નવી દિલ્હી: યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને (University Grant Commission) મોટો નિર્ણય લેતા એમ.ફિલની (M.Phil) ડિગ્રી (Degree) નાબૂદ કરી છે. હવેથી કોઈપણ કોલેજમાં (College) એમ.ફિલમાં પ્રવેશ મળશે નહીં. આ સંદર્ભે યુજીસીએ કોલેજોને નોટિસ પાઠવી સૂચનાઓ આપી છે. કોલેજોની સાથે UGC સેક્રેટરી મનીષ જોશીએ પણ વિદ્યાર્થીઓને આ કોર્સમાં પ્રવેશ ન લેવા વિનંતી કરી છે. મતલબ કે હવેથી એમ.ફીલ કોર્સની માન્યતા બંધ કરી દેવામાં આવી છે. યુજીસીએ આજે જ માસ્ટર ઓફ ફિલોસોફીની ડિગ્રી બંધ કરવાનો આદેશ પસાર કર્યો છે.
યુજીસીએ યુનિવર્સિટીઓને એમફિલ ડિગ્રીને માન્યતા ન આપવા જણાવ્યું હતું. યુજીસીએ કહ્યું કે યુનિવર્સિટીઓએ સત્ર 2023-24 માટે પ્રવેશ રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. યુજીસી સેક્રેટરી મનીષ જોશીએ વિદ્યાર્થીઓને ચેતવણી આપી હતી કે યુનિવર્સિટીઓ દ્વારા ઓફર કરવામાં આવતા કોઈપણ એમફિલ પ્રોગ્રામમાં પ્રવેશ ન લે.
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) એ યુનિવર્સિટીઓને એમફિલ કોર્સ ઓફર કરવા સામે ચેતવણી આપી છે કારણ કે તે માન્ય ડિગ્રી નથી. યુજીસીએ વિદ્યાર્થીઓને આવા અભ્યાસક્રમોમાં પ્રવેશ ન લેવા સામે ચેતવણી પણ આપી હતી. કમિશનના સચિવ મનીષ જોશીએ જણાવ્યું હતું કે, “યુજીસીના ધ્યાનમાં આવ્યું છે કે કેટલીક યુનિવર્સિટીઓ એમ.ફીલ (માસ્ટર ઓફ ફિલોસોફી) માટે નવી અરજીઓ મંગાવી રહી છે. આ સંદર્ભમાં, દરેકના ધ્યાન પર લાવવામાં આવી રહ્યું છે કે એમ.ફીલ ડિગ્રી માન્યતા નથી”
સચિવ મનીષ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, “યુજીસી (પીએચડી ડિગ્રી માટે લઘુત્તમ લાયકાત અને પ્રક્રિયા) નિયમો, 2022 ના નિયમ નંબર 14 સ્પષ્ટપણે જણાવે છે કે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ કોઈપણ એમફીલ પ્રોગ્રામ ઓફર કરશે નહીં.” કમિશને યુનિવર્સિટીઓને સત્ર 2023-24 માટે કોઈપણ એમફિલ પ્રોગ્રામમાં પ્રવેશ તાત્કાલિક બંધ કરવા જણાવ્યું છે. મનીષ જોશીએ જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓને કોઈપણ એમફીલ પ્રોગ્રામમાં પ્રવેશ ન લેવાની સલાહ આપવામાં આવે છે.”