SURAT

ઉકાઈ ડેમ તિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યો, અદભૂત નજારો માણવા લોકો ઉમટ્યા

સુરત: સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવની (Azadi ka Amrit Mohotsav) ઉજવણી કરી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં હરખભેર આઝાદીના 75 વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યના વિવિધ નાની-મોટી સરકારી-બીન સરકારી ઇમારતો, રહેણાંક વિસ્તારો, જાહેર સ્થળોને ત્રિરંગી રાષ્ટ્રીય રોશનીથી સુશોભિત કરવામાં આવ્યા છે. આ સાથે જ સુરત (Surat) સહિત દક્ષિણ ગુજરાતનો (South Gujarat) જીવાદોરી સમાન ઉકાઈ ડેમને (Ukai Dam) પણ રાષ્ટ્રધ્વજના ત્રિરંગી લાઈટિંગ (Tricolor Lighting) કરી શણગારવામાં આવ્યો છે. તેમજ રાજ્યના અનેક ડેમ જેમકે સરદાર સરોવર ડેમ, મોરવાહડફ તાલુકાનો હડફ ડેમ પણ ઝળહળી ઉઠ્યો છે.

હર ઘર તિરંગા અંતર્ગત તાપી જિલ્લાના કેટલાક વિસ્તારને તિરંગા લહેરાવામાં આવ્યો છે. આ સાથે જ સોનગઢ તાલુકા સ્થિત ઉકાઇ ડેમને તિરંગાની રોશનીમાં શણગારવામાં આવ્યું છે. જેની ત્રિરંગી રોશની થકી જાણે સમગ્ર પાણી તિરંગામય બન્યું હોય તેવો આભાષ થઇ રહ્યો છે. આ અદભુદ નજારાને માણવા નગરજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકામાં આવેલા હડફ ડેમ ખાતે પણ તિરંગા કલરનું લાઇટિંગ કરી ડેમને શણગારવામાં આવ્યો છે, હડફ ડેમને શણગારવામાં આવતા ડેમ પર નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા ,તો ડેમને તિરંગા આકારના લાઇટિંગ સાથે સજાવટ કરાતા ડેમ વિસ્તાર આઝાદીના રંગે રંગાયેલો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.જેને જોવા માટે રાત્રી દરમિયાન પણ સહેલાણીઓ ડેમ પર ઉમટી પડ્યા હતા.

હાલ દેશમાં આઝાદી કા અમૉત મહોત્સવ ચાલી રહ્યું છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા ઉકાઈ ડેમ પર રાષ્ટ્રધ્વજના ત્રિરંગી LED લાઈટ લગાવી ડેમને શણગારવામાં આવ્યો છે. ઉકાઈ ડેમનો નજારો જોવા સહેલાણી ઉમડી પડ્યા હતા. ગુજરાતના જીવાદોરી સમાન સરદાક સરોવર નર્મદા ડેમને પણ તિરંગાની રોશની શણગારવામાં આવ્યો છે. તિરંગાની થીમ પર લાઈટિંગથી નર્મદા ડેમનો નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો.

ઉકાઈ ડેમ સપાટી 335.51 ફુટ, હજી 1.84 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે
સુરત: ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદ ઓછો થતા હથનુર ડેમમાંથી પણ પાણીનો ડિસ્ચાર્જ ઓછો કરી દેવાયો છે. ઉકાઈ ડેમમાં પણ ઇનફ્લો 1.36 લાખ ક્યુસેક છે. પરંતુ તેની સામે હજી આઉટફ્લો 1.84 લાખ ક્યુસેક પાણી છે.
મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિસ્તારોમાં વરસાદનો જોર ઘટતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં પણ ઘટાળો થયો છે.ઉકાઈ ડેમની સપાટી શનિવારે સાંજે 335.51 ફુટ હતી. ઇનફ્લો 136397 ક્યુકેસ હતો અને આઉટફ્લો 184072 ક્યુસેક છે. હથનુર ડેમની સપાટી 209.53 મીટર નોંધાઈ છે. હથનુર ડેમમાંથી 45786 ક્યુકેસ પાણી છોડાયું છે. જ્યારે પ્રકાશા ડેમની સપાટી 107.50 મીટર છે. તેમાંથી 139353 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં આવેલા ગોપાલખેડા અને સાગબારામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાયના રેઈન ગેજ સ્ટેશને વરસાદનો વિરામ નોંધાયો હતો. ઉકાઈ ડેમનું રૂલ લેવલ 335 ફુટ છે અને ડેમની સપાટી હાલ 335.51 ફુટે પહોંચતા રૂલ લેવલ જાળવી રાખવા સુધી પાણી છોડાશે.

Most Popular

To Top