SURAT

ઉકાઈ ડેમમાંથી 3504 MCM પાણી છોડવામાં આવ્યું, હજુ આટલા ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે..!

ગયા અઠવાડિયે ગુલાબ વાવાઝોડાની આડઅસરના લીધે ડીપ ડિપ્રેશન સર્જાયું હતું, (Gulab Cyclon Effect Heavy Rain In Gujarat, Maharashtra, Madhyapradesh) જેના લીધે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત 7 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. સુરતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયા અને ડાર્ક ઝોનમાં પણ 24 કલાકથી વધુ સમય સુધી સતત ધોધમાર વરસાદ વરસ્યો હોય ડેમમાં પાણીની આવક વધી હતી. ઈનફલો 2.75 લાખ ક્યૂસેક સુધી પહોંચી ગયો હતો, જેના લીધે ડેમની સપાટી ડેન્જર લેવલ 345 ફૂટની નજીક 342 ફૂટ સુધી પહોંચી ગઈ હતી. ડેમ ઓવરફલો નહીં થઈ જાય તે માટે તંત્ર દ્વારા 2 લાખ ક્યૂસેકથી વધુ પાણી સતત 24 કલાક કરતા વધુ સમય સુધી છોડીને ડેમની સપાટી જાળવી રાખવાનો પ્રયાસ કરાયો હતો. ડેમ અને શહેરને બચાવવાના આ પ્રયત્નોને લીધે ડેમમાંથી એટલું બધું પાણી છોડવામાં આવ્યું છે, જો તેનો સંગ્રહ કરાયો હોત તો સુરત શહેરના 50 લાખથી વધુ નાગરિકોને 8 વર્ષ સુધી પીવાના પાણીની તકલીફ પડી રહેતે નહીં.

  • શહેરને પીવા માટે વર્ષે 450 એમસીએમ પાણીની જરૂરિયાત હોઇ છે. જેની સામે 3504 એમસીએમ જેટલું પાણી ઉકાઇ ડેમમાંથી છોડી દેવાયું
  • હાલમાં ઉકાઇ ડેમની સપાટી 342.81 ફુટ છે. જ્યારે ઇનફલો 39893 ક્યુસેક અને આઉટફલો 22432 ક્યુસેક છે.

તાજેતરમાં ગુલાબ ચક્રવાતને લઇ ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ઉકાઇ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવ્યું હતું. ચાલુ સિઝનમાં અત્યાર સુધી ઉકાઇ ડેમમાંથી 3504 એમસીએમ પાણી છોડવામાં આવતા સુરત શહેરને 8 વર્ષ ચાલે એટલું પાણી દરિયામાં વહી ગયું છે. શહેરને પીવા માટે વર્ષે 400થી 450 એમસીએમ પાણીની જરૂરિયાત હોઇ છે. જેની સામે 3504 એમસીએમ જેટલું પાણી ઉકાઇ ડેમમાંથી છોડી દેવાયું હતું. (Ukai Dam Release 3504 Cusec water) હાલમાં ઉકાઇ ડેમની સપાટી 342.81 ફુટ છે. જ્યારે ઇનફલો 39893 ક્યુસેક અને આઉટફલો 22432 ક્યુસેક છે. ડેમમાં 6338 એમસીએમ પાણીનું લાઇવ સ્ટોરેજ છે. આ સાથે ડેમ 94.72 ટકા ભરાઇ ગયો છે. સંપૂર્ણ ભરાવવામાં માત્ર 2 ફુટ જ બાકી છે. આગામી દિવસમાં ડેમને 345 ફુટ સુધી ભરી દેવામાં આવશે. છેલ્લા બે વર્ષથી ડેમ 345 ફુટ સાથે 100 ટકા ભરાઇ છે. આ વર્ષે પણ ડેમ સંપૂર્ણ ભરાઇ તેવી શક્યતા છે. નોંધનીય છે કે, સુરત સહિત દક્ષિણ ગુજરાતને સિંચાઇ અને પીવાના પાણી માટે 2 વર્ષ ચાલે એટલું પાણી ઉકાઇ ડેમમાં સંગ્રહ થઇ ગયું છે.

સુરતમાં મૌસમનો કુલ 61 ઈંચ વરસાદ વરસ્યો, એકાદ અઠવાડિયામાં ચોમાસું વિદાય લે તેવી સંભાવના

શહેરમાં મોસમનો કુલ વરસાદ 61 ઇંચ થયો છે. સૌથી વધુ સેન્ટ્ર્લ ઝોનમાં 61 ઇંચ અને સૌથી ઓછો અઠવા ઝોનમાં 47.55 ઇંચ છે. હવામાન શાસ્ત્રી દેવચરણ દુબેએ કહ્યું કે, મોન્સૂન વિદાય તરફ આગળ વધી રહ્યું છે. તાજેતરમાં એક વરસાદી સિસ્ટમ છે પરંતુ એ યુપી તરફ છે. હાલમાં આગામી અઠવાડિયા સુધીમાં સારો વરસાદ થાય તેના માટે કોઇ સિસ્ટમ નથી. માત્ર ઝાપટાં પડી શકે છે. આગામી અઠવાડિયામાં મોસમ વિભાગ સત્તાવાર વિદાય જાહેર કરશે.

Most Popular

To Top