Dakshin Gujarat

ઉકાઈ ડેમની સપાટી વધી, આવે એટલું પાણી છોડવાનો નિર્ણય લેવાયો

સુરત: શહેર અને જિલ્લામાં સોમવારે વરસાદે વિરામ લેતા રાહત થઈ હતી. ઉપરવાસમાં સામાન્ય વરસાદને પગલે ડેમમાં પાણીની આવક ચાલુ છે. પ્રકાશા ડેમ ભયસપાટીથી બે મીટર નીચે રહેતા ડેમમાંથી 81 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

  • પ્રકાશા ડેમ ભય સપાટીથી બે મીટર નીચે રહેતા 81 હજાર ક્યુસેક પાણી છોડવાનું ચાલુ રખાશે
  • પાણીની આવક એટલી જ જાવક 82 હજાર ક્યુસેક, સપાટી 334.91 ફૂટે પહોંચી
  • સુરત જિલ્લા અને ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા રાહત

હવામાન વિભાગના જણાવ્યા મુજબ જિલ્લામાં સોમવારે વરસાદનું જોર ઘટ્યું હતું. હવામાન વિભાગે લોકલ રેઈન ફોલ એક્ટિવિટીને પગલે ત્રણેક દિવસ વરસાદની આગાહી કરી હતી. ગઈકાલે વરસાદ વરસ્યા બાદ આજે વરસાદનું જોર ઘટ્યું હતું.

આજે ઓલપાડ અને પલસાણામાં 9 – 9 મીમી, માંગરોળમાં 10 મીમી, માંડવીમાં 7 મીમી, કામરેજમાં 3 મીમી અને બારડોલીમાં 14 મીમી વરસાદ નોંધાયો હતો. આ સિવાયના તાલુકા કોરાકટ રહ્યા છે. બીજી બાજુ ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ વરસાદનું જોર ઘટ્યું છે.

વેલદામાં 18 મીમી, ઉકાઈમાં 19 મીમી, અક્કલકુવામાં 10 મીમી, નિઝરમાં 10 મીમી, ચોપડવાવમાં 26 મીમી અને કાકડીયામ્બામાં 19 મીમી વરસાદ નોંધાયો છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં સામાન્ય વરસાદને પગલે ડેમમાં પાણીની આવક અને જાવક 82 હજાર ક્યુસેક છે.

પ્રકાશા ડેમની સપાટી હાલ 108.900 મીટર છે. જ્યારે પ્રકાશા ડેમની ભય સપાટી 111 મીટર છે. એટલે કે પ્રકાશા ડેમ હાલ ભય સપાટીથી બે મીટર જ નીચે છે. એટલે પ્રકાશામાંથી 81 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પ્રકાશા ડેમમાં હવે જેટલી પાણીની આવક થશે તે બધુ છોડવામાં આવશે. આ સિવાય હથનુર ડેમમાંથી પણ 38 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ઉકાઇ ડેમ સાથે સાથે

  • રૂલ લેવલ -335 ફૂટ
  • હાલ સપાટી-334.91
  • આઉટફલો -82263
  • ઇનફલો-82263
  • વર્તમાન સંગ્રહ-5017 એમસીએમ (74.55 ટકા)

Most Popular

To Top