દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ UKમાં અભ્યાસ માટે જાય છે. યુરોપના આ દેશમાં અભ્યાસ કરવા આવતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં ભારત મોખરે છે. પરંતુ હવે ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી શકે તેમ છે.બ્રિટનના ગૃહ પ્રધાન સુએલા બ્રેવરમેન બ્રિટનમાં અભ્યાસ કર્યા પછી વિદ્યાર્થી વિઝા (પોસ્ટ-સ્ટડી વિઝા રૂટ) હેઠળ વિદેશી વિદ્યાર્થીઓના રોકાણની અવધિ ઘટાડવાની યોજના પર વિચાર કરી રહ્યા છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓએ કુશળ નોકરી મેળવ્યા પછી કામ માટે વિઝા લેવા પડશે અથવા છ મહિના પછી યુકે છોડવું પડશે.
યુકેમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા ભારતીયોનો એક મોટો ગેરલાભ એ છે કે ડિગ્રી મેળવ્યા પછી તેમની પાસે નોકરી શોધવા માટે બે વર્ષનો સમયગાળો હોય છે. આ સમયગાળામાં વિદ્યાર્થીઓને નોકરી મળે છે અને તેઓ યુકેમાં જ સ્થાયી થાય છે. પરંતુ હવે યુકે સ્ટડી વિઝાને લઈને મોટો નિર્ણય લેવા જઈ રહ્યું છે, જેની સૌથી વધુ અસર ભારતીય વિદ્યાર્થીઓને થશે. બ્રિટનના ગૃહ પ્રધાન સુએલા બ્રેવરમેન બ્રિટનમાં અભ્યાસ કર્યા પછી વિદ્યાર્થી વિઝા (પોસ્ટ-સ્ટડી વિઝા રૂટ) હેઠળ વિદેશી વિદ્યાર્થીઓના રોકાણની અવધિ ઘટાડવાની યોજના પર વિચાર કરી રહ્યા છે. બ્રેવરમેનની સૂચિત સમીક્ષા હેઠળ નવા ગ્રેજ્યુએટ વિઝા રૂટમાં કાપ મુકવામાં આવે તેવી શક્યતા છે. જોકે બ્રિટનનું શિક્ષણ વિભાગ (DFE) આ ફેરફારોને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે કારણ કે તેઓ ચિંતિત છે કે આનાથી બ્રિટનમાં અભ્યાસ કરવા માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું આકર્ષણ ઘટી શકે છે.