વ્યારા: ઉકાઈ-(Ukai) સોનગઢમાં (Songhar) છેલ્લા છ મહિનાથી આતંક મચાવી રહેલા ત્રણ (Tharee) કપિરાજોને (Monkey) સોનગઢ રેસ્ક્યુ ટીમે સોનગઢ સ્ટેશન રોડ ઉપર સુંદર નગરમાં જહેમત ઉઠાવી તેમને પકડી પાડવામાં (Caught) સફળતા મળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ કપિરાજની ત્રિપુટીએ અનેક ડુક્કર અને માણસોને બચકાં (Bait) ભર્યાં હતાં. સ્થાનિક લોકોએ આ કપિરાજના આતંકની ફરિયાદ વન વિભાગને પણ કરી હતી, પણ તેનો કોઇ નિવેડો આવ્યો ન હતો.
ત્રણેય કપિરાજને પકડવામાં સફળતા મળી હતી
લોકો વાનરને મારી નાંખવાની હોવાની જાણ સોનગઢ રેસ્ક્યુ ટીમના પ્રમુખ રાહુલ સોની અને દિનેશ ગામીતને થતાં તાત્કાલિક સ્થળે પહોંચી લોકોને સમજાવી આજે ગમે તે રીતે કપીરાજને પકડી લઈશું તેવી બાંયધરી આપી હતી. આખરે ગત રાત્રે ૧૨ વાગ્યાના અરસામાં આ ત્રણેય કપિરાજને પકડવામાં સફળતા મળી હતી. દરમિયાન સોનગઢ રેસ્ક્યુ ટીમના દિનેશ ગામીત જખ્મી થયા હતા. હાલ આ ત્રણેય કપિરાજને સોનગઢ રેસ્ક્યુ ટીમે પ્રાથમિક સારવાર કરાવી એમને સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવશે.
વાલોડના અલગટ ગામમાં બીજી દીપડી પાંજરે પુરાઈ
વ્યારા: વાલોડના અલગટ ગામે ખેતરાળી વિસ્તારમાં દીપડાની ચહલપહલ અને પંજાનાં અવરનવર નિશાનો દેખાતાં અગાઉ અઠવાડિયા પહેલાં અહીં પાંજરું ગોઠવતાં ત્રણ વર્ષની કદાવર દીપડી પાંજરે પુરાઈ હતી. જાણે અલગટ ગામ અભ્યારણ બન્યું હોય તેમ રજપૂત ફળિયામાં અજીત મનજી ચૌધરીના ઘરઆંગણે અઠવાડિયા પહેલાં 3 વર્ષની દીપડી પકડાઇ હતી અને આ દીપડી બૂમબરાડા પાડતાં પાંજરું મૂકવામાં આવ્યું હતું.બે દિવસ પહેલાં અલગટ ગ્રામ પંચાયતનાં સરપંચ નિકિતાબેનની ફરિયાદના આધારે વાલોડ વનવિભાગ દ્વારા પાંજરું મૂકતાં ગુરુવારે મળસકે ૫ વાગે દીપડી પાંજરે પુરાઈ ગઈ હતી. તેની જાણ સંતોષ પટેલ દ્વારા વાલોડ વનવિભાગને કરતાં તેનો કબજો લઈ હાલ તેને વાલોડ વન વિભાગની નર્સરી પર મૂકવામાં આવી છે. ઉચ્ચ અધિકારીને જાણ કરી એમના માર્ગદર્શન હેઠળ આ દીપડીને જંગલમાં છોડવામાં આવશે.