National

UIDAI: આધાર અપડેટને લઈને આવ્યો નવો આદેશ, જાણવું જરૂરી

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ કહ્યું છે કે જેમને દસ વર્ષ કે તેથી વધુ સમય પહેલા આધાર નંબર (Adhar Number) અને યુનિક આઈડી જારી કરવામાં આવ્યા છે અને હજુ સુધી તેમની ઓળખ અને રહેઠાણના પુરાવાના (Resident Proof) દસ્તાવેજો અપડેટ (Update) કરાવ્યા નથી તેવા લોકોને ઓળખ અને રહેઠાળના પુરાવા અપડેટ કરવા જણાવવામાં આવ્યું છે. આધાર નંબર જારી કરતી સરકારી એજન્સી UIDAIએ એક નિવેદનમાં જણાવ્યું છે કે અપડેટ ઓનલાઈન (Online) તેમજ આધાર કેન્દ્રો (Adhar Centers) પર કરી શકાય છે. જો કે UIDAI એ સ્પષ્ટ કર્યું નથી કે આ અપડેટ ફરજિયાત છે કે નહીં અને તે ક્યાં સુધીમાં કરાવવાનું રહેશે.

  • જે લોકોને દસ વર્ષ કે તેથી વધુ સમય પહેલા આધાર નંબર અને યુનિક આઈડી જારી કરવામાં આવ્યા છે તેમના માટે આદેશ
  • ઓળખ અને રહેઠાણના પુરાવાના દસ્તાવેજો અપડેટ કરાવવાના રહેશે
  • અપડેટ ઓનલાઈન તેમજ આધાર કેન્દ્રો પર કરી શકાશે

આધાર કાર્ડનો ઉપયોગ બેંકિંગ સેવાઓ, ટેલિકોમ સેવાઓ જેવી કોઈપણ સરકારી સેવાઓ માટે થાય છે. છેતરપિંડી અને ખોટા હાથમાં આવતા અટકાવવા માટે, તેને અપડેટ, ચકાસાયેલ અને પ્રમાણિત કરવું વધુ મહત્વપૂર્ણ બની ગયું છે. UIDAI આ સુવિધા ઓનલાઈન અને ઓફલાઈન પૂરી પાડે છે.

એજન્સીએ કહ્યું છે કે “કોઈપણ વ્યક્તિ કે જેણે 10 વર્ષ પહેલા પોતાનો આધાર બનાવ્યો હતો અને પછીના કોઈપણ વર્ષમાં માહિતી અપડેટ કરી નથી, તેણે તેના દસ્તાવેજો અપડેટ કરવા જોઈએ.” આ માટે નિયત ફી ભરીને આ કામ કરી શકાશે. આ સુવિધા માય આધાર પોર્ટલ પર અથવા નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લઈને મેળવી શકાય છે. આધાર ID આઇરિસ, ફિંગરપ્રિન્ટ અને ફોટોગ્રાફ્સ દ્વારા ઓળખ સ્થાપિત કરે છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં આધાર નંબર વ્યક્તિઓની ઓળખના સ્ત્રોત તરીકે ઉભરી આવ્યો છે. આધાર નંબરનો ઉપયોગ વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓમાં થાય છે. સરકારી લાભો મેળવવા માટે, વ્યક્તિઓએ ઓળખ/પ્રમાણીકરણમાં કોઈપણ અસુવિધા ટાળવા માટે તેમનો આધાર ડેટા અપડેટ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે.

દરેક જગ્યાએ આધાર કાર્ડના ઉપયોગથી ઘણી સમસ્યાઓ પણ સામે આવી રહી છે. ખોટા હાથમાં આધાર કાર્ડનો ખોટો ઉપયોગ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં, આધાર કાર્ડને છેતરપિંડીથી બચાવવા માટે ખૂબ કાળજી લેવી જોઈએ. જો કે, આ માટે કેટલીક સાવચેતીઓ છે, જેને અનુસરીને કોઈ છેતરપિંડીથી બચી શકે છે.

Most Popular

To Top