે જેથી ઇન્ડિય લોકોને વિનંતી કરીએ છીએ કે યુક્રેન સાથે વાતચિત કરીને તાત્કાલિક અમને બહાર કાઢવામા મદદ કરો.

Most Popular

To Top