Dakshin Gujarat

તરકાણીમાં ઉકાઈ ડાબા કાંઠા કેનાલમાં ગાબડાં પડ્યાં

અનાવલ: મહુવાની ઉકાઇ ડાબા કાંઠા કેનાલની માઈનોર કેનાલમાં તરકાણી ખાતે ગરનાળામાં કરાયેલા નવીનીકરણના ગણતરીના દિવસોમાં જ ગાબડાં પડતાં ભ્રષ્ટાચારની પોલ ખૂલી ગઈ છે.

  • તરકાણીમાં ઉકાઈ ડાબા કાંઠા કેનાલમાં ગાબડાં પડ્યાં
  • નવીનીકરણના ગણતરીના દિવસોમાં પોપડા ઉખડી ગયા

પ્રાપ્ત માહિતી અનુસાર મહુવાના તરકાણી ગામેથી પાસે થતી ઉકાઇ ડાબા કાંઠા કેનાલમાં અનાવલ-મહુવા સ્ટેટ હાઇવે પસાર કરવા માટે બનાવવામાં આવેલા ગરનાળાનું હાલમાં નવીનીકરણ કરવામાં આવ્યું હતું. લાખો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરતાં અને સ્ટેટ હાઇવેથી અંતર વધારતા વાહનચાલકોમાં ખુશી વ્યાપી હતી. પરંતુ કે ક્ષણિક જ હોય ગણતરીના દિવસોમાં કરેલી કામગીરીમાં પોપડા ઉખડતા જ ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો છે.

તો આ ગાબડાં નિમ્ન ગુણવત્તાની ચાડી ખાઈ રહ્યા છે. તો સાથોસાથ અધિકારીઓની દેખરેખ સામે પણ સવાલો ઊભા થયા છે. હાલ તો સ્થાનિકોમાં આ કામગીરીને લઇ રોષ જોવા મળી રહ્યો છે. તરકાણી ખાતે નવીનીકરણની આ કામગીરી સામે તપાસ કરવામાં આવે અને જરૂર જણાય તો કાયદાના પાઠ પણ ભણાવવામાં આવે એ જરૂરી છે.

Most Popular

To Top