Entertainment

ગળામાં રુદ્રાક્ષ, કપાળ પર ચંદન… આ અંદાજમાં અનુષ્કા સાથે મહાકાલ દર્શને પહોંચ્યો વિરાટ

ઉજ્જૈન: ભારતે (India) ઓસ્ટ્રેલિયા (Australia) સામે ઈન્દોર ટેસ્ટ મેચમાં (Indoor Test match) 9 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારને કારણે ટીમ ઈન્ડિયાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની (WTC) ફાઇનલમાં પહોંચવાની આશાને થોડો ઝટકો લાગ્યો છે. હવે ભારતીય ટીમ પાસે 9મી માર્ચથી યોજાનારી અમદાવાદ ટેસ્ટ મેચ જીતીને ફાઇનલમાં પહોંચવાની તક હશે. જો કે આ પહેલા વિરાટ કોહલી (Virat Kohli) અને અનુષ્કા શર્મા (Anushka Sharma) મહાકાલના (Mahakal) દર્શન માટે ઉજૈન પહોંચ્યા હતા.

ત્રીજી ટેસ્ટમાં હાર બાદ સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ઉજ્જૈન પહોંચ્યો હતો. આ દરમિયાન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ શનિવારે (04 માર્ચ) સવારે મહાકાલના દરબારમાં હાજરી આપી હતી. વિરાટ અને અનુષ્કાએ ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કોહલીએ ગળામાં રૂદ્રાક્ષની માળા અને પરંપરાગત ધોતી પહેરી હતી. આ સાથે તેના કપાળ પર ચંદન પણ લગાવવામાં આવ્યું હતું.

તાજેતરના મહિનાઓમાં વિરાટ કોહલીએ ઘણા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો છે. વિરાટ કોહલીએ આ વર્ષે જાન્યુઆરીમાં વૃંદાવનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે વૃંદાવનમાં શ્રી પરમાનંદજીના આશીર્વાદ લીધા હતા. ખાસ વાત એ છે કે વૃંદાવનથી પરત ફર્યા બાદ કોહલીએ શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરીઝમાં સદી ફટકારી હતી. વિરાટ-અનુષ્કા જાન્યુઆરી મહિનામાં જ ઋષિકેશના દયાનંદ ગિરી આશ્રમ પહોંચ્યા હતા. ત્યાં બંનેએ ધાર્મિક વિધિમાં ભાગ લીધો હતો.

કોહલી ટેસ્ટમાં ક્યારે ફોર્મમાં પરત ફરશે?
34 વર્ષીય વિરાટ કોહલીનું તાજેતરના ટેસ્ટ ક્રિકેટમાં બેટથી પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. ઓસ્ટ્રેલિયા સામેની વર્તમાન શ્રેણીની ત્રણેય ટેસ્ટ મેચમાં તે ફ્લોપ રહ્યો છે. જો જોવામાં આવે તો નવેમ્બર 2019 પછી તે ટેસ્ટ ક્રિકેટમાં એક પણ સદી ફટકારી શક્યો નથી. એટલે કે ભારતીય ચાહકો ત્રણ વર્ષથી વધુ સમયથી તેની ટેસ્ટ સદીની રાહ જોઈ રહ્યા છે.

કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની વર્તમાન શ્રેણીમાં અત્યાર સુધીમાં કુલ 5 પાંચ ઇનિંગ્સ રમી છે, જેમાં તેણે 22.20ની એવરેજથી 111 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા સીરીઝ પહેલા વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ સીરીઝમાં પણ ભાગ લીધો હતો, જ્યાં તેના માત્ર 45 રન જ કર્યા હતા.

વિરાટ કોહલીનું ટેસ્ટ ફોર્મ:
2020: 3 મેચ, 116 રન, 19.33 એવરેજ
2021: 11 મેચ, 536 રન, 28.21 એવરેજ
2022: 6 મેચ, 265 રન, 26.50 એવરેજ
2023: 3 મેચ, 111 રન, 22.20 એવરેજ

Most Popular

To Top