યુકે: યુકે(UK)ના લેસ્ટર(Lester)માં ફરી એકવાર પાકિસ્તાની મુસ્લિમો(Muslim) અને હિન્દુ(Hindu)ઓ વચ્ચે અથડામણ(clash)નો મામલો સામે આવ્યો છે. એશિયા કપમાં પાકિસ્તાનની હારથી મુસ્લિમ અને હિંદુ સમુદાય વચ્ચે તણાવ શરૂ થયો હતો. 28 ઓગસ્ટે એશિયા કપમાં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હરાવ્યું હતું. આ પછી, 6 સપ્ટેમ્બરના રોજ ગુસ્સે થયેલા પાકિસ્તાની મુસ્લિમોએ લેસ્ટરમાં હિન્દુઓ પર હુમલો કર્યો હતો. આ હિંસા મામલે અત્યાર સુધીમાં 27 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે અચાનક અહીં બે સમુદાયોની ભીડ એકઠી થઈ અને વિરોધ કરવા લાગ્યા હતા. આ દરમિયાન જ્યારે પોલીસે ભીડને રોકવાનો પ્રયાસ કર્યો તો તેમના પર કાચની બોટલો પણ ફેંકવામાં આવી હતી.
ટોળાએ પોલીસ પર બોટલો ફેંકી
હિંસા દરમિયાન હાજર રહેલી એક મહિલા પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે લોકોએ કાળા રંગના માસ્ક પહેર્યા હતા. તેમના ચહેરા ઢાંકેલા હતા અને તેઓ હૂડ પહેરતા હતા. એવું લાગતું હતું કે કોઈ ફૂટબોલ મેચ જોઈને ભીડ પાછી ફરી રહી છે. પોલીસે રોડ પર બેરીકેટીંગ ગોઠવી દીધા હતા. પોલીસ ટોળાને પાછળ ધકેલવાનો પ્રયાસ કરી રહી હતી જ્યારે ટોળું કાચની બોટલો અને બીજી ઘણી વસ્તુઓ ફેંકી રહ્યું હતું. 28 ઓગસ્ટથી તણાવ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં લેસ્ટર સિટીમાં અશાંતિના અલગ-અલગ કેસોમાં 27 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ધાર્મિક ઈમારત ઉપર ધ્વજ નીચે ઉતારવાની ઘટના
ચીફ કોન્સ્ટેબલ નિક્સને કહ્યું કે અમને એક વાયરલ વીડિયોની જાણ થઈ છે જેમાં એક વ્યક્તિ લેસ્ટરના મેલ્ટન રોડ પર એક ધાર્મિક ઈમારતની બહાર ધ્વજ હટાવતો જોવા મળી રહ્યો છે. પોલીસ અધિકારીઓ આ વિસ્તારમાં અરાજકતા સાથે કામ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હોવાનું જણાય છે. આ ઘટનાની તપાસ કરવામાં આવશે.
પોલીસે શાંતિ જાળવવા અપીલ કરી
લેસ્ટરશાયર પોલીસે શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે વિસ્તારના સ્થાનિક સમુદાયના નેતાઓ સાથે વાતચીત કરવા માટે હાકલ કરી છે. પોલીસે કહ્યું કે શહેરમાં હિંસા કે અવ્યવસ્થા સહન કરવામાં આવશે નહીં. પોલીસે કહ્યું, “જ્યાં સુધી પોલીસ કાર્યવાહી ચાલુ છે ત્યાં સુધી અમે લોકોને આ વિસ્તારથી દૂર રહેવાનું આહ્વાન કર્યું છે.” શનિવારે રાત્રે અથડામણના અહેવાલો બાદ, લેસ્ટરશાયર પોલીસના કામચલાઉ ચીફ કોન્સ્ટેબલ રોબ નિક્સને ટ્વિટર દ્વારા એક વિડિયો સંદેશમાં કહ્યું: “અમને રાત્રે સ્ટરની શેરીઓમાં અરાજકતાના ઘણા અહેવાલો મળ્યા છે. અધિકારીઓને ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે. અમે પરિસ્થિતિને નિયંત્રિત કરી રહ્યા છીએ.” પોલીસે કહ્યું છે કે આગામી દિવસોમાં આ વિસ્તારમાં એક મોટું પોલીસ ઓપરેશન ચાલુ રહેશે.